શોધખોળ કરો
Advertisement
ગુજરાતના કયા વિસ્તારમાં અચાનક જોવા મળ્યો વાતાવરણમાં પલટો? વરસાદ થાય તેવા એંધાણ ? જાણો વિગત
અમરેલીના વડેરા, રંગપુર, બરવાળા સહિતના ગામોમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું. બગસરામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. આ ઉપરાંત ગ્રામીણ પંથકના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.
અમરેલીઃ પોરબંદરમાં અરબી સમુદ્રમાં લો-પ્રેશરના પગલે પોરબંદર સહિત સૌરાષ્ટ્રનો દરિયો તોફાની બનશે અને આગામી સમયમાં સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડશે તવું હવામાન વિભાગે જણાવ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં કપરાડા, વાપી, નવસારી સહિતના વિસ્તારોમાં શુક્રવારે સાંજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જ્યારે આજે બપોરે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઉપરાંત જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા.
અમરેલીના વડેરા, રંગપુર, બરવાળા સહિતના ગામોમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું. બગસરામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. આ ઉપરાંત ગ્રામીણ પંથકના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. વરસાદના કારણે રોડ પર પાણી વહેતા થયા હતા. વરસાદથી કપાસ સહિતના પાકને મોટા પાયે નુકસાન થયું છે. તાલાલા, મેંદરડા, સાસણ અને માલિયા ગીરના ગામોમાં વરસાદી ઝાપટા પડતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હતો.
ચોમાસાની ઋતુએ વિદાઈ લઈ લીધી છે અને દિવાળીના તહેવારને ગણતરીને દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે વરસાદથી ખેતી પાકમાં જીવાતનો ઉપદ્રવ વધી શકે છે. અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાવાના કારણે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં પડવાની આગાહી અપાઈ છે.
અરબી સમુદ્રમાં સાઈક્લોનીક સરક્યૂલેશના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પવનની ગતિમાં પણ વધારો થશે. આજથી બે દિવસ દરમિયાન છુટા છવાયા ઝાપટાંની સાથો સાથ દરિયો પણ તોફાની બનશે અને ભારે પવન ફૂકાશે તેવું પણ જણાવાયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement