શોધખોળ કરો
Advertisement
વલસાડ: સુરવાડાના દરિયામાં ચાર વિદ્યાર્થીઓ તણાતા ત્રણનાં ડૂબી જવાથી મોત, એક લાપતા
દરિયાના પાણીમાં બે છોકરા અને બે યુવતીઓ પાણીમાં તણાયા હતા. એક યુવકને શોધવાની કામગીરી શરૂ કરી હતી.
વલસાડ: વલસાડના સુરવાડામાં દરિયામાં 4 લોકો તણાયા હતા. જેમાંથી ત્રણના મોત થયા છે. ત્રણ લોકોની લાશ મળી આવી છે. જ્યારે એક યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે. દરિયાના પાણીમાં બે છોકરા અને બે યુવતીઓ પાણીમાં તણાયા હતા. ઘટનાને પગલે પોલીસનો કાફલો પણ આવી પહોચ્યો હતો અને સ્થાનિકોની સાથે યુવકને શોધવાની કામગીરી શરૂ કરી હતી.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે બે વિદ્યાર્થી અને બે વિદ્યાર્થિનીઓ વલસાડની એન એચ શાહ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતાં હતા અને તેઓ મોટા સુરવાડા ગામના દરિયા કિનારે ફરવા માટે ગયા હતાં. વિદ્યાર્થીઓ જ્યારે દરિયામાં ગયા ત્યારે ઓટ હતી. બાદમાં અચાનક ભરતી આવી ગઈ હતી. જેમાં તણાઈ ગયા હતા.
મૃતકોના નામ
1.નિલ એમ ભટ્ટ ભદેલી
2.રુસ્મિતા દેશમુખ મોગરવાડી
3.નિલીમાં રામવાડી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement