Republic Day 2025: ગુજરાતના 11 પોલીસ અધિકારી સહિત આ મહાનુભાવોને શ્રેષ્ઠ સેવા માટે પુરસ્કારથી કરાશે સન્માનિત
Republic Day 2025: ગણતંત્ર દિવસ નિમિત્તે વીરતા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે રાષ્ટ્રપતિ દ્વારા 942 જવાનોનું સન્માન કરવામાં આવશે.

Republic Day 2025:આવતીકાલે એટલે કે 26મી જાન્યુઆરીએ દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવનથી ફરજ માર્ગ સુધી અનેક રાજ્યોની સુંદર ટેબ્લો જોવા મળશે. ગણતંત્ર દિવસ નિમિત્તે વીરતા પુરસ્કારોની પણ જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે 942 જવાનોને શૌર્ય પુરસ્કાર આપવામાં આવશે. આ યાદીમાં અનેક પોલીસ અધિકારીઓ, ફાયર ઓફિસર, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ સર્વિસના જવાનો અને અધિકારીઓના નામ સામેલ છે.
ગુજરાતના અગિયાર પોલીસ અધિકારી-કર્મચારીઓને રાષ્ટ્રપતિ એવોર્ડ દ્રારા સન્માનિત કરવામાં આવશે. E આ યાદીમાં ચિરાગ કોરડિયા, રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝા,ડીવાયએસપી દિગ્વિજયસિંહ ચુડાસમાનો સમાવેશ થાય છે. તો ,કોંસ્ટેબલ સુરેન્દ્રસિંહ યાદવ,હેંડ કોંસ્ટેબલ મુકેશકુમાર નેગીને એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યાં છે. સબ ઈંસ્પેકટર બાબુભાઈ પટેલ, આસિટંટ કમાન્ડન્ટ દેવદાસ બારડ, હેડ કોંસ્ટેબલ હેમાંગ મોદીની રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.
વીરતા પુરસ્કારોની યાદી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 95 સૈનિકોને શૌર્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે, 101 સૈનિકોને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવશે અને 746 સૈનિકોને શ્રેષ્ઠ સેવા માટે વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. મોટાભાગના વીરતા પુરસ્કારો જમ્મુ અને કાશ્મીર, ઉત્તર પૂર્વ અને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત સૈનિકોને આપવામાં આવશે.
વિશિષ્ટ સેવા પુરસ્કાર
અનેક સૈનિકોને વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ મેડલ પણ એનાયત કરવામાં આવશે. તે વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ તરીકે ઓળખાય છે. આ એવોર્ડ મેળવનારાઓની યાદીમાં 101 PAC, 85 પોલીસ સેવા, 05 ફાયર સર્વિસ, 07 સિવિલ ડિફેન્સ-હોમ ગાર્ડ અને 04 સુધારાત્મક સેવા કર્મચારીઓના નામ સામેલ છે. પોલીસ સેવાને કુલ 634, ફાયર સર્વિસને 37, સિવિલ ડિફેન્સ-હોમગાર્ડને 39 અને કરેક્શનલ સર્વિસને 36 એવોર્ડ આપવામાં આવશે.
વીરતા પુરસ્કાર
વીરતા પુરસ્કાર મેળવનાર સૈનિકોના નામોમાં છત્તીસગઢના 11 પોલીસકર્મીઓ, ઓડિશાના 6, ઉત્તર પ્રદેશના 17 અને જમ્મુ-કાશ્મીર પોલીસના 15 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. BSFના 1 જવાન, CRPFના 19, SSBના 4 અને આસામ રાઈફલ્સના 1 જવાનને વીરતા પુરસ્કાર આપવામાં આવશે. સાથે જ ઉત્તર પ્રદેશ ફાયર વિભાગ અને જમ્મુ કાશ્મીર ફાયર વિભાગના 16 સૈનિકોને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
