શોધખોળ કરો

કોરોનાના વધતા કહેર વચ્ચે આ શહેરો અને ગામડાઓ થયા લોકડાઉન, જાણો વિગતો

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. દરરોજ રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે હવે શહેરો અને ગામડાઓ સતર્ક બન્યા છે. કોરોના વધતા ગ્રાફને લઈ કેટલાક શહેરો, ગામડાઓ, માર્કેટિંગ યાર્ડ સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યા છે.

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. દરરોજ રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે હવે શહેરો અને ગામડાઓ સતર્ક બન્યા છે. કોરોના વધતા ગ્રાફને લઈ કેટલાક શહેરો, ગામડાઓ, માર્કેટિંગ યાર્ડ સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યા છે.

સુરત જિલ્લાના છેલ્લા ગામ એવા અનાવલમાં પણ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવતા અનાવલ  ગામમાં પણ કર્ફ્યું જેવો માહોલ દેખાયો હતો, લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. સ્વૈચ્છિક લોકડાઉનને લઇ શાકભાજી માર્કેટ તેમજ અનાજની મંડીઓ પણ સ્વયંભૂ બંધ રહી હતી 

પાટણ જિલ્લાનું બાલીસણા ગામમાં બપોર બાદ સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે.  પાટણ જિલ્લાનું સૌથી મોટું બાલીસણા ગામની બજારો બપોર પછી બંધ છે.  બાલીસણા ગામ બપોરે 2 વાગ્યા પછી સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે.  આગામી 10 દિવસ માટે બજારો બપોર બાદ સજ્જડ બંધ રહેશે.  વેપારી મંડળ દ્વારા મહત્વનો નિર્ણય  લેવામાં આવ્યો છે.  કોરોનાના  કેસો વધતાં ગ્રામજનો અને વેપારી મંડળે નિર્ણય લીધો છે. 

સુરત ગ્રામ્યમાં વધી રહેલા કોરના સંક્રમણને લઇ મહુવાના કરચેલીયામાં સ્વૈછીક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકોએ સ્વયંભૂ ધંધા રોજગાર બંધ રાખી સ્વૈછીક લોકડાઉનને સફળ બનાવ્યું છે. આજથી 18 તારીખ સુધી બંધ કરચેલીયા ગામ બંધ રહશે. 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વધુ  બે ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે.  બેરાજા અને બેહ ગામમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. સવારે 8 થી 2 વાગ્યા સુધી દુકાનો ખુલી રહેશે.  બપોર બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.  એક બાદ એક ગામો સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યા છે.  સ્વૈચ્છિક લોકડાઉનનો આંકડો  17 પર પહોંચ્યો છે. 

અમરેલી જિલ્લામાં કોરોના કેસ વધતા ઈશ્વરીયા ગામના લોકો દ્વારા સાંજના 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવા નિર્ણય કરાયો છે. આગામી 1 મે સુધી નિર્ણયનો અમલ કરાશે. 

કોડીનારમાં ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. કોડીનારમાં કોરોનાની વિસ્ફોટક પરિસ્થિતિને ધ્યાને લઇ ચેમ્બર્સ ઓફ કોમર્સ-વહીવટી તંત્ર અને તાલુકાના અગ્રણી આગેવાનો દ્વારા નિર્ણય લેવાયો છે. જે મુજબ ૧૬-૧૭-૧૮ શુક્ર-શનિ-રવિવારે કોડીનારમાં સ્વૈચ્છિક લોકડાઉન રખાશે. જેમાં દૂધની ડેરીઓ માત્ર બે કલાક જ ખુલ્લી રહેશે. જરૂરી કામ સિવાય લોકોને ઘરની બહાર ન નીકળવા સૂચના અપાઈ છે.

દાહોદ જિલ્લામાં વધતા જતા સંક્રમણને લઇ કતવારા ગામમાં આજથી 10 દિવસના લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. ગામમાં 15 થી 24 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરાઈ છે.
 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': મહિલાઓ અને બાળકોની ડિજિટલ સુરક્ષા માટે ગુજરાત પોલીસનું 28 દિવસનું મેગા અભિયાન
'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': મહિલાઓ અને બાળકોની ડિજિટલ સુરક્ષા માટે ગુજરાત પોલીસનું 28 દિવસનું મેગા અભિયાન
Rain Forecast: આગામી ત્રણ કલાક રાજયના આ ઝોનમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
Rain Forecast: આગામી ત્રણ કલાક રાજયના આ ઝોનમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
Sabarkantha Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે હિંમતનગરમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા, ખેડૂતોમાં આનંદ
Sabarkantha Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે હિંમતનગરમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા, ખેડૂતોમાં આનંદ
Gujarat Rain: આકાશી આફતની આશંકા, એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, 4 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Rain: આકાશી આફતની આશંકા, એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, 4 જિલ્લામાં રેડ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત
Hun To Bolish : હું તો બોલીશ : સુખદ ઉકેલ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારનું ડિમોલિશન ક્યારે?
Jitu Vaghani : ખેડૂતોની માગ પર સરકારે શું કર્યો મોટો ખુલાસો?
Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: આગામી ત્રણ કલાક રાજયના આ ઝોનમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
Rain Forecast: આગામી ત્રણ કલાક રાજયના આ ઝોનમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
આજે દિલ્હીથી ગુજરાત સુધીના 13 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનુ એલર્ટ; 60 KM ની ઝડપે ફૂંકાશે પવન
આજે દિલ્હીથી ગુજરાત સુધીના 13 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનુ એલર્ટ; 60 KM ની ઝડપે ફૂંકાશે પવન
અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ
અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ
બેંગલુરુમાં હચમચાવી દેતી ઘટના: IT કેમ્પસના ડે-કેરમાં બાળકને વોશિંગ મશીનમાં બેસાડ્યો, પછી શું થયું?
બેંગલુરુમાં હચમચાવી દેતી ઘટના: IT કેમ્પસના ડે-કેરમાં બાળકને વોશિંગ મશીનમાં બેસાડ્યો, પછી શું થયું?
મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર
મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર
FIFA World Cup 2026 : બેલ્જિયમની શાનદાર વાપસી, સેનેગલને 3-2થી હરાવ્યું
FIFA World Cup 2026 : બેલ્જિયમની શાનદાર વાપસી, સેનેગલને 3-2થી હરાવ્યું
Gujarat Rain Forecast: મોનસૂને પકડી રફતાર, આજે 4 જિલ્લામાં રેડ એલર્ટ અને 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: મોનસૂને પકડી રફતાર, આજે 4 જિલ્લામાં રેડ એલર્ટ અને 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain: ગુજરાતમાં 22 કલાકમાં 102 તાલુકામાં મેઘમહેર, બારડોલીમાં સૌથી વધુ 7.68 ઈંચ ખાબક્યો
Gujarat Rain: ગુજરાતમાં 22 કલાકમાં 102 તાલુકામાં મેઘમહેર, બારડોલીમાં સૌથી વધુ 7.68 ઈંચ ખાબક્યો
Embed widget