શોધખોળ કરો
Advertisement
પાટણ જિલ્લામાં કોરોનાને લઈને સારા સમાચાર, વધુ ત્રણ દર્દીને અપાઈ રજા
પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 67 કોરોનાના કેસ આવ્યા છે જેમાંથી કુલ 29 લોકો કોરોનાને મ્હાત આપીને ઘરે સાજા થઈને ગયા છે.
પાટણઃ કોરોનાના પ્રકોપની વચ્ચે પાટણ જિલ્લા માટે રાહતના સમાચાર આવ્યા છે. જિલ્લામાં વધુ ત્રણ દર્દી કોરોનાને મ્હાત આપીને સાજા થઈને ઘરે ગયા છે. ધારપુર હોસ્પિટલમાંથી ત્રણેય દર્દીઓને રજા આપવામાં આવી છે.
ધારપુર હોસ્પિટલમાં દાખલ ત્રણ દર્દીઓના બન્ને કોરોના રિપોર્ટ નેગેટિવ આવાત તેમને રજા આપેવામાં આવી હતી. જેમાં ભીલવણના બે પુરુષ અને પાટણ શહેરની એક યુવતીનો સમાવેશ થાય છે. પાટણ શહેરની પીપળાગેટની યુવતી સાજી થઈને ઘરે આવતા રહીશોએ તેનું સ્વાગત કર્યું હતું.
પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 67 કોરોનાના કેસ આવ્યા છે જેમાંથી કુલ 29 લોકો કોરોનાને મ્હાત આપીને ઘરે સાજા થઈને ગયા છે. જ્યારે 4 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.
પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કોરોનાના 1402 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લામાં હાલમાં 12403 લોકો કોરેન્ટાઈન હેઠળ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement