નવસારી: રેતી ભરેલું ડમ્પર ખાલી કરતા સમયે હાઇટેન્શન લાઈનને અડી જતા કરન્ટ લાગતા બે યુવકોના મોત
નવસારી: જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલ મંદિર ગામ નજીક એક ગોજારી ઘટના સામે આવી છે. મંદિર ગામ પાસે રેતી ઠાલવતી વખતે ડમ્પર હાઇટેન્શન લાઈનને અડી જતા બે લોકોના કરંટ લાગવાથી મોત થયા છે.
નવસારી: જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલ મંદિર ગામ નજીક એક ગોજારી ઘટના સામે આવી છે. મંદિર ગામ પાસે રેતી ઠાલવતી વખતે ડમ્પર હાઇટેન્શન લાઈનને અડી જતા બે લોકોના કરંટ લાગવાથી મોત થયા છે. ડમ્પરમાં બેઠેલા યોગેશ કરસન ઓડ અને એમની સાથે આવેલ ક્લીનરનું કરંટ લાગવાથી ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. ઘટનાની જાણ પોલીસને થતા જ બન્ને મૃતદેહોનો કબજો લઇ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા. તો બીજી તરફ ડમ્પર ચાલકનો આબાદ બચાવ થયો છે.
સાબરકાંઠા: રેડ કરવા ગયેલી પોલીસ પર ફાયરિંગ,એલસીબી અને એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળે
સાબરકાંઠા: પોશીનામાં પોલીસકર્મી પર ફાયરિંગની ઘટના સામે આવી છે. પોશીનાના ગૌરી ગામે ૩ પોલીસકર્મી પર ફાયરીંગ કરવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પોશીનાના કાલીકંકરનાં ગૌરી ફળોમાં કાર્યવાહી કરવા ગયેલ પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે. ગૌરી ગામે રેડ કરવા ગયેલ પોલીસ પર પહેલાથી જ સંતાડેલ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે.
દેશી બંદૂક વડે ફાયરીંગ કરતા એક પોલીસ કર્મીને પગમાં ઈજા પહોંચી જ્યારે અન્ય બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. હાલમાં ઘાયલ પોલીસ કર્મીઓને હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા છે. ઘટનાની ગંભીરતાને લઈને એલસીબી, એસઓજી ઘટના સ્થળે જવા રવાના થઈ છે. આ ઉપરાંત સ્થાનિક પોલીસ સહિત આજુબાજુની પોલીસને ખડકી દેવામાં આવી છે. આરોપીએ જાણો પોલીસને ખુલો પડકાર ફેંક્યો હોય તેમ હુમલ કર્યો છે.
કચ્છ: નાના ભાઈએ મોટા ભાઈની કરી હત્યા, કારણ જાણશો તો ચોંકી જશો
કચ્છ: રાપર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં સગા ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખી છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. રાપરના ગામમાં નાના ભાઈએ જ મોટા ભાઈને પતાવી દઈ લાશને કૂવામાં નાખી દીધી હતી. આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર સાટામાં આપેલી દિકરીને વળાવવામાં વિલંબ કરતા સગા ભાઈએ જ મોટા ભાઈને પતાવી દીધો હતો. મૃતકે ભાઈના લગ્ન કરાવી સાટામાં દીકરી પરણાવેલી હતી. દીકરીને સાસરે વળાવવામાં મોટો ભાઈ વિલંબ કરતો હોવાથી બંને ભાઈઓ વચ્ચે અવર નવર બોલાચાલી થતી. આખરે કંટાળીને નાનાભાઈએ મોટા ભાઈની હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દીધી હતી. હાલ પોલીસે આરોપીને પકડી આગળની કાર્યવાહી શરૂ કરી છે.