શોધખોળ કરો

રાજ્યમાં ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગહી, જાણો ક્યાં પડશે વરસાદ?

રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે.  આ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના મતે આજથી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ વરસશે.

ગાંધીનગર: રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે.  આ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના મતે આજથી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ વરસશે. તેમાં પણ કચ્છ, બનસકાંઠા અને સાબરકાંઠામાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. આ સાથે જ પાટણ, મહેસાણા,ગાંધીનગર, અરવલ્લી,સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.  સૌરાષ્ટ્રમાં જામનગર,રાજકોટ,બોટાદમાં ભારે વરસાદ વરસશે.

અમદાવાદ અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા, મોરબી, પોરબંદર, આણંદ, વલસાડ વરસાદની આગાહી છે. જો કે 26 જુલાઈથી વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 60 ટકા વરસાદ નોંધાયો છે. 

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ યથાવત 

હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ યથાવત છે. રાજકોટના ગોંડલ નેશનલ હાઈવે પર ધોધમાર વરસાદ વરસ્યો છે. બિલિયાળા, ભુણાવા સહિતના ગ્રામ્ય વિસ્તારોના સીમ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. 

બનાસકાંઠા જિલ્લામાં વરસાદ

બનાસકાંઠાના પાલનપુર પંથકના કેટલાક ગામોમાં ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ પડવાનો શરૂ થયો છે. બનાસકાંઠા જિલ્લામાં સીઝનનો  37 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હજુ પણ સારો વરસાદ પડે તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે. જેના કારણે જળાશયો ભરાય અને ઉનાળામાં કે શિયાળામાં સિંચાઈના પાણી માટે વલખા ન મારવા પડે. બનાસકાંઠામાં સિઝનનો અત્યાર સુધી 37 ટકા જ વરસાદ વરસ્યો છે. જેમાં  અમીરગઢ તાલુકામાં 37.69 ટકા, ભાભરમાં 48.16 ટકા, દાંતામાં 45.61 ટકા, દાંતીવાડામાં 40.39 ટકા, ડિસામાં 40.13 ટકા, દિયોદરમાં  58.17 ટકા, ધાનેરામા માત્ર 12.68 ટકા વરસાદ વરસ્યો છે.  કાંકરેજમાં 35.56 ટકા, લાખણીમાં 18.55 ટકા, પાલનપુરમાં 34.48 ટકા, પાલનપુરમાં 34.48 ટકા સુઈગામમાં 53.79 ટકા, થરાદમાં 29.36 ટકા, વડગામમાં 47.70 ટકા, વાવમાં 25.97 ટકા વરસાદ વરસ્યો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
જૂનાગઢ શિવરાત્રી મેળામાં કલાકારોના ખર્ચે વિવાદ: એક વર્ષમાં ₹7 લાખથી વધીને ₹1 કરોડથી વધુ! ઉતારા મંડળે માગ્યું શ્વેતપત્ર
જૂનાગઢ શિવરાત્રી મેળામાં કલાકારોના ખર્ચે વિવાદ: એક વર્ષમાં ₹7 લાખથી વધીને ₹1 કરોડથી વધુ! ઉતારા મંડળે માગ્યું શ્વેતપત્ર
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Embed widget