(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત સરકારે અચાનક જ કોરોના રસીને લઈને નિયમ બદલી નાંખ્યા, હવેથી કોવિશિલ્ડ રસીનો પ્રથમ ડોઝ લીધાના....
ગુજરાતમાં ગઈકાલે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૦,૯૯૦ નવા કેસ નોંધાયા હતા જ્યારે ૧૧૮ના મૃત્યુ થયા હતા છે.
હવે કોવીશીલ્ડ વેકસીનનો બીજો ડોઝ 42 દિવસ બાદ જ મળશે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં પહેલા ડોઝના 42 દિવસ બાદ બીજો ડોઝ મળશે.ભારત સરકાર તરફથી મળેલ ગાઈડલાઈન અનુસાર કોવીશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ લઈ ચૂકેલ વ્યક્તિઓ પોતાનો બીજો ડોઝ ૪૨ દિવસ પછી જ લઇ શકશે. આ પ્રકારની પ્રોસેસ કોવિન સોફ્ટવેરમાં આજથી અપડેટ કરી દેવામાં આવેલ છે અને 42 દિવસ બાદ કોવિશીલ્ડ રસીનો બીજો ડોઝ મુકાવવાથી વધુ ફાયદો થાય છે.
ગુજરાતમાં ૨૩ દિવસ બાદ ૧૧ હજારથી ઓછા કેસ
ગુજરાતમાં ગઈકાલે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૦,૯૯૦ નવા કેસ નોંધાયા હતા જ્યારે ૧૧૮ના મૃત્યુ થયા હતા છે. આ સાથે દૈનિક કેસનો આંક ૧૧ હજારથી નીચે ગયો હોય તેવું ૨૩ દિવસમાં પ્રથમવાર બન્યું છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૭ લાખને પાર થયો છે. ૭ લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા હોય તેવું ગુજરાત ૧૧મું રાજ્ય છે. હાલમાં કુલ કેસ ૭,૦૩,૫૯૪ જ્યારે કુલ મરણાંક ૮,૬૨૯ છે. છેલ્લા ૨૪ કલાકમાં અત્યારસુધીના સૌથી વધુ ૧૫,૧૯૮ દર્દી કોરોનાથી સાજા થયા છે અને રીક્વરી રેટ વધીને હવે ૮૦.૦૪% છે. હાલમાં ૧,૩૧,૮૩૨ એક્ટિવ કેસ છે જ્યારે ૭૯૮ દર્દી વેન્ટિલેટર પર છે. ,૩૫,૭૮૭ ટેસ્ટ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૧.૯૪ કરોડ છે. રાજ્યમાં હાલ ૪,૬૩,૭૦૨ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના નવા 10990 કેસ નોંધાયા છે. જેની સામે 15198 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ગઈકાલે કોરોના સંક્રમણના કારણે 118 લોકોના મોત થયા છે. તેની સાથે રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 8629 પર પહોચ્યો છે.
રાજ્યમાં ગઈકાલે 15198 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,63,133 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,31,832 પર પહોંચ્યો છે. જેમાંથી 798 દર્દી વેન્ટિલેટર પર અને 1,31,034 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 80.04 ટકા છે.
ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 17, સુરત કોર્પોરેશન-8, વડોદરા કોર્પોરેશન 6 , મહેસાણામાં 6, વડોદરા 4, જામનગર કોર્પોરેશમાં 7, રાજકોટ કોર્પોરેશન 6, જૂનાગઢ 6, સુરત-5, મહીસાગર-2, ભાવનગર કોર્પોરેશન-2, જુનાગઢ-6, આણંદ-1, જુનાગઢ કોર્પોરેશન-4, રાજકોટ-5, અમરેલી-1, બનાસકાંઠા-2, જામનગર-4, પંચમહાલ-2, કચ્છ-5, ગીર સોમનાથ-2, અરવલ્લી-3, ગાંધીનગર-3, સાબરકાંઠા-3, પાટણ-2, ભરુચ-2, ભાવનગર-1, નવસારી-1, વલસાડ-1, દેવભૂમિ દ્વારકા-2, નર્મદા-1, સુરેન્દ્રનગર-1, અમદાવાદ-1, તાપી-1, છોટાઉદેપુર-1ના મોત સાથે કુલ 118 લોકોના કોરોનાથી મૃત્યુ થયા હતા.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 3059 , સુરત કોર્પોરેશન-790, વડોદરા કોર્પોરેશન 598, મહેસાણામાં 418, વડોદરા-459, જામનગર કોર્પોરેશમાં 308, રાજકોટ કોર્પોરેશન 334, જૂનાગઢ 224, સુરત-265, મહીસાગર-255, ભાવનગર કોર્પોરેશન-253, આણંદ-231, જુનાગઢ કોર્પોરેશન-229, રાજકોટ-219, અમરેલી-212, બનાસકાંઠા-212, જામનગર-208, ખેડા-198, પંચમહાલ-183, કચ્છ-181, ગીર સોમનાથ-180, અરવલ્લી-166, દાહોદ-158, ગાંધીનગર-157, સાબરકાંઠા-149, પાટણ-145, ભરુચ-142, ગાંધીનગર કોર્પોરેશન-116, ભાવનગર-111, નવસારી-106, વલસાડ-106, દેવભૂમિ દ્વારકા-98, નર્મદા-96, સુરેન્દ્રનગર-91, અમદાવાદ-68, તાપી-59, મોરબી-51, છોટાઉદેપુર-48, પોરબંદર-43, બોટાદ-34 અને ડાંગમાં 10 કેસ નોંધાયા હતા.
રાજ્યના 8 મહાનગરો અને 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવાયું
રાજ્યના આઠ મહાનગરો અને 36 શહેરમાં ચાલી રહેલા રાત્રિ કર્ફ્યૂ (Night curfew) ની મુદત 18 મે સુધી લંબાવવામાં આવી છે. કોરોનાના કેસોની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડો થઈ રહ્યો હોવા છતાં રાજ્ય સરકાર કોઈ જોખમ લેવા માગતી નથી..જેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ગઈકાલે મળેલી કોર કમિટીની બેઠકમાં કર્ફ્યૂનો સમય 18 મે સુધી લંબાવવામાં આવ્યો છે.