Unseasonal Rain: બનાસકાંઠા જિલ્લામાં માવઠાનો માર, મગફળી સહિતના રવિ પાકોને મોટા નુકસાનની ભીતી
Unseasonal Rain: આજે 136 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. બનાસકાંઠાના ડીસામાં 2 ઇંચથી વધુ, અમીરગઢમાં સવા ઇંચ, દિયોદર, સુઈગામ, ધાનેરા, થરાદ, દાંતીવાડા, લાખણીમાં હળવો-મધ્યમ વરસાદ ખાબક્યો છે

Unseasonal Rain: છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ઠેક-ઠેકાણે કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. સૌરાષ્ટ્રથી લઇને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત છે, પરંતુ હવે ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને અમદવાદ-ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડતાં ખેડૂતોને મોટુ નુકસાન પહોંચ્યુ છે.
ગુજરાતમાં હવામાનમાં જોરદાર પલટો આવ્યો છે, શિયાળામાં ચોમાસા જેવો માહોલ છવાયો છે. તાજા અપડેટ પ્રમાણે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાત પર માવઠાનો મારો શરૂ થયો છે. છેલ્લા 24 કલાકથી બનાસકાંઠા જિલ્લામાં માવઠાનો માર યથાવત છે. જિલ્લામાં ડીસામાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે, અમીરગઢમાં દોઢ ઈંચ વરસાદ અને દાંતીવાડામાં એક ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ધાનેરા, લાખણી, કાંકરેજમાં પણ વરસાદી માહોલ યથાવત છે. માવઠાથી જિલ્લાના બાજરી, મગફળી, જુવાર સહિતના પાકને નુકસાનની ભીતી સેવાઇ રહી છે.
સવારે 6 વાગ્યા સુધી 136 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. બનાસકાંઠાના ડીસામાં 2 ઇંચથી વધુ, અમીરગઢમાં સવા ઇંચ, દિયોદર, સુઈગામ, ધાનેરા, થરાદ, દાંતીવાડા, લાખણીમાં હળવો-મધ્યમ વરસાદ. 17 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ કમોસમી વરસાદ. રાજ્યમાં સીઝનનો 125%થી વધુ વરસાદ થયો, જેમાં કચ્છ (148%), દક્ષિણ ગુજરાત (130%), ઉત્તર ગુજરાત (123%), પૂર્વ-મધ્ય ગુજરાત (123%) અને સૌરાષ્ટ્ર (117%)માં વધુ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી વાતાવરણ ઠંડુગાર, પરંતુ ખેડૂતોની ચિંતા વધી. IMDએ માછીમારોને ચેતવણી આપી, અને સરકાર રાહતની તૈયારીમાં છે.
ગુજરાતમાં હુજ પણ કમોસમી વરસાદની આગાહી
31 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રમાં ઓરેન્જ, દક્ષિણ ગુજરાતમાં યલો IMDના બુલેટિન મુજબ, અરબી સમુદ્રમાં લો-પ્રેશર અને મોન્સૂન ટ્રફને કારણે વરસાદ ચાલુ રહેશે। આજે અમરેલી અને ભાવનગરમાં ભારે-અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ, જ્યારે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, પોરબંદર, દીવ, જામનગર, રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છ, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ. 30-31 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રમાં ઓરેન્જ અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ ચાલુ રહેશે। માછીમારોને 31 ઓક્ટોબર સુધી દરિયામાં ન જવાની સૂચના, કારણ કે પવનની ઝડપ 30-40 કિમી/કલાક સુધીની રહેશે.





















