છોટા ઉદેપુરની આ શાળામાં કોરોના વિસ્ફોટ, 12 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતાં તાત્કાલિક શાળા બંધ કરાઈ
ગઈકાલે રાજ્યમાં 1415 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ચાર લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.
છોટા ઉદ્દેપુરના ચિચોડ ગામે ઉત્તર બુનિયાદી આદિવાસી આશ્રમ શાળામાં 12 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. છોટા ઉદ્દેપુરમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા આશ્રમ શાળાના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ સહિત 180 જેટલા રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં 7 છોકરા અને 5 છોકરીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેને લઈને આશ્રમશાળાને તાત્કાલિક બંધ કરવામાં આવી અને શરૂ થયેલી પરીક્ષાને પણ મોકૂફ રાખવામાં આવી છે. કોરોનાની ઝપેટમાં આવેલા તમામ 12 વિદ્યાર્થીઓમાં સામાન્ય લક્ષણ છે અને તમામની હાલત સ્થિર છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 1415 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ચાર લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. ગઈકાલે રાજ્યમાં 948 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,73,280 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.27 ટકા પર પહોંચ્યો છે. હાલ 6147 એક્ટિવ કેસ છે, જેમાંથી 67 લોકો વેન્ટિલેટર પર અને 6080 લોકો સ્ટેબલ છે.
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશનમાં 1 અને સુરેન્દ્રનગરમાં 1 દર્દીનું મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4437 લોકોના કોરોનાથી મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1415 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ચાર લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
સુરત કોર્પોરેશનમાં 349, અમદાવાદ કોર્પોરેશનમાં 335, વડોદરા કોર્પોરેશનમાં 127, રાજકોટ કોર્પોરેશનમાં 115, સુરતમાં 101,ભાવનગર કોર્પોરેશન -32, મહેસાણા 26, ખેડા-24, પંચમહાલ-20, વડોદાર 19, ભરૂચ 18, જામનગર કોર્પોરેશન-18, સાબરકાંઠા 18, કચ્છ 17, રાજકોટ 17, ગાંધીનગર કોર્પોરેશન-15, નર્મદા 15, છોટા ઉદેપુર 14, આણંદ 12, દાહોદ 12, ગાંધીનગર 12, મહીસાગર 12, જુનાગઢ કોર્પોરેશનમાં 11, જામનગર 10, પાટણ 10, અમદાવાદ 9, અમરેલી 9, બનાસકાંઠા અને મોરબીમાં 5-5 કેસ નોંધાયા હતા.
ગઈકાલે ક્યાં કેટલા લોકોને કરાયા ડિસ્ચાર્જ ?
સુરત કોર્પોરેશનમાં 278, અમદાવાદ કોર્પોરેશનમાં 252, વડોદરા કોર્પોરેશનમાં 61, રાજકોટ કોર્પોરેશનમાં 69, સુરતમાં 15, રાજકોટ-10, ભરુચ-8, મહેસાણા-9, જામનગર કોર્પોરેશન -30, ખેડા-17, ભાવનગર કોર્પોરેશન 9, મહીસાગર 11 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આજે રાજ્યમાં 948 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,73,280 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 26,41,905 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 5,84,482 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે કુલ 2,45,406 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,21,814 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.