શોધખોળ કરો

ADR Report: વિધાનસભાની ચૂંટણી લડી રહેલા 185 ઉમેદવારો ગ્રેજ્યુએટ છે જ્યારે 37 ઉમેદવારો નિરક્ષર છે, જુઓ સમગ્ર અહેવાલ

Gujarat Assembly Elections: આજે એડીઆર દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી રહેલા ઉમેદવારો વિશે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ કઈ રાજકીય પાર્ટી કેટલા ઉચ્ચ શિક્ષિત લોકોને ટિકિટ આપી છે. 

Gujarat Assembly Elections: આજે એડીઆર દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી રહેલા ઉમેદવારો વિશે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં ઉમેદવારોની સંપત્તિથી લઈને તેમના ગુનાહિત ઈતિહાસ અને શૈક્ષણિક લાયકાત વિશે માહિતી આપવામાં આવી છે. તો આવો જાણીએ કઈ રાજકીય પાર્ટી કેટલા ઉચ્ચ શિક્ષિત લોકોને ટિકિટ આપી છે. 

શૈક્ષણિક લાયકાતની વિગતો જોઈએ તો, 492 (52%) ઉમેદવારોએ તેમના સોગંદનામામાં જાહેર કર્યું છે, કે તેમનું શિક્ષણ 5થી 12 સુધીનું છે.  જ્યારે 185 (23%) ઉમેદવારો ગ્રેજ્યુએટ છે અને 21 ઉમેદવારો ડિપ્લોમા હોલ્ડર છે, જ્યારે 53 ઉમેદવારોને માત્ર લખતા વાંચતાં આવડે છે, જ્યારે 37 ઉમેદવારોએ તેઓ નિરક્ષર છે તેવું જાહેર કર્યું છે.

ઉમેદવારોની વિગતો ઉંમર પ્રમાણે જોઈએ તો,  277 (35%) ઉમેદવારો 25 થી 40 ઉમર સુધીના છે. 431(55%) ઉમેદવારો 41 થી 60 સુધીના છે.  79(10%) ઉમેદવારો 61 થી 80 વચ્ચે ઉંમર ધરાવે છે જ્યારે 1 ઉમેદવાર 80 વર્ષથી ઉપરના છે. ઉમેદવારોમાં મહિલાઓની ભાગીદારી જોઈએ તો, કુલ 788 ઉમેદવારોમાં 69(9%) મહિલા ઉમેદવારો પ્રથમ તબક્કામાં ચૂંટણી લડશે. 2017 માં કુલ 923 પૈકી 57 (6%) મહિલા ઉમેદવારો હતા.

મુખ્ય પક્ષોની વાત કરીએ તો BJP ના 89 ઉમેદવારોમાંથી 79 (98 ટકા ) કરોડપત્તિ છે,  જ્યારે INC ના 89 ઉમેદવારોમાંથી 65 (73 ટકા ) કરોડપતિ છે,  અને AAP ના 88 ઉમેદવારોમાંથી ૩૩ (38%) ટકા ઉમેદવાર કરોડ ઉપર સંપત્તિ ધરાવે છે. 

સરેરાશ મિલકત જોઈએ તો, પ્રથમ તબક્કામાં ચૂંટણી લડતા ઉમેદવારોની સરેરાશ મિલકત 2.88 કરોડ છે. 2017 માં એ 2.16 કરોડ હતી.  સરેરાશ મિલકત પક્ષ પ્રમાણે BJP ના કુલ 89 ઉમેદવારોની સરેરાશ મિલકત 13.40 કરોડ થાય છે. જ્યારે INC ના 89 ઉમેદવારોની સરેરાશ મિલકત 8.38 કરોડ, AAP ના 88 ઉમેદવારોની સરેરાશ મિલકત 1.99 કરોડ છે, જ્યારે ભારતીય ટ્રાઇયબલ પાર્ટીના 14 ઉમેદવારોની સરેરાશ મિલકત 23.39 કરોડ છે.

જો ઉમેદવાર પ્રમાણે સંપત્તિ પર નજર કરીએ તો, પ્રથમ તબક્કામાં 211 ઉમેદવારો કરોડપતિ હોવાનું સામે આવ્યું છે. પ્રથમ તબક્કાના 27 ટકા ઉમેદવાર કરોડપતિ છે. જામનગર ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા પાસે કુલ 97 કરોડ મિલકત છે. દ્વારકાના ભાજપના ઉમેદવાર પબુભા માણેક પાસે 115 કરોડની કુલ મિલકત છે. પારડીના ભાજપ ઉમેદવાર કનું દેસાઈ પાસે 10 કરોડથી વધુની મિલકત છે. રાજકોટ દક્ષિણના ભાજપના રમેશ ટીલાળા પાસે કુલ 175 કરોડની મિલકત છે. કોંગ્રેસના રાજકોટના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ પાસે 162 કરોડની મિલકત છે. જામનગર જિલ્લાની માણાવદર બેઠકના ભાજપના ઉમેદવાર જવાહર ચાવડાની 130 કરોડની મિલકત છે.

ઝીરો મિલકત વાળા ઉમેદવારોની વાત કરીએ તો, બહુજન સમાજ પાર્ટીના તાપીના રાકેશ ગામીત પાસે કુલ મિલકત 1000 રૂપિયાની સંપત્તિ છે. ભાવનગરના અપક્ષ ઉમેદવાર જયા બોરીચા પાસે 3000 રૂપિયાની મિલકત છે. પ્રથમ તબક્કાની 89 વિધાનસભાના 788 ઉમેદવારોના સોગંદનામાંનું વિશ્લેષણ 

788 ઉમેદવારોમાંથી 167 ઉમેદવારો (21 ટકા) ગુનાઓ ધરાવે છે.  167 ઉમેદવારમાંથી 100  (13 ટકા) સામે ગંભીર ગુનાઓ દાખલ છે. 2017માં પ્રથમ તબક્કામાં ઉભા રહેલા 923 ઉમેદવારમાંથી 137 ઉમેદવાર (15 ટકા) ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા.  જ્યારે 2017માં 78 ઉમેદવાર (8 ટકા) ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા.
2017 કરતા 2022માં ગંભીર ગુનાઓના ઉમેદવાર વધુ છે. 211 ઉમેદવારો કરોડપતિ હોવાનું સામે આવ્યું છે.  પ્રથમ તબક્કાના 27 ટકા ઉમેદવાર કરોડપતિ છે.  2.88 કરોડ ઉમેદવારોની સરેરાશ મિલકત છે.

ગંભીર ગુનાવાળા ઉમેદવારોની વાત કરીએ તો, AAP પક્ષના કુલ 88 ઉમેદવારોમાંથી 26 (30%), INC ના કુલ 89 ઉમેદવારોપૈકી 18 (20%), BJP ના 89 11 (12%) જ્યારે  BTPના 14 ઉમેદવારો પૈકી 1 (7%) ઉમેદવારો ગંભીર ગુનાઓ વાળા છે. મહિલાઓ સામેના ગુનાઓ ધરાવતા ઉમેદવાર. કુલ 9 ઉમેદવારની સામે મહિલાઓ સામે અત્યાચારના ગુનાઓ દાખલ છે. મર્ડર ને લગતા ગુનાઓ – 3 ઉમેદવારો સામે IPC -302 મુજબ ના ગુનાઓ દાખલ થયેલા છે. જ્યારે 12 ઉમેદવારની સામે IPC 307 મુજબના ગુનાઓ દાખલ થયેલા છે, તેવું ઉમેદવારોએ જાહેર કર્યું છે.  25 વિધાનસભા મતક્ષેત્રોમાં ત્રણ થી વધુ ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે, એટલે એમને રેડ એલર્ટ મતક્ષેત્રો કહેવામાં આવ્યા છે. 2017 માં રેડ અલર્ટ મતક્ષેત્રોની સંખ્યા 21 (24%) હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Embed widget