શોધખોળ કરો

હવે ગુજરાત પોલીસ હેરાન કરે તો આ નંબર પર કરો ફરિયાદ, રાજ્ય સરકારે નંબર કર્યો જાહેર

આગામી 15 દિવસમાં આ હેલ્પલાઇન નંબર કાર્યરત કરવા માટે સરકારે કોર્ટને બાંહેધરી આપી છે. નંબર એક્ટિવેટ થતા લોકોને તેની જાગૃતિ મળી રહે તે માટે જાહેરાત કરવામાં આવશે.

Gujarat Police: પોલીસ દમન અને પોલીસ સામેની ફરિયાદ માટે રાજ્ય સરકારે અલગન નંબર જાહેર કર્યો છે. રાજ્યના એડવોકેટ જનરલે હાઇકોર્ટ સમક્ષ આપી માહિતી આપી છે. તમામ ઇમર્જન્સી નંબર www. Indian helpline number.com વેબસાઈટ પર ઉપલબ્ધ કરાશે.

સરકારે એફિડેવિટ કરીને પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવા માટે 1 4 4 4 9 નંબર જાહેર કર્યો છે. આગામી 15 દિવસમાં આ હેલ્પલાઇન નંબર કાર્યરત કરવા માટે સરકારે કોર્ટને બાંહેધરી આપી છે. નંબર એક્ટિવેટ થતા લોકોને તેની જાગૃતિ મળી રહે તે માટે જાહેરાત કરવામાં આવશે. પોલીસ સામે ફરિયાદ માટેનો નંબર 24*7 કાર્યરત રહેશે. રાજ્ય સરકારે બીજા હેલ્પલાઇન નંબર પણ કોર્ટ સમક્ષ જણાવ્યા છે. તેમાં 1091 મહિલા હેલ્પલાઇન નંબર, 1064 ભ્રષ્ટાચાર નિવારણ માટે હાલમાં કાર્યરત છે. આ ઉપરાંત દેશ સ્તરની જુદી જુદી હેલ્પલાઇન નંબરને પણ કાર્યરત કરવામાં આવશે. આગામી સુનાવણી 16 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.

નોંધનીય છે કો, થોડા સમય પહેલા અમદાવાદ પોલીસે તોડ કર્યો હતો. અમદાવાદમાં સોલામાં તોડકાંડ કેસ બાદ પોલીસ સતર્ક બની છે. હવે પોલીસ જ પોલીસનું રિયાલીટી ચેંકીગ કરશે.   DCP કક્ષાના અધિકારીઓ ખાનગી માણસોને મોકલી પોલીસના વર્તન અને પૈસાની ઉઘરાણીને લઈને તપાસ કરાવશે.  સોલામા પોલીસ તોડકાંડ મામલે હાઈકોર્ટેમા સુઓમોટો દાખલ થતા હાઈકોર્ટે નારાજગી વ્યકત કરીને પોલીસ પાસે તપાસનો રિપોર્ટ માગ્યો છે. જેથી પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્રારા હવે પોલીસની રિયાલીટી ચેક કરવામા આવશે. 

જેમા એરપોર્ટથી એસપી રીંગ રોડ પર મુસાફરોને અટકાવીને પોલીસ દ્રારા પૈસાની ઉઘરાણીની ફરિયાદને લઈને હવે પોલીસ અધિકારી ખાનગી માણસોને સાથે રાખીને છટકુ ગોઠવશે. મહત્વનુ છે કે સોલા પોલીસ તોડકાંડને લઈને  પોલીસ કમિશ્નર દ્રારા શહેરમા રાત્રિના સમયે ફરજ બજાવતા પોલીસ જવાનોનુ ચેંકીગ કરવાનો આદેશ આપવામા આવ્યો છે. જેને લઈને હવે પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ પર નજર રાખશે.  જેથી પોલીસમા વધી રહેલા તોડકાંડ પર નિયતંત્ર લાવીને પોલીસની છબી સુધારવા માટે એકશન પ્લાન તૈયાર કરવામા આવ્યો છે. 

સોલામા તોડકાંડના કારણે પોલીસની છબી ખરડાઈ છે. હાઈકોર્ટની નારાજગી અને પોલીસને લઈને ઊભા થયેલા સવાલોને લઈને હવે અધિકારીઓની ખાનગી વોચ શરૂ થઈ છે. આ સાથે તોડકાંડમા પકડાયેલા એએસઆઈ મુકેશ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ અશોક ચૌધરી અને ટીઆરબી જવાન વિશાલ સોંલકીના ફરી રિમાન્ડની કાર્યવાહી શરૂ કરી છે. આ પોલીસ જવાનોએ રૂ 60 હજારનો તોડ કર્યો હતો.  જેમા પોલીસ કર્મચારી મુકેશ ચૌધરી વિરૂધ્ધ લાંચને લઈને અગાઉ અનેક આક્ષેપો થયા હતા જેથી તેને રૂ 5 હજારનો દંડ પણ ફટકારવામા આવ્યો હતો. જયારે આ કેસમા પોલીસે તોડની રોકડ કબજે લેવાની દિશામા કાર્યવાહી હાથ ધરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર
'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Launched: લૉન્ચ થયો Poco નો સસ્તો પણ ધાંસૂ સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત
Launched: લૉન્ચ થયો Poco નો સસ્તો પણ ધાંસૂ સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Embed widget