શોધખોળ કરો

ફિક્સ પેના શિક્ષકોના પગારમાં થઈ શકે છે વધારો, રાજ્ય સરકાર શિક્ષકોની ભરતીમાં કરશે મોટો ફેરફાર

ગુજરાત સરકાર ફિક્સ પગારના ધોરણમાં ફેરફાર કરી શકે છે. જેમાં જે તે જિલ્લાની ભરતીમાં સ્થાનિક લોકોને અગ્રતા અંગેનો ફેરફાર થઈ શકે છે.

Fixed Pay Teachers: ગુજરાતમાં ફિક્સ પગારના શિક્ષકો માટે સારા સમાચાર આવી શકે છે. રાજ્યમાં શિક્ષકોની ઘટ નિવારવા સરકાર એક્શનમાં આવી છે. આ માટે સરકાર શિક્ષકોની ભરતીમાં સરકાર મોટા ફેરફાર કરવાનું વિચારી રહી છે.

ગુજરાત સરકાર ફિક્સ પગારના ધોરણમાં ફેરફાર કરી શકે છે. જેમાં જે તે જિલ્લાની ભરતીમાં સ્થાનિક લોકોને અગ્રતા અંગેનો ફેરફાર થઈ શકે છે. સાથે જ શિક્ષકોને આપતા પગારમાં સરકાર વધારો કરી શકે છે. સુધારા અંગેની જાહેરાત અને શિક્ષકોની ભરતીની જાહેરાત ટુંક સમયમાં સરકાર કરશે.

વર્ષ 2010 પહેલા નિમણુક પામેલા શિક્ષકો માટે સારા સમાચાર છે. હવે આ તમામ શિક્ષકોને પુરો પગાર મળશે. હાઇકોર્ટે આ આદેશને અમલી કરવા આદેશ આપ્યા છે.

વર્ષ 2010 પહેલાના વિદ્યાસહાયકોનો પૂરા પગાર સાથે પ્રાથમિક શિક્ષક તરીકે સમાવેશ કરવામાં આવશે.અગાઉ પણ આ મુદ્દે  સરકારે પૂરા પગારમાં સમાવેશનો  ઠરાવ પસાર કર્યો હતો પરંતુ અમલીકરણ ન થતાં વિદ્યાસહાયકોએ આ મામલે  હાઈકોર્ટમાં અરજી  કરી હતી. જેનો નિર્ણય શિક્ષક તરફી આવતા કોર્ટે પ્રાથમિક શિક્ષક તરીકે સમાવેશ કરવા આદેશ કર્યાં છે.

352 શિક્ષક-આચાર્યોને સ્કૂલ ઈન્સપેક્ટરની ફરજમાંથી મુક્ત કરાયા છે. આ ખાલી જગ્યા પર વર્ગ 2ના 400 અધિકારીઓને SIનો ચાર્જ સોંપાયો છે. વિવિધ જિલ્લામાં એજ્યુકેશન ઈન્સપેક્ટરની ફરજ બજાવતા અધિકારીઓ મળીને 400ને ચાર્જ સોપાયો છે.

થોડા સમય પહેલા ગુજરાતમાં શિક્ષકો અને વિદ્યાસહાયકો માટે મોટી જાહેરાત કરવામાં આવી હતી, સરકારે પ્રાથમિક શાળાના શિક્ષકો, વિદ્યાસહાયકના આંતરિક જિલ્લા બદલી કેમ્પની સત્તાવાર જાહેરાત કરી છે, 2જી જૂનથી આંતરિક જિલ્લા બદલી માટે અરજી કરવાની શરૂઆત થઇ જશે અને 1લી જુલાઈ સુધી મંજૂર થયેલી અરજીના ઓર્ડર કરવામાં આવશે. જિલ્લા બદલી માટે અગાઉ કરેલી અરજી રદ્દ કરવામાં આવી છે. જિલ્લા આંતરિક બદલી કરાવવા ઈચ્છતા શિક્ષકો, વિદ્યાસહાયકોને નવેસરથી અરજી કરવાની રહેશે, શિક્ષકો, વિદ્યાસહાયકોએ આંતરિક જિલ્લા બદલી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

31 મે સુધી નિવૃત્ત થતાં શિક્ષકોની જગ્યાએ પણ બદલી માટે અરજી કરી શકાશે. અરજી કર્યા બાદ સુધારો કરવા માટે પણ શિક્ષકો, વિદ્યાસહાયકોને એક તક આપવામાં આવશે. જિલ્લા વિભાજન કે નિવૃત્ત શિક્ષકની જગ્યામાં ભૂલ હશે તો જિલ્લા શિક્ષણાધિકારી અને શાસનાધિકારી સામે કાર્યવાહી થશે. 

Join Us on Telegram: https://t.me/abpasmitaofficial              

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગરમીમાં ઠંડુ આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન, સુરતમાં 10 પાર્લરના આઈસ્ક્રીમમાં ભેળસેળ જોવા મળી
ગરમીમાં ઠંડુ આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન, સુરતમાં 10 પાર્લરના આઈસ્ક્રીમમાં ભેળસેળ જોવા મળી
65000 કરોડનો વહીવટ ફરી દિલીપ સંઘાણીનાં હાથમાં, ઇફ્કોના ચેરમેન તરીકે બિનહરીફ વરણી
65000 કરોડનો વહીવટ ફરી દિલીપ સંઘાણીનાં હાથમાં, ઇફ્કોના ચેરમેન તરીકે બિનહરીફ વરણી
Cricketer Retirement: ક્રિકેટ ચાહકોને લાગ્યો મોટો ઝટકો,  વિસ્ફોટક આ બેટ્સમેને અચાનક લીધો સંન્યાસનો નિર્ણય
Cricketer Retirement: ક્રિકેટ ચાહકોને લાગ્યો મોટો ઝટકો, વિસ્ફોટક આ બેટ્સમેને અચાનક લીધો સંન્યાસનો નિર્ણય
પંજાબ નેશનલ બેંક બંધ કરી દેશે આવા ખાતાધારકોના એકાઉન્ટ, બેંકે ખુદ જણાવ્યું – કોને છે જોખમ?
પંજાબ નેશનલ બેંક બંધ કરી દેશે આવા ખાતાધારકોના એકાઉન્ટ, બેંકે ખુદ જણાવ્યું – કોને છે જોખમ?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Mani Shankar Aiyar: મણીશંકર અય્યરના નિવેદનથી વધી શકે છે કોંગ્રેસની મુશ્કેલીRajkot: જેતલસર - વડાલ વચ્ચે ટ્રેન અડફેટે યુવાનનું મોતSomnath: સોમનાથ મંદિરે દર્શને આવેલા બે યાત્રિકને ગુરૂવારના રખડતા ઢોરે અડફેટે પિતા-પુત્રી ઈજાગ્રસ્તIFFCO | જીત બાદ જયેશ રાદડિયાએ લીધા દિલીપ સાંઘાણીના આશીર્વાદ, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગરમીમાં ઠંડુ આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન, સુરતમાં 10 પાર્લરના આઈસ્ક્રીમમાં ભેળસેળ જોવા મળી
ગરમીમાં ઠંડુ આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન, સુરતમાં 10 પાર્લરના આઈસ્ક્રીમમાં ભેળસેળ જોવા મળી
65000 કરોડનો વહીવટ ફરી દિલીપ સંઘાણીનાં હાથમાં, ઇફ્કોના ચેરમેન તરીકે બિનહરીફ વરણી
65000 કરોડનો વહીવટ ફરી દિલીપ સંઘાણીનાં હાથમાં, ઇફ્કોના ચેરમેન તરીકે બિનહરીફ વરણી
Cricketer Retirement: ક્રિકેટ ચાહકોને લાગ્યો મોટો ઝટકો,  વિસ્ફોટક આ બેટ્સમેને અચાનક લીધો સંન્યાસનો નિર્ણય
Cricketer Retirement: ક્રિકેટ ચાહકોને લાગ્યો મોટો ઝટકો, વિસ્ફોટક આ બેટ્સમેને અચાનક લીધો સંન્યાસનો નિર્ણય
પંજાબ નેશનલ બેંક બંધ કરી દેશે આવા ખાતાધારકોના એકાઉન્ટ, બેંકે ખુદ જણાવ્યું – કોને છે જોખમ?
પંજાબ નેશનલ બેંક બંધ કરી દેશે આવા ખાતાધારકોના એકાઉન્ટ, બેંકે ખુદ જણાવ્યું – કોને છે જોખમ?
સોવરિન ગોલ્ડ બોન્ડ શું છે, સોનું ખરીદવા કરતાં કેમ તે વધારે સુરક્ષિત છે?
સોવરિન ગોલ્ડ બોન્ડ શું છે, સોનું ખરીદવા કરતાં કેમ તે વધારે સુરક્ષિત છે?
ટેક્સ ભરનારા લોકો માટે મહત્વના સમાચાર, જો આ કામ નહી કરો તો અટકી જશે પૈસા
ટેક્સ ભરનારા લોકો માટે મહત્વના સમાચાર, જો આ કામ નહી કરો તો અટકી જશે પૈસા
ભારતમાં યુવાઓ માટે સરકારી નોકરી મેળવવી કેમ સરળ નથી
ભારતમાં યુવાઓ માટે સરકારી નોકરી મેળવવી કેમ સરળ નથી
આવતીકાલે ધોરણ-10નું પરિણામ, આ નંબર કરી લો સેવ, માત્ર એક મેસેજથી જાણી શકાશે રિઝલ્ટ
આવતીકાલે ધોરણ-10નું પરિણામ, આ નંબર કરી લો સેવ, માત્ર એક મેસેજથી જાણી શકાશે રિઝલ્ટ
Embed widget