PM મોદી અંબાજી પહોંચશે ત્યારે નજીકના હેલિપેડ પર ઉતરી કારથી જશે, જાણો કારણ
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી 30મી ઓક્ટોબરે મહેસાણામાં સભા યોજવાના છે. આ સાથે જ પ્રધાનમંત્રી અંબાજીમાં પણ માતાજીના દર્શન કરશે.
અંબાજી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી 30મી ઓક્ટોબરે મહેસાણામાં સભા યોજવાના છે. આ સાથે જ પ્રધાનમંત્રી અંબાજીમાં પણ માતાજીના દર્શન કરશે. અંબાજીમાં ચીખલા ખાતે 4 હેલિપેડ બનાવવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. અંબાજીના ચીખલા પાસે આ પહેલીવાર હેલિકોપ્ટર ઉતરશે. અંબાજી ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંબાજી ખાતે માતાજીનાં દર્શન કરવા અવાર-નવાર આવતા હોય છે.
ચીખલામાં 4 હેલિપેડ બનાવવાની કામગીરી
1996થી આજ સુધી અંબાજીમાં હેલિકોપ્ટર નથી ઉતર્યું. એવું કહેવાય છે કે અંબાજીમાં રાજકીય નેતા અથવા VIP હેલિકોપ્ટરથી આવે તો તેમની કારકિર્દી ખતમ થઈ જાય છે. અંબાજીના ચીખલામાં 4 હેલિપેડ બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, PM મોદી સવારમાં અંબાજી મંદિર દર્શન માટે આવશે. અગાઉ જે નેતાઓ આવતા તેઓ ચીખલા આસપાસ ઉતરતા હતા. આ ગામ અંબાજીથી આશરે ત્રણ કિલોમીટર દૂર છે. કાર દ્વારા અહીંથી અંબાજી જવુ હોય તો પાંચ મિનિટમાં પહોંચી શકાય છે. પ્રધાનમંત્રી આ જગ્યાએ હેલિકોપ્ટરમાં ઉતરી કાર દ્વારા અંબાજી જશે.
6 પૂર્વ મુખ્યમંત્રીઓએ સત્તા ગુમાવી
યાત્રાધામ અંબાજી મંદિરને ખૂબ પવિત્ર માનવામાં આવે છે, ભૂતકાળમાં જે નેતાઓ અંબાજીમાં હેલિકોપ્ટરથી લેન્ડ થયા છે તેમણે સત્તા ગુમાવી છે. સ્થાનિક લોકો ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી, ચીમનભાઈ પટેલ, છબીલદાસ મહેતા, કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખનો દાખલો આપી રહ્યા છે. અંબાજી મંદિર પરથી જે નેતાઓએ ઉડાન ભરી છે તેમની ખુરશી બચી નથી તેથી 1996 પછી જે શાસકો આવ્યા છે તેમણે દાંતા નજીક બનાવેલા હેલિપેડનો ઉપયોગ કર્યો છે.
અંબાજી ના ચીખલા ખાતે પ્રથમ વખત હેલિકોપ્ટર ઉતરશે
30 ઓક્ટોબર ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંબાજી ખાતે આવશે.અને અંબાજી મંદિરના દર્શન કરશે.સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે સવારનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે.અંબાજી ખાતે બુધવારે અધિકારીઓની મીટીંગ યોજાઇ હતી.જેમાં અંબાજી ના ચીખલા ખાતે પ્રથમ વખત હેલિકોપ્ટર ઉતરશે.અત્યાર સુધીના ઇતિહાસની વાત કરવામાં આવે તો અંબાજી ખાતે કોઈ પણ રાજકીય નેતાઓ કે વીઆઇપી લોકો હેલિકોપ્ટર મા આવતા નથી.અને આ વખતે અંબાજીના ચીખલા ખાતે 4 હેલીપેડ બનીને તૈયાર થઈ ગયા છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial