શોધખોળ કરો

આવતીકાલે મુખ્યમંત્રીની હાજરીમાં રાજ્ય કક્ષાનો ૭૪મો વન મહોત્સવ પંચમહાલ જિલ્લામાં યોજાશે

મુખ્યમંત્રીના હસ્તે ૧.૧ હેકટર વિસ્તારમાં નિર્માણ પામેલા જેપુરા-વન કવચનું કરાશે લોકાર્પણ,ક્રોકોડાઇલ રેસ્ક્યુ સેન્ટર- પાવાગઢનું પણ ઈ- લોકાર્પણ કરાશે

રાજયમાં પર્યાવરણના જતન અને નવીન વનોના નિર્માણ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવતર અભિગમ દાખવીને રાજયના વિવિધ જિલ્લાઓમાં સાંસ્કૃતિક વનોનું નિર્માણ કર્યું છે. જે અતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ૭૪માં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી તા.૩જી ઓગસ્ટના રોજ પંચમહાલ જિલ્લામાં કરાશે.

પાવાગઢથી માત્ર ૬ કિલોમીટરના અંતરે જેપુરા ખાતે વિરાસત વનની બાજુમાં ૧.૧ હેકટર વિસ્તારમાં ગોધરા સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વૈજ્ઞાનિક ઢબે વન કવચનું નિર્માણ કરાયું છે જેનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. મુખ્યમંત્રીની સાથે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ બાદ મહાનુભાવો વન કવચ સંકુલની મુલાકાત પણ લેશે.

આ વેળા એ મંત્રી મુળુભાઇ બેરા, મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોર,રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ સહિત જીલ્લાના સાંસદ સભ્ય,ધારાસભ્યો અને પદાધિકારીઓ પણ જોડાશે.

ભારત ઔષધી અને જડીબુટ્ટીઓની સમૃદ્ધિ ધરાવતો દેશ છે, જેમાં પાવાગઢ જેવી શક્તિપીઠ ખાતે માં મહાકાળીએ અઢળક ઔષધિઓ ખજાના સ્વરૂપે આપણને ભેટ આપી છે, જેની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ નોંધ લીધી અને વર્ષ ૨૦૧૧માં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરી અને “વિરાસત વન” સ્વરૂપે સાંસ્કૃતિક વનની ભેટ આ પવિત્ર શક્તિપીઠના નાગરિકોને આપી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે દ્વારકા ખાતે નિર્માણ પામનાર સાંસ્કૃતિક વન- હરસિધ્ધિ વનનું ઈ- ખાતમુર્હુત, દીપડા ગણતરી પુસ્તિકાનું વિમોચન, ક્રોકોડાઇલ રેસ્ક્યુ સેન્ટર- પાવાગઢ અને ક્રાકજ એનિમલ કેર સેન્ટર-પાલીતાણાનું ઈ- લોકાર્પણ, નડાબેટ - બનાસકાંઠા ખાતે વરું સોફ્ટ રિલીઝ સેન્ટરનું ઈ - લોકાર્પણ તથા સહભાગી વન વ્યવસ્થા મંડળી ઓને સહાય ચેક વિતરણ કરાશે.

પંચમહાલ - જેપુરા ખાતે નિર્માણ પામેલા વન કવચની વિશેષતાઓ

- પાવાગઢથી માત્ર ૬ કિલોમીટરના અંતરે જેપુરા ખાતે વિરાસત વનની બાજુમાં ૧.૧ હેકટર વિસ્તારમાં ગોધરા સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વૈજ્ઞાનિક ઢબે આ વન કવચનું નિર્માણ કરાયુ છે.

- પાવાગઢ ખાતે આવેલા સાત કમાન જેવા જ આ વન કવચમાં પથ્થરથી બનેલો પ્રવેશદ્વાર તથા અહીના ગઝેબો એ ઉત્તમ શિલ્પકારીનું ઉદાહરણ.

- વિશિષ્ઠ સેન્ડસ્ટોન પ્રકારના પથ્થરની ઉપર કોતરણી કરીને ૮ પીલ્લરની મદદથી ઉભા કરવામાં આવ્યા છે આ ગઝેબોઝ. જે પાવાગઢના યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળના બિરુદને શોભાવે છે.

- આ ગઝેબોઝ ઉપર ૪ વિશિષ્ઠ વનસ્પતિઓ જેવી કે વડ, આંબો, કાંચનાર તથા કેસૂડાની ડાળીઓ અને પાંદડાની આબેહુબ પ્રતીકૃતીઓની લોખંડની પટ્ટીઓ પર કોતરણી કરી ગુંબજ બનાવવામાં આવ્યો છે.

- આ વન કવચનું એન્જીનીયરીંગ જોતા રાજુલા પથ્થરથી બનાવેલા રસ્તા, પથ્થરથી બનાવેલા જ ગઝેબોઝ તથા પ્રવેશદ્વાર વર્ષોવર્ષ સુધી જાળવણી મુક્ત રહેશે.

- આ વન કવચમાં મધ્ય ગુજરાતના વનોનું એક વામન સ્વરૂપ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ૧૦૦ થી પણ વધુ વૃક્ષ, ક્ષુપ અને વેલા ઔષધીઓનું વાવેતર કરાયું છે.

- ઔષધીઓ તરીકે ઉપયોગી અર્જુન સાદડ, મીંઢળ, સમિધ કણજો, કુસુમ, ચારોળી, ટીમરુ, અરડૂસી, વાયવર્ણો, પારીજાતક, અશ્વગંધા વગેરે તેમજ અતિ દુર્લભ એવી પાટલા, કીલાઈ, પત્રાળી, કુસુમ, ભિલામો, ટેટુ, ભૂત આલન, કુંભયો, ભમ્મરછાલ, રગત રોહીડો, મટરસિંગ,બોથી વગેરેનું વાવેતર કરાયું છે.

- વન કવચમાં ‘સિલ્વા’ તથા મધ્ય ગુજરાતની વિવિધ નર્સરીઓમાં ઉછેરાતા સ્થાનિક પ્રજાતિના રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે.

- ૧.૧ હેકટર જેટલી જગ્યામાં આશરે ૧૦૦ જેટલી વનસ્પતિની જાતોનું અને ફૂલોનું ૧૧૦૦૦થી પણ વધુ છોડનું વાવેતર કરવામાં આવ્યું છે.

- જૈવિક ખાતરનો ઉપયોગ કરી કરવામાં આવેલ વાવેતરમાં વર્ષોથી સુષુપ્ત રૂટ સ્ટોક થકી જંગલી કંટોળા જેવી અતિ દુર્લભ પ્રકારની વનસ્પતિ પણ હવે જાતે જ ઉગવા લાગી.

- હાલમાં આ વન કવચમાં ૨૦૦થી પણ વધારે પ્રજાતિઓ જોવા મળે છે જે જૈવિક વિવિધતાનું ઉદાહરણ પૂરું પાડે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News: સુરત જિલ્લામાં બુટલેગરનો આતંક, ગભેણી ગામે પોલીસકર્મી સાથે હાથાપાઈ, Video ViralIPL 2025 schedule: IPLની 18મી સીઝનનું શિડ્યૂલ જાહેર, RCB અને KKR વચ્ચે 22 માર્ચે ઓપનિંગ મેચSthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, જાણો સરેરાશ કેટલા ટકા થયું મતદાનGujarat Local Body Election 2025 : કેટલીક જગ્યાએ EVMમાં સર્જાઇ ખામી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.