શોધખોળ કરો

MAHISAGAR : કડાણા અને સંતરામપુરમાં આદિજાતિના દાખલાનો પ્રશ્ન છેલ્લા ત્રણ વર્ષથી ટલ્લે ચડ્યો, આદિવાસી સમાજમાં રોષ

Mahisagar News : અનેક રજૂઆતો, યુવાનોએ નાના મોટા આંદોલનો કર્યા, હવે કડાણા તાલુકાના તમામ આદિવાસીઓ રોષે ભરાયાં છે જેને લઇને કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી લડી લેવાના મૂડમાં છે.

MAHISAGAR : મહીસાગર જીલ્લાના કડાણા અને સંતરામપુર તાલુકાના પશ્ચિમ  વિસ્તારમાં આદિવાસીના જાતિના દાખલાઓનો પ્રશ્ન છેલ્લા ત્રણ વર્ષથી ટલ્લે ચડ્યો છે. જેને કારણે કડાણા તાલુકા વિસતારમાં એલઆરડી, એસટી ડ્રાયવર, કન્ડક્ટર, નર્સ માટેની ભરતીમાં જાતિના દાખલની ખરાઈનો મુદ્દો છેલ્લા બે વર્ષથી ઘોચમાં  પડતાં સરકારી ભરતીમાં પસંદગી પામેલ હોવા છતાં પણ આ આદિવાસીઓની નિમણૂંકના હુકમો તેમની જાતિના દાખલની ખરાઈ ચકાસણી નહીં થઈ શકતાં અત્યાર સુધી કાગડોળે રાહ જોઇ બેઠેલા આદિવાસી લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

કડાણા તાલુકાના આદિવાસી સમાજના લોકો એકત્રિત થઇ અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું તેમની માગો વહેલી તકે સ્વીકારવામાં આવે તે અંગેની રજૂઆત કરવામાં આવી હતી અને જો તેમની માગણીને સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ભૂખ હડતાળ કરવાની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

આ વિસ્તારના આદિવાસી સમાજને આદિવાસી જાતિના દાખલાઓ સહેલાઈથી મળી રહે તેમજ જે દાખલાઓ અત્યાર સુધી ખરાઈ હેઠળ રાખી ચકાસણીની કામગીરી જે આજ સુધી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે,  તે કામગીરીને વેગ આપી જેતે વિભાગ દ્વારા ત્વરીત પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. 

વર્ષોથી વિવાદમાં રહેલ આદિવાસી સમાજના આ પ્રશ્નના સંદર્ભમાં  કડાણા સરપંચ સંઘના પ્રમુખ વેચાતભાઈ વાગડીયા તેમજ વિવિધ સંગઠનો દ્વારા અગાઉ આદિવાસી વિકાસ વિભાગના મંત્રીને લેખીતમાં રજૂઆત  પણ કરવામાં આવી હતી. 

અનેક રજૂઆતો,  યુવાનોએ  નાના મોટા આંદોલનો કર્યા, હવે કડાણા તાલુકાના તમામ આદિવાસીઓ રોષે ભરાયાં છે જેને લઇને કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી લડી લેવાના મૂડમાં છે અને આવનાર સમયમાં સમસ્યાનો ઉકેલ ન આવે તો આંદોલનની ચીમકી ઉચારી છે. 

ઉલ્લેખનીય છે કે કડાણા તાલુકો સંતરામપુર તાલુકામાંથી છૂટો પડી અસ્તિત્વમાં આવ્યો છે ત્યારથી અહીંના આદિવાસીઓને પ્રમાણપત્ર બાબતે તકલીફો રહે છે. આ વિસ્તારને સ્વતંત્ર ભારતના schedule areaમાં સમાવેશ કરાયેલ છે અને અહીં  વસવાટ કરતા મૂળનિવાસીઓનો આદિવાસીમાં સમાવેશ થયેલ છે.

વર્ષ 2007 સુધી કોઈ પણ અડચણ વગર પ્રમાણપત્ર મળતા હતા અગાઉ 2007માં આજ રીતે પ્રમાણપત્રો બંધ કરી દેવાયા હતા પરંતુ 2011માં 30,000 વિદ્યાર્થીઓએ 21 દિવસ શિક્ષણ બહિષ્કાર કરતા પ્રમાણપત્ર પૂનઃ મળતા શરૂ થયા હતા.

છેલ્લા ત્રણ વર્ષથી પ્રમાણપત્ર બંધ થતા તેમના માટે હાલ કડાણા તાલુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ નિર્માણ થાય તેવા એંધાણ છે કડાણા તાલુકાના તમામ અગ્રણીઓ, ચૂંટાયેલ પ્રતિનિધિઓ નોકરિયાત વર્ગ તેમજ વિદ્યાર્થીઓ સ્થાનિક  ખુલીને સામે આવી રહ્યાં  છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
Embed widget