કોરોના વાયરસને મારી શકે છે આ ધાતુ, માત્ર બે મિનિટમાં થાય છે નષ્ટ, જાણો વિગતે
નેશનલ ફોરેન્સિક સાયંસ યુનિવર્સિટીનાં કોવિડ લેબે એવું સંશોધન કર્યું છે કે તાંબા પર કોરોનાં વાયરસ બે મિનિટમાં નષ્ટ પામે છે.
તાંબુ કે તાંબા મિશ્રિત ધાતુ કોરોનો વાયરસને મારી શકે છે. આ દાવો કર્યો છે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાઇન્સ યુનિવર્સિટીનાં કોવિડ લેબે. કોવિડ-19નાં વાયરસ તાંબાની ધાતુ પર સૌથી ઓછા સમયમાં નષ્ટ થાય છે. અન્ય ધાતુ કે જમીન સ્તરની તુલનાએ તાંબાનું કોટિંગ ધરાવતા વાસણો કે વસ્તુ પર કોરોનાં વાયરસ ઓછો સમય ટકી શકે છે.
નેશનલ ફોરેન્સિક સાયંસ યુનિવર્સિટીનાં કોવિડ લેબે એવું સંશોધન કર્યું છે કે તાંબા પર કોરોનાં વાયરસ બે મિનિટમાં નષ્ટ પામે છે. તાંબુ એકમાત્ર એવી ધાતુ છે કે જેના સંપર્કમાં વાયરસ કે બેક્ટેરિયા આવે તો તેના થોડા જ કલાકોમાં તે તેને નષ્ટ કરી દે છે. આ વાત પ્રમાણિત છે કે, તાંબામાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિ માઇક્રોબિયલ ગુણ હોય છે. આ સાથે જ તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
તાંબાના અનેક ફાયદા
તાંબા-પિત્તળની ધાતુને શુદ્ધ તથા પવિત્ર ગણવામાં આવે છે. રાતભર તાંબાના લોટામાં રાખેલ પાણી વહેલી સવારે નરણે કોઠે પીવાથી અનેક રોગથી બચી શકાય છે. તાંબાના વાસણના પાણીનો ઉપયોગ આરોગ્યપ્રદ સાબિત થયો છે. તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાથી લિવરને ફાયદો થાય છે. પિત્તળનાં વાસણમાં બનાવેલ ભોજન વધુ સ્વાદિષ્ટ બને છે. શરીર ઊર્જાવાન તથા સ્વસ્થ રહે છે. તાંબાનાં વાસણમાં રાખેલું પાણી પીવાથી એન્ટિ ઓક્સિડન્ટ, એન્ટિ કેન્સર તથા એન્ટિ ઈન્ફલેમેટરી ગુણ વધી જાય છે. તાંબાનાં વાસણોની સફાઈ ખાસ થવી જોઈએ. અન્યથા તાંબામાં રાખેલ પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ બની શકે છે. તાંબાના ઘડામાં ૧૬ કલાક સુધી જો દૂષિત પાણી પણ રાખવામાં આવે તો તે પણ શુદ્ધ બની જાય છે.
શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તાંબાનો ઉપયોગ શ્રેષ્ઠ ગણાય છે. તાંબાનાં વાસણનું પાણી શરીરમાં મિનરલ્સની પૂર્તિ કરે છે.
તાંબાના જગમાં ભરેલું પાણી નિયમિત પીવાથી શરીરમાં વધેેલી ચરબી ઘટવા લાગે છે. શરીર ઊર્જાવાન બને છે. આ માટે ફાસ્ટફૂડને તિલાંજલિ આપવી જરૂરી છે.