Gujarat Rain Update:રાજ્યમાં મેઘરાજાની ધુવાંધાર બેટીંગ, ડભોઇમાં 4 કલાકમાં 5 ઇંચ વરસ્યો
Gujarat Rain Update: ગુજરાતમાં ચોમાસાનું આગામન થઇ ચૂક્યું છે.ગુજરાતમાં મોનસૂનની એન્ટ્રી સાથે જ સમગ્ર રાજ્યમાં વરસાદની માહોલ જામ્યો છે.

Gujarat Rain Update:Gujarat Rain Update: ગુજરાતમાં ચોમાસાનું આગામન થઇ ચૂક્યું છે.ગુજરાતમાં મોનસૂનની એન્ટ્રી સાથે જ સમગ્ર રાજ્યમાં વરસાદની માહોલ જામ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. સૌથી વધારે ડભોઈમાં 5.9 ઈંચ વરસાદ વરસ્યો હતો. સુરતના ઉમરપાડામાં સાડા ત્રણ તો પાલનપુર, સિહોર, ડાંગ, ખાંભા અને ઉમરગામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.
વડોદરાના ડભોઈમાં ખાબક્યો પાંચ ઈંચ વરસાદ
વડોદરાના ડભોઈમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. ડભોઈમાં 4 કલાકમાં જ 4 ઈંચ વરસાદ વરસતાં અનેક વિસ્તાર જળમગ્ન બન્યા હતા, વીજળીના કડાકા ભડાકા સાથે ડભોઈમાં વરસાદ તૂટી પડ્યો હતો. આસપાસના હાગદ ફરતીકુઈ, વેગા, હંસાપુરા, નળા, મોટા હબીપુરામાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારે વરસાદના પગલે વિમલ પાર્ક, ગોવિંદ પાર્ક, ઉમા સોસાયટીમાં પાણી ભરાયા છે. નગરપાલિકાના શોપિંગ સેન્ટર પાસે પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે. 4 ઇંચ વરસાદ વરસતાં જનજીવન પ્રભાવિત થયું છે.
અમરેલી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ
અમરેલી જિલ્લામાં ચોમાસાના પહેલા વરસાદ આફત રૂપ બન્યો છે. અહીં થોરાડી નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થતા પિતા-પુત્ર તણાયા હતા. જાબાળ ગામ પાસે બળદ ગાડું લઈને આવતા પિતા-પુત્ર તણાયા હતા. જેમાં પિતાનું મોત થયું છે.જ્યારે ફાયરની ટીમે પુત્રને બચાવી લીધા હતા.
રાજુલા, જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ખાંભા અને સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અહીં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.
ધારી તાલુકાના સરસીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ
ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અહીં વહેલી સવારથી વરસાદની ધમાકેદાર બેટિંગ થઇ છે. મહુવા તાલુકાના ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. કોટિયા, કળમોદર, વાવડી, બગદાણામાં વરસાદ વરસતાં અનેક વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. ભાવનગરના ઘોઘા તાલુકાના કરેડા ગામે વીજળી પડતાં એક મહિલાને ગંભીર ઈજા પહોંચી છે. વીજળી પડતાં મકાનની દીવાલને પણ નુકસાન પહોંચી છે.
પાલનપુરમાં ભારે પવન સાથે ખાબક્યો વરસાદ
પાલનપુરમાં ભારે વરસાદ વરસ્યો છે. 3 ઈંચ વરસાદથી પાલનપુરમાં અનેક ઠેકાણે પાણી ભરાયા છે.3 ઈંચ વરસાદથી પાલનપુરમાં અનેક ઠેકાણે પાણી ભરાયા છે. પાલનપુર-અંબાજી હાઈવે પર પાણી ભરાયા હતા. વિરમપુરના પાટીયા, ધનિયાણા ચોકડી પર પણ પાણી ભરાયા છે. જૂના બસ સ્ટેન્ડ, કિર્તી સ્તંભ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.
સાબરકાંઠાના વડાલીમાં રાત્રે વરસ્યો વરસાદ
સાબરકાંઠાના વડાલી કંપા, મેઘ, વડગામડામાં વરસાદે ધમાકેદારક એન્ટ્રી કરી હાથરવા, ગામડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો, વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
આગામી 5 દિવસમાં વરસાદની ભારે આગાહી
ગુજરાતમાં આખરે ચોમાસાએ એન્ટ્રી કરી દીધી છે. તોફાની બેટિંગ સાથે ચોમાસાની શરૂઆત થઇ છે. આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરત,અમરેલી, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદને લઇને વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજય પર એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતાં ભેજવાળા પવનનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે ચોમાસાએ એટ્રી સાથે જ વરસાદે જમાવટ કરી છે. ઉત્તરમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, બંગાળની ખાડીમાં 2-2 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે..જેના કારણે ટ્રફ લાઈન સર્જાઈ છે..જે વરસાદી પવનોને ખેંચી રહ્યી છે.





















