શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ 13 જિલ્લા બહુ જલદી થશે કોરોનામુક્ત, જાણો શું છે કારણ?
ગુજરાતના આ 13 જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 10 કરતાં ઓછી છે અને લાંબા સમયથી કોરોનાના નવા કેસો આવી નથી રહ્યા તેથી આ જિલ્લા કોરોનામુક્ત થઈ શકે તેમ છે.
સમગ્ર ગુજરાતમાં કોરોના કહેર જોવા મળી રહ્યો છે અને દિવસે ને દિવસે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે જોકે ગુજરાતના આ 13 જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 10 કરતાં ઓછી છે અને લાંબા સમયથી કોરોનાના નવા કેસો આવી નથી રહ્યા તેથી આ જિલ્લા કોરોનામુક્ત થઈ શકે તેમ છે. તો આવો અમે તમને જણાવીએ આ કયા 13 જિલ્લા છે જ્યાં 10 કરતાં ઓછા એક્ટિવ કેસ છે. આ જિલ્લાઓ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે તેમ છે.
ગુજરાતના આ 13 જિલ્લાની વાત કરવામાં આવે તો, અમરેલી-9, આણંદ-6, અરવલ્લી-2, બોટાદ-3, ડાંગ-2, દેવભૂમિ દ્વારકા-4, ગીર સોમનાથ-3, જૂનાગઢ-4, મહિસાગર-7, મોરબી-1, નર્મદા-5, પોરબંદર-4 અને તાપીમાં 1 એક્ટિવ કેસ છે. ગુજરાતના આ 13 જિલ્લામાં ગમે ત્યારે કોરોના મુક્ત થઈ થકે છે. કારણે આ તમામ દર્દીઓ સાજા થશે ત્યારે તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
ગુજરાતમાં કોરોનાને ફેલાતો અટકાવવા સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવા આવી રહ્યો છે જોકે કોરોના અટકવાનું નામ જ નથી લેતો. ત્યારે ગુજરાતના 12 એવા જિલ્લા છે જ્યાં એક્ટિવ કેસ માત્રને માત્ર 10ની અંદર છે. આ તમામ દર્દીઓ જો સાજા થઈ જશે તો આ 13 જિલ્લાઓ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. આ તમામ માહિતી https://gujcovid19.gujarat.gov.in/ આધારે આપવામાં આવેલી છે.
લોકડાઉનમાં છૂટછાટ આપ્યા બાદ અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓ જોવા મળ્યાં હતાં. જોકે હાલ ફક્ત 9 જ એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધી 1 દર્દીનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે.
બોટાદ જિલ્લામાં પણ કોરોનાના કેસો જોવા મળ્યાં હતાં જોકે સારવાદ ઘણાં દર્દીઓ સાજા થયા હતા અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જોકે હાલ બોટાદમાં માત્ર ને માત્ર 3 જ એક્ટિવ છે જ્યારે અત્યાર સુધી બે દર્દીઓનું કોરોનાથી મોત નિપજ્યું છે.
આણંદ જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો જોકે ત્યાર બાદ અચાનક પોઝિટિવ દર્દીઓમાં ઘટાડો જોવા મળ્યો. હાલ આણંદ જિલ્લામાં 6 જ એક્ટિવ કેસ છે જેની હાલ સારવાર ચાલી રહી છે. જોકે આણંદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી 11 લોકોનાં મોત નિપજ્યાં છે.
એક સમયે એવો હતો જાણે અરવલ્લી જિલ્લામાં કોરોનાનો રાફળો ફાટ્યો હોય પરંતુ દર્દીઓની સારી સારવાદ બાદ પોઝિટિવ દર્દીઓ સાજા થયા હતા અને તેમને રજા આપવામાં આવી હતી. જોકે અરવલ્લી જિલ્લામાં કોરોનાને કારણે અત્યારુ સુધી 7 લોકોનાં મોત નિપજ્યાં છે.
ડાંગ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓના કેસ બહુ ઓછા જોવા મળ્યાં છે. હાલ માત્ર બે જ એક્ટિવ કેસ છે. જોકે મહત્વની વાત એ છે કે, કોરોનાને કારણે ડાંગ જિલ્લામાં અત્યાર સુધી એક મોત નિપજ્યું નથી.
દેવભૂમિ દ્વારકામાં હાલ ફક્ત 4 જ એક્ટિવ કેસ છે. જોકે હજુ સુધી કોરોનાને કારણે દેવભૂમિ દ્વારકામાં એકપણ મોત નિપજ્યું નથી. આ ઉપરાંત ગીર સોમનાથમાં પણ 3 જ એક્ટિવ છે જ્યારે કોરોનાને કારણે હજુ સુધી એકપણ મોત નિપજ્યું નથી.
જૂનાગઢ જિલ્લામાં હાલ 4 જ એક્ટિવ કેસ છે જ્યારે કોરોનાને કારણે અત્યાર સુધી 2 લોકોનાં મોત નિપજ્યાં છે. ઘણાં પોઝિટિવ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
મહિસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવ સંખ્યાની વાત કરવામાં આવે તો માત્ર 7 જ એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 2 લોકોના કોરોનાથી મોત નિપજ્યાં છે.
ગુજરાત બે શહેર એવા છે જ્યાં એક જ એક્ટિવ કેસ છે. મોરબી અને તાપી જિલ્લામાં હાલ 1-1 એક્ટિવ કેસ છે. મહત્વની વાત છે કે, આ બન્ને જિલ્લામાં કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી. જેટલા પણ પોઝિટિવ દર્દીઓ હતા એ તમામ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.
નર્મદા જિલ્લામાં પણ હાલ 5 એક્ટિવ કેસ છે. આ તમામની સારવાર ચાલી રહી છે. જોકે સારા સમાચાર એ છે કે, કોરોનાને કારણે આ જિલ્લામાં એક મોત નિપજ્યું નથી.
આ ઉપરાંત પોરબંદરમાં હાલ 4 એક્ટિવ છે જ્યારે અત્યાર સુધી કોરોનાને કારણે 2 લોકોનાં મોત પણ નિપજ્યાં છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓએ કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યાં હતા. જેમાં ઘણાં લોકોનું વાજતે-ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 13324 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 5074 એક્ટિવ કેસ છે, જેમાંથી 61 વેલ્ટીલેટર પર છે અને 5013 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધી કુલ 2 લાખ 45 હજાર 606 ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1219 લોકોનાં મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement