2000 Rupee Note: સાબરકાંઠાની આ બેન્કે બે હજારની નોટ લેવાની મનાઈ કરતા લોકોમાં રોષ, જાણો શું આપ્યું કારણ
2000 Rupee Note: અરવલ્લીમાં આરબીઆઇના 2000ની નોટો પાછી ખેંચવા મામલે નવો વિવાદ સામે આવ્યો છે. મોડાસાની ધી સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક દ્વારા 2 હજારની નોટ ના સ્વીકારતા હોવાનો ગ્રાહકનો આરોપ છે.
2000 Rupee Note: અરવલ્લીમાં આરબીઆઇના 2000ની નોટો પાછી ખેંચવા મામલે નવો વિવાદ સામે આવ્યો છે. મોડાસાની ધી સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક દ્વારા 2 હજારની નોટ ના સ્વીકારતા હોવાનો ગ્રાહકનો આરોપ છે. મોડાસાના દૂધના વેપારીની 2 હજારની નોટ ના સ્વીકારતા ગ્રાહકોએ રોષ વ્યક્ત કર્યો છે. અન્ય 10 થી વધુ ગ્રાહકોએ પણ 2 હજારની નોટો ન સ્વીકારતા હોવાની ફરિયાદ કરી છે. તો બીજી તરફ બેન્ક સત્તાધીશોએ વડી કચેરી હિંમતનગરના આદેશ હોવાનુ જણાવ્યું છે.આ ઉપરાંત બેન્ક મેનેજરે કેમેરા સામે કઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો છે.
સુરત ખાતે 2000 ની નોટને લઈ જાહેરાત મામલે કાપડ વ્યાપારીઓની મિશ્ર પ્રતિક્રિયા સામે આવી છે. કેટલાક વેપારીઓએ કહ્યું આ નિર્ણય યોગ્ય નથી તો કેટલાક વેપારીઓએ કહ્યું આ નિર્ણય વારંવાર કરવા જોઈએ. ABP અસ્મિતાની ટીમ કાપડ બજારમાં પહોંચી હતી. જીએસટી બાદ કાપડ માર્કેટમાં ઓનલાઇન પેમેન્ટ થઈ ગયું છે. કાપડ બજાર પર કોઈ ફરક નહિ પડે. એન.ઇ.એફ.ટી અને આર્ટિજીએસ નો વધુ ઉપયોગ થયો છે. સૌથી વધુ ક્યુ આર કોર્ડ નો ઉપયોગ હાલ થઈ રહ્યો છે.