રેમડેસિવીર ઇન્જેક્શનને લઈને ગુજરાત સરકારે કર્યો મોટો નિર્ણય, જાણો કેટલા ઇન્જેક્શનનો ઓર્ડર આપ્યો
રેમેડેસિવીર ઇન્જેક્શને લઈને ગુજરાત સરકારના આ નિર્ણયથી કોરોના સંક્રમિત દર્દીનો રાહત થઈ શકે છે.
કોરોનાની ટ્રીટમેંટમાં વપરાતા રેમડેસિવીર (remedivir) ઈંજેકશનની અછતની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે ત્રણ લાખ રેમડેસિવીર ઈંજેકશન (remedivir injection)નો ઓર્ડર આપ્યો છે. રાજ્ય સરકારે ન માત્ર ઈંજેકશનનો ઓર્ડર કર્યો પરંતુ દર્દીઓને ઈંજેકશન માટે ભટકવું ન પડે તે માટે આ ઈંજેકશનનો જથ્થો સીધો જ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં પહોંચાડાશે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં જરૂરિયાત મુજબ સીધો જ રેમડેસિવીર ઈંજેકશનનો જથ્થો પહોંચાડવામાં આવશે.
નોંધનીય છે કે, આ પહેલા ગુજરાત સરકારે (Gujarat Government) નિર્ણય કર્યો હતો કે અમદાવાદમાં સિવીલ હોસ્પિટલ સોલા-એસ.વી.પી. હોસ્પિટલ અમદાવાદ તેમજ ગુજરાત કેન્સર સોસાયટી અને નગરી તથા એલ.જી. હોસ્પિટલોમાં આગામી ત્રણથી પાંચ દિવસમાં રેમડેસિવીર ઇન્જેકશન કોરોના સંક્રમિતો માટે નહિ નફો - નહિ નુકશાનના ધોરણે ઉપલબ્ધ કરાવાશે.
રેમેડેસિવીર ઇન્જેક્શ (remedivir injection)ને લઈને ગુજરાત સરકારના આ નિર્ણયથી કોરોના સંક્રમિત દર્દીનો રાહત થઈ શકે છે. કારણ કે હાલમાં સમગ્ર રાજ્યમાં રેમડેસિવીર ઇન્જેક્શનની માગમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેના કારણે ઘણી જગ્યાએ રેમડેસિવીરના કાળા બજારીના અહેવાલ પણ સામે આવ્યા છે.
અમદાવાદમાં કોરોના (Coronavirus)ના કેર વચ્ચે રેમડેસિવીર ઈન્જેક્શનની માગમાં સતત વધારો થયો છે. ત્યારે અમદાવાદમાં આવેલી ઝાયડ્સ હોસ્પિટલમાંરેમડેસિવીર ઈન્જેક્શન લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. અહીં આવતા લોકોને કોરોનાની દવા ગણાતા રેમડેસિવીર ઈન્જેકેશન મળે તે માટે પુરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઝાયડસ હોસ્પિટલ દ્વારા બહાર મોંઘા મળતા રેમડેસિવરને માત્ર 900 રૂપિયામાં આપવામાં આવી રહ્યા છે. જેથી અહીં રાજકોટ, સુરત, ભાવનગર, અને રાજસ્થાનથી લોકો ઈન્જેક્શન લેવા માટે આવી રહ્યા છે.
બહાર રૂ. 2800માં મળતું ઇન્જેક્શન અહીં 900 રૂ.માં મળતું હોવાથી 200થી પણ વધુ લોકોએ કતારમાં જોવા મળ્યા હતા. અહીં ઉભેલા લોકોનું કહેવું હતું કે ઇન્જેક્શન માટે બે કલાકથી પણ વધુનું વેઇટિંગ ચાલી રહ્યું છે.
કોરોનાનો રાફડો ફાટતા ગુજરાતના આ શહેરમાં સાંજે પાંચ વાગ્યા બાદ વેપાર-ધંધા સ્વૈચ્છિક બંધ રહેશે