(Source: Poll of Polls)
Unseasonal Rain: કચ્છમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, વીજળી પડતાં એક યુવતનું મોત
કમોસમી વરસાદની હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગત સમી સાંજથી વાગડના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાંજે ગાજવીજ સાથે ઝરમર વરસાદ શરૂ થયો હતો.
Unseasonal Rain:કમોસમી વરસાદની હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગત સમી સાંજથી વાગડના વાતાવરણમાં પલટો આવ્યો હતો.સાંજે ગાજવીજ સાથે ઝરમર વરસાદ શરૂ થયો હતો.
કમોસમી વરસાદની હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગત સમી સાંજથી વાગડના વાતાવરણમાં પલટો આવ્યો હતો.
સાંજે ગાજવીજ સાથે ઝરમર વરસાદ શરૂ થયો હતો. જોરદાર ગાજવીજ સાથે વરસાદ પડતાં ચોમાસા જેવું હવામાન જોવા ણળ્યું હતું. કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડતાં 26 વર્ષના યુવકનું મોત થયું છે. કચ્છના પડતાં જાટાવાડા ગામે ગાજવીજ સાથે વરસાદ દરમિયાન વીજળી પડતાં યુવકનું મોત થયું હતું.
રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ મોડી રાત્રે પાટણ જિલ્લામાં જોવા મળ્યો વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. પાટણ, રાધનપુર, સાંતલપુર વિસ્તારમાં મોડી રાત્રે વીજળીના કડકા સાથે છુટા છવાયા છાંટા પડ્યાં હતા. સાંતલપુરના ધોકાવાડા ગામે મોડી રાત્રે વીજળી પડતાં ખેતર વચ્ચે કાપણી કરેલ જીરુંના ઢગલા બળીને ખાક થઇ ગયા હતા. ઉપરાંત જીરાના તૈયાર થયેલા પાક પર વીજળી પડતા ખેડૂતને આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદના કારણે તૈયાર થઇ ગયેલા પાકને નુકસાન થતાં ખેડૂતને મોઢે આવેલો કોળિયો છીનવાયો હોય તેવી સ્થિતિ સર્જાઇ રહી છે.
આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું મેવાસા જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો કેસર કેરીના બગીચાદાર છે કેસર કેરીનો ગઢ અમરેલી જિલ્લો ગણવામાં આવે છે દોઢ વર્ષ પહેલાં તોકતે વાવાઝોડાએ કહેર મચાવી દીધો હતો તેના કારણે ખેડૂતોને બહુ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો કેસર કેરીના આંબાના ઝાડ જમીનદોસ્ત થયા હતા ત્યારે અમુક આંબાના ઝાડ ભાંગી ગયા હતા પરંતુ ગયા વર્ષે પણ કેરીમાં ઉત્પાદન નહિવત હતું આ વર્ષે ખેડૂતોને મોટી આશાઓ હતી આ વર્ષ ગયા વર્ષનું વળતર મળી જશે પરંતુ અચાનક વાતાવરણમાં પલટો આવતા પવન સાથે કમોસમી વરસાદ ખાબકતાં બગીચાદારો નો પ્રથમ ફાલ ખરી ગયો છે કેસર કેરીના બગીચાદારોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે
કેસર કેરીના આંબા ઉપર મોર આવતાની સાથે ઇજારાદારો ખેડૂતો પાસેથી મોર જોતા બગીચાનો ઇજારો રાખતા હોય છે ત્યારે આ વર્ષે વાતાવરણ ખૂબ સારું હોવાને કારણે આંબા ઉપર લુમે જુમે મોર આવ્યા હતા પરંતુ કમનસીબે બપોર બાદ પવન ફૂંકાતા કેસર કેરીના આંબા ઉપર આવેલો પ્રથમ ફાલ ખરી ગયો. હવામાન વિભાગની આગાહીને પગલે અમરેલી જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના હતી અચાનક અમરેલી જિલ્લાના ગ્રામીણ પંથકોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો ધારી ગીર પંથકના ગામડાઓમાં પવન સાથે કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા તેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે રવિ સીઝન હોવાને કારણે ચણા ઘઉં સહિતના પાકને પણ નુકસાન થયું છે