શોધખોળ કરો
Advertisement
Accident: મોરબી માળીયા નજીક બાઇક પર જતાં પરિવારને નડ્યો અકસ્માત, એક જ પરિવારના 3નાં મોત
મોરબીમાં માળિયાની પીપળીયા ચોકડી નજીક અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. બાઈક પર જતા પરિવારને અજાણ્યા વાહને હડફેટે અકસ્માત સર્જાયો હતો
Accident: મોરબીમાં માળિયાની પીપળીયા ચોકડી નજીક અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. બાઈક પર જતા પરિવારને અજાણ્યા વાહને હડફેટે અકસ્માત સર્જાયો હતો
મોરબીમાં માળિયાની પીપળીયા ચોકડી નજીક ગઇકાલે સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. બાઇક પર જતાં પરિવારને પૂરપાટ ઝડપે આપવા વાહને ટક્કર મારતા પરિવાર રોડ પર ફસડાઇ પડ્યો હતો. પરિવારને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા. જો કે દુર્ભાગ્યવશ સારવાર દરમિયાન 2 બાળકો સહિત ત્રણના મોત થયા છે. અકસ્માતમાં 2 વર્ષના શુભમ, પાંચ વર્ષની પરી અને કલ્પેશભાઇનું મોત થયું છે. જ્યારે ઇજાગ્રસ્ત માતા અને પુત્રીની હાલત ગંભીર હોવાથી રાજકોટ હોસ્પિટલમાં સારવાર અર્થે શિફ્ટ કરવામાં આવ્યા છે. પરિવારના પાંચ સભ્યો મોરબી નજીક વાવણીયાથી પીપળીયા બાઇક પર જતાં હોવાની માહિતી મળી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement