શોધખોળ કરો

Panchmahal: પાવાગઢ દર્શને આવતા દર્શનાર્થીઓને હવેથી પગથિયાં ચઢવા-ઉતરવાથીમાંથી મળશે મુક્તિ

પંચમહાલ:  જિલ્લાનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ દર્શને આવતા દર્શનાર્થીઓને હવેથી પગથિયાં ચઢવા-ઉતરવાથી મુક્તિ મળશે. મંદિર પ્રશાસન દ્વારા 20 કરોડના ખર્ચે બે લિફ્ટનું નિર્માણ કરવામાં આવશે.

પંચમહાલ:  જિલ્લાનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ દર્શને આવતા દર્શનાર્થીઓને હવેથી પગથિયાં ચઢવા-ઉતરવાથી મુક્તિ મળશે. મંદિર પ્રશાસન દ્વારા 20 કરોડના ખર્ચે બે લિફ્ટનું નિર્માણ કરવામાં આવશે. ખાસ કરીને આ લિફ્ટની સેવા દિવ્યાંગો અને સિનિયર સિટીઝન માટે ઉપયોગી નીવડશે.

પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે 500 વર્ષ બાદ મંદિરના શિખર પર ઐતિહાસિક ધ્વજારોહણ અને મંદિરના જીર્ણોદ્ધાર બાદ દર્શનાર્થીઓની સંખ્યામા સતત વધારો થઈ રહ્યો છે. યાત્રાળુઓની વધતી સંખ્યાને જોતાં મંદિર પ્રશાસન દ્વારા પણ સુચારુ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે પાવાગઢનાં છાસિયા તળાવ રોપ-વે અપર સ્ટેશનથી મંદીર પરિસર સુઘી જવા માટે બે હાઈ સ્પીડ લિફ્ટનું નિર્માણ કરવામાં આવશે. જે લિફ્ટની મદદથી દિવ્યાંગ અને સિનિયર સિટીઝન યાત્રાળુ મંદિર પરિસર સુઘી પહોચી શક્શે.

હાલ રોપ વે સ્ટેશનથી નિજ મંદીર સુઘી પહોંચવા માટે યાત્રાળુઓને 400 જેટલાં પગથિયાં ચઢવા પડે છે. રૂપિયા 20 કરોડનાં ખર્ચે તૈયાર થનાર લીફ્ટની ઊંચાઈ 70 મીટરની રહશે. એક લિફ્ટમાં એક સાથે 20 યાત્રિકો સવાર થઇ શકશે. એમ બે લીફ્ટમાં 40 યાત્રિકો એક સાથે સવાર થઇ મંદીર પરિસર સુઘી પહોચી શકશે. લિફ્ટ સંપૂર્ણપણે આત્મનિર્ભર ભારતના કોન્સેપ્ટ મુજબ અમદાવાદની લિફ્ટ નિર્માણમાં નિષ્ણાત એજન્સી દ્વારા બનાવવામાં આવી રહી છે. એક વર્ષમાં લિફ્ટની સંપૂર્ણ કામગીરી પુર્ણ કરી તૈયાર કરવામાં આવશે. આ તરફ મંદિર ટ્રસ્ટનાં નિર્ણયને ભકતો તેમજ કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચોહાણએ સરાહનીય ગણાવ્યો અને જલ્દીથી માય ભક્તોને લિફ્ટની સુવિધા મળી રહે તેવી આશા વ્યકત કરી.

ભાજપની કારોબારીમાં ભાગ લેવા આવતા હોદ્દેદારો હોટલ કે ફાર્મ હાઉસમાં નહીં રોકાઈ શકે

ગાંધીનગર: ગુજરાત ભાજપની કારોબારી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. કારોબારીની બેઠક અંગે ભાજપે મહત્વનો નિર્ણય લીધો છે. કારોબારી બેઠકમાં આવનાર આગેવાનોએ કાર્યકરોના ઘરે રોકાણ કરવાનું રહેશે. કોઈ હોટલ, ફાર્મ હાઉસમાં રોકવાના બદલે કાર્યકરોના ઘરે રોકાવાનું નક્કી કરવામાં આવ્યું છે. કાર્યકરો સાથે આત્મીયતા વધે અને કાર્યકરોનું માનસન્માન વધે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. 700 હોદ્દેદારો ભાજપની કારોબારીમાં સામેલ થશે. તેમને જણાવી દઈએ કે, કારોબારીની બેઠ આગામી 23 અને 24મી જાન્યુઆરીએ સુરેન્દ્રનગર ખાતે યોજાશે.

ગુજરાતના આ શહેરમાં કેમ બનાવાઈ પીએમ મોદીની સોનાની મૂર્તિ ? 

કઈંક નવું કરવા દેશભરમાં જાણીતા સુરતે આ વખતે કોઈએ વિચાર્યું પણ ન હોય તેવું કર્યુ છે. ડાયમંડ નગરી તરીકે ઓળખાતા સુરતમાં 156 ગ્રામ સોનામાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂર્તિ બનાવાઇ છે. ગુજરાતમાં 156 સીટ જીત બદલ આ મૂર્તિ બનાવવામાં આવી છે. મૂર્તિને બનાવવામાં 7 મહિના લાગ્યા છે. 15 થી 20 કારીગરોએ આ મૂર્તિ બનાવવા મહેનત કરી છે. આ મૂર્તિની અંદાજીત કિંમત રૂપિયા 11 લાખ છે. રાધિકા ચેન્સ કંપનીમાં મૂર્તિ બનાવવામાં આવી છે.

ગુજરાત વિધાનસભામાં શું આવ્યું પરિણામ

ડિસેમ્બર 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182માંથી રેકોર્ડ બ્રેક 156 સીટ જીતી હતી. ગુજરાતના ઈતિહાસમાં કોઈપણ રાજકીય પક્ષને આજદિન સુધી આટલી સીટ મળી નથી. કોંગ્રેસને 17, રાજ્યમાં પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી લડતી આમ આદમી પાર્ટીને 5 અને અન્યને 4 બેઠક મળી હતી. 

સ્કૂટી પર કપલે કર્યો રોમાંસ, લખનઉનો વીડિયો થયો વાયરલ

આધુનિક સમય સાથે, ઘણા લોકો ઝડપથી બદલાતા જોવા મળે છે. હાલમાં જ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં આવું જ એક કપલ રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યું છે. જેને લઈને હાલમાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. મોટાભાગના યુઝર્સનું કહેવું છે કે લખનઉમાં આવું કરવું બેદરકારી અને બેશરમીથી ઓછું નથી. લખનૌના હઝરતગંજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હઝરતગંજના એક વ્યસ્ત રોડ પર સ્કૂટી પર સવાર એક યુવક-યુવતી પોતાનો જીવ જોખમમાં મુકીને અશ્લીલ હરકતો કરતું જોવા મળ્યું હતું. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી વીડિયોમાં જોઈ શકાય છે કે એક કપલ ચાલતી સ્કૂટી પર એકબીજાને કિસ કરી રહ્યું છે. યુવતી યુવકના ખોળામાં બેઠી હતી. આ કેસમાં યુવકની ધરપકડ કરવામાં આવી છે.

મોટર વ્હીકલ એક્ટ અને અશ્લીલતા ફેલાવવાનો આરોપ

મોટર વ્હીકલ એક્ટ અને અશ્લીલતા ફેલાવવાના આરોપમાં યુવક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ કપલનો વીડિયો તેમને ફોલો કરતા લોકોએ બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને સીસીટીવી કેમેરાની મદદથી યુવકને શોધી કાઢવામાં સફળ રહી હતી. હઝરતગંજ ઈન્ટરસેક્શન પાસે એક યુવક અને યુવતી સ્કૂટી પર ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહ્યાં છે. સ્કૂટી ચલાવતા યુવકના ખોળામાં બેઠેલી યુવતી યુવકને કિસ કરતી જોવા મળે છે. મંગળવારે મોડી સાંજે વીડિયો વાયરલ થયા બાદ યુપી પોલીસના ટ્વિટર હેન્ડલ પરથી સ્કૂટી સવાર યુવકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત
Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત
Embed widget