Gujarat Rain : વરસાદને લઈ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, કાલે આ જિલ્લાઓમાં પડશે વરસાદ
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે પણ વરસાદને લઈ ફરી એક વખત આગાહી કરી છે.
અમદાવાદ: રાજ્ય(Gujarat)માં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ (Gujarat Rain) વરસી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે (IMD)પણ વરસાદને લઈ ફરી એક વખત આગાહી કરી છે. આજે પણ રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આજે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદ (Rain)ની આગાહી કરવામાં આવી છે. વરસાદને જોતા હવામાન વિભાગે યલો અલર્ટ જાહેર કર્યું છે.
આવતીકાલે રાજકોટ, ભાવનગર, ગીરસોમનાથ, દ્વારકા, અમરેલી, મોરબી, જૂનાગઢ, દીવ,સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 30-40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. આગામી ત્રણથી ચાર દિવસ વરસાદની આગાહી છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 42.3 ડિગ્રી રહ્યું છે. ડીસામાં સૌથી વધુ તાપમાન 42.7 ડિગ્રી નોંધાયું છે.
વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ
આજે કાળઝાળ ગરમી વચ્ચે વલસાડ જિલ્લાનાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. સતત બીજા દિવસે જિલ્લાના કપરાડા, સુતરાપાડા સહિત આસપાસના વિસ્તારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. નોંધનીય છે કે, ગઈકાલે પણ આ વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો અને વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. હજુ પણ ચાર દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.
છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના વાતાવરણમાં જોરદાર પલટો જોવા મળી રહ્યો છે. મે મહિનામાં માવઠાની સાથે વાવાઝોડા જેવો ભારે પવન ફૂંકાતા ખેડૂતોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. અમદાવાદમાં આજે પણ થન્ડરસ્ટ્રોમ અક્ટિવિટીની આગાહી છે. આજે ગુજરાતના 4 જિલ્લામાં થંડરસ્ટ્રોમ અક્ટિવિટી થઈ શકે છે. આજે 9 જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી છે. આજે અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરતમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે છે.
15 મેના દિવસે બનાસકાંઠા, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 મેના દિવસે બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, "આગામી 16 તારીખ સુધી હજુ ભારે પવન સાથે રાજ્યના કેટલાક વિસ્તારમાં પવન ફૂંકાશે. એટલું જ નહીં 24 મેથી 5મી જૂન સુધી હવામાનમાં પલટો આવશે અને ચોમાસું બેસી જશે. પ્રિમોનસૂન એક્ટિવિટીને લીધે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ભારે પવન સાથે માવઠું થયું હતું.