શોધખોળ કરો
Advertisement
આગામી 5 દિવસમાં રાજ્યના આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી મોટી આગાહી
સૌરાષ્ટ્ર અને કચ્છમાં એક જ અઠવાડિયામાં સિઝનનો 30 ટકા જેટલો વરસાદ થઈ ગયો.
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે. કે અગામી 5 દિવસમાં રાજ્યમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જોકે બનાસકાંઠા, સાબરકાંઠા, અવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદ પડી શકે છે. જોકે અમદાવાદમાં અગામી 5 દિવસ સુધી વરસાદની શક્યતા નહિવત છે.
ચોમાસાની સિઝનની શરૂઆતથી જ વાવણી લાયક વરસાદ જોતાં ખેડૂતોમાં સારા પાક ઉત્પાદનની આશા છે. સિઝનના અઠવાડિયામાં રાજ્યમાં સાડા તેર ટકા જેટલો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં એક જ અઠવાડિયામાં સિઝનનો 30 ટકા જેટલો વરસાદ થઈ ગયો.
આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદની ગતિ હવે ધીમી પડશે. હવામાન વિભાગના મતે સાયક્લોનીક અસરને કારણે ભારે વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં પણ આગામી પાંચ દિવસ સુધી વરસાદની કોઈ સંભાવના નથી.
ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનથી સત્તાવાર રીતે ચોમાસુ બેસે છે. વરસાદ ક્યારે કેટલો આવી શકે છે તેવી હવામાન વિભાગ આગાહીઓ કરતું હોય છે. આ સિઝનમાં ગુજરાતમાં શરૂઆતથી જ વરસાદ સારો થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement