રાજ્યમાં લો-પ્રેશર અને વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની અસર, કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી, જાણો
રાજ્યમાં લો-પ્રેશર અને વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની અસર જોવા મળી છે. બે દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
ગાંધીનગર: રાજ્યમાં લો-પ્રેશર અને વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની અસર જોવા મળી છે. બે દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે. રાજ્યમાં બે દિવસ બાદ ઠંડીના પ્રમાણમાં વધારો થશે. લઘુતમ તાપમાનમાં 2થી4 ડિગ્રીનો ઘટાડો થતા ઠંડીનું જોર વધશે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચન
3 ડિસેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવ્યું છે. રાજ્યમાં બે દિવસ બાદ ઠંડીના પ્રમાણમાં વધારો થશે. લઘુતમ તાપમાનમાં 2થી4 ડિગ્રીનો ઘટાડો થતા ઠંડીનું જોર વધશે. મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાથી લોકોને ઠંડીનો અહેસાસ થશે. આજે રાજ્યના 55 તાલુકાઓમાં વરસાદી માહોલ છે, જેમાં બોડેલીમાં ચાર કલાકમાં સૌથી વધારે 23mm વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે.
રાજ્યમાં હજુ બે દિવસ કમોસમી વરસાદ વરસશે
રાજ્યમાં હજુ બે દિવસ કમોસમી વરસાદ વરસશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. આજે રાજ્યના 55 તાલુકાઓમાં વરસાદી માહોલ છે, જેમાં બોડેલીમાં ચાર કલાકમાં સૌથી વધારે 23mm વરસાદ થયો છે. આજે અને આગામી 4 ડિસેમ્બર સુધી વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદનું જોર રહેવાની આગાહી છે.
ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત ભારે વરસાદની આગાહી
આજે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ઉભું થયેલું લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં વરસાદી માહોલ ઉભો થયો છે. આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. ગીર સોમનાથના ઉનાના નવાબંદરેથી 8 માછીમારો દરિયામાં બોટ તૂટી જવાના કારણે ગુમ થયા છે. જેમની હાલ સ્થાનિક વહીવટી તંત્ર અને કોસ્ટગાર્ડ તરફથી તપાસ કરવામાં આવી રહી છે.