શોધખોળ કરો

ભાજપના દિગ્ગજ નેતા સંઘાણીનો પ્રહાર, CM રૂપાણીનો કાં પોલીસ પર કંટ્રોલ નથી કાં અત્યાચારી પોલીસોને છાવરવામાં આવે છે..........

અમરેલીમાં વેક્સિનેશન કેમ્પમાં તૈયારી કરતા ભાજપના કાર્યકરોને માર મારવાનો પોલીસ પર આરોપ લાગ્યો છે. ભાજપના બે કાર્યકરો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યના દિગ્ગજ રાષ્ટ્રીય સહકારી નેતા અને સરકારમાં મંત્રી રહી ચુકેલા દિલીપ સંઘાણીએ અમરેલી પોલીસના ઉચ્ચ અધિકારીને ફોન પર જે સંભળાવ્યું છે તે ચોંકાવનારું છે.

અમરેલીઃ  પોલીસ અધિકારીઓના રાજને લઈ ભાજપના નેતા દિલીપ સંઘાણીએ (Dilip Sanghani) મુખ્યમંત્રી (CM) અને ગૃહ મંત્રાલય (Home Ministry) પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, મુખ્યમંત્રી પોલીસ અધિકારીઓને છાવરે છે. મુખ્યમંત્રી પોલીસ અધિકારીઓને છાવરતા ન હોય તો પગલા લે. મુખ્યમંત્રી પણ અમારા છે. કાં તે મુખ્યમંત્રીને ગણતો નથી અથવા મુખ્યમંત્રી પોલીસ અધિકારીને છાવરે (Police Officers) છે. આવા અધિકારીઓના કારણે ઈમેજ બગડી રહી છે. ગૃહ વિભાગ પર મુખ્યમંત્રીનો કંટ્રોલ નથી અથવા અધિકારીઓને તે છાવરે છે તેમ પણ સંઘાણીએ કહ્યું હતું.

C R પાટીલે શું કહ્યું....

ભાજપના કાર્યકરોને પોલીસે ફટકાર્યા હોવાના આક્ષેપ મુદ્દે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ બગડ્યા છે. અમરેલીની મુલાકાત દરમિયાન પાટીલે (C R Patil) કહ્યું કે, ભાજપના કાર્યકરો પર જુલમ થયો હશે તે અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને કાયદો કાયદાનું કામ કરશે.

શું છે મામલો

અમરેલીમાં વેક્સિનેશન કેમ્પમાં તૈયારી કરતા ભાજપના કાર્યકરોને માર મારવાનો પોલીસ પર  આરોપ લાગ્યો છે.  ભાજપના બે કાર્યકરો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યના દિગ્ગજ રાષ્ટ્રીય સહકારી નેતા અને સરકારમાં મંત્રી રહી ચુકેલા દિલીપ સંઘાણીએ અમરેલી પોલીસના ઉચ્ચ અધિકારીને ફોન પર જે સંભળાવ્યું છે તે ચોંકાવનારું છે. ભાજપના કાર્યકર્તાઓ પર પોલીસ દમન ગુજાર્યું હોવાનો આરોપ લગાવી સંઘાણીએ ફોન પર જે ચિમકી ઉચ્ચારી છે તે જિલ્લાની સ્થિતિને ઉજાગર કરે છે.  અમેરલીના ભાજપ નેતા અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ મારા શહેરમાં દારૂની રેલમછેલ છે. પોલીસના આશિર્વાદથી રેતી ખનન થાય છે. સંઘાણીએ આમ કહ્યું ત્યારે તેની સાથે સાંસદ નારણ કાછડિયા ( Amreli MP Naranbhai Kachadiya) પણ ઉપસ્થિત હતા.

અમરેલી જિલ્લામાં સુશાસનના ધજિયા ઉડતા હોવાના ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણીએ દાવો કર્યો હતો. તેમણે કહ્યું, અમરેલીમાં દારૂના ખુલ્લેઆમ અડ્ડા ચાલે છે. ઉપરાંત રેતી માફિયાનું પણ ચાલતું હોવાનું આરોપ લગાવ્યો હતો. તેમણે ગોરખધંધાનો પર્દાફાશ કરવાની પોલીસને ધમકી આપી હતી. તેમણે મીડિયાના કેમેરા સામે આમ કહ્યું હતું. સંઘાણીની જ્યારે આ વાત કરતાં હતા ત્યારે તેમની સાથે અમરેલીના સાંસદ નારણ કાછડિયા પણ હતા.

 આ સમગ્ર ઘટના અમરેલીમાં ભાજપના કાર્યકરોને પોલીસે માર માર્યો હોવાનો  આરોપ લાગ્યા બાદ બની હતી. અમરેલીના એએસપી અભય સોની પર ભાજપના કાર્યકરને ફટારવાનો આરોપ લાગ્યો હતો. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના આગમન પહેલા વેક્સિનેશન કેમ્પમાં બેનર લગાવતી વખતે પોલીસે બે કાર્યકરોને માર માર્યા બાદ સહકારી નેતા દિલીપ સંઘાણી અને સાંસદ નારણ કાછડિયાએ રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે પોલીસ વડા, રાજ્ય સરકારને એએસપી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ
WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ
Amreli: અમરેલીના ખાલસા કંથારીયામાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાધી
Amreli: અમરેલીના ખાલસા કંથારીયામાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાધી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Salman Khan Threaten Call : ફરી સલમાન ખાનને ધમકી, 'જીવતા રહેવું હોય તો અમારા મંદિરમાં જઈ માફી માંગે'Mehsana Group Clash : મહેસાણામાં બે જૂથ વચ્ચે મારામારી , ગામમાં અજંપાભરી શાંતિAmreli Lion Attack : અમરેલીમાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાતા લોકોમાં રોષUS Elections 2024 : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે અંતિમ મતદાન, જુઓ કોણ મારશે મેદાન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ
WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ
Amreli: અમરેલીના ખાલસા કંથારીયામાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાધી
Amreli: અમરેલીના ખાલસા કંથારીયામાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાધી
Bank locker rules: બેન્ક લોકરના નિયમોમાં ફેરફાર, હવે દેશની ટોચની બેન્કોમાં આપવા પડશે આટલા રૂપિયા
Bank locker rules: બેન્ક લોકરના નિયમોમાં ફેરફાર, હવે દેશની ટોચની બેન્કોમાં આપવા પડશે આટલા રૂપિયા
RBI Recruitment 2024: ભારતીય રિઝર્વ બેન્કમાં સરકારી નોકરીની તક, બે લાખથી વધુ મળશે પગાર
RBI Recruitment 2024: ભારતીય રિઝર્વ બેન્કમાં સરકારી નોકરીની તક, બે લાખથી વધુ મળશે પગાર
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
Embed widget