શોધખોળ કરો

નર્મદા: આદિવાસીઓનું ત્રણ દિવસ બંધનું એલાન, PM મોદીના કાર્યક્રમના વિરોધમાં કેવડિયા-ગરૂડેશ્વરમાં બંધ પાળશે

રાજપીપળા: નર્મદા જિલ્લામાં કેવડીયામાં આદિવાસીઓની જમીનો સંપાદન થયા બાદ વળતર નહીં ચૂકવાતા અને યોગ્ય નોકરી નહીં મળવાના મામલે લાલઘૂમ થયેલા આદિવાસી સમાજે ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સ ના સમયે જ કેવડિયા સહિત 6 ગામો બંધ રાખવાનું એલાન આપતા જ આજે કેવડિયા ગરુડેશ્વર સહિતના ગામો સ્વયંમભુ સંપૂર્ણ બંધ રહ્યો હતો. કેવડિયા કોલોની ખાતે 20 થી 22 તારીખ સુધી ઓલ ઇન્ડિયા ડિજિ કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. જેમાં 21 અને 22 ડીસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપવાના છે. જેના પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના વિવિધ પ્રોજેક્ટ્સમાં પોતાની જમીનો ગુમાવવાના મામલે આદિવાસીઓ દ્વારા કેવડિયા સહિત 6 ગામ આ ત્રણ દિવસ બંધનું એલાન કરવામાં આવ્યું છે. જમીન બચાવો આદિવાસી બચાવો લઇને આજે કેવડિયા થી પદયાત્રા પણ કાઢવામાં આવી હતી. જેમાં મુખ્ય બે આગેવાનોને ડિટેઇન કરવામાં આવતા લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. એક બાજુ આખા રાજ્યની પોલીસ કેવડિયા કોલોની માં ઠાલવાયેલી ઉપરાંત સમગ્ર ભારતની સુરક્ષા એજન્સીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેવાના હોય તે વચ્ચે જ બંધનું એલાન આવી જતા સરકારનો ધોળે દિવસે ફજેતો થયો છે. નર્મદા ડેમ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ટેન્ટ સિટી, ભારત ભવન અને રેલવે સ્ટેશન જેવા પ્રોજેક્ટ્સમાં આદિવાસીઓની જમીનો સંપાદન કરવામાં આવી રહી છે. જેને લઇને અસરગ્રસ્ત આદિવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’

અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ

ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ

ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી

ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી

Embed widget