શોધખોળ કરો

Vande Bharat: વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો સતત બીજા દિવસે અકસ્માત, ગાય સાથે અથડાઈ

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો સતત બીજા દિવસે અકસ્માત થયો છે.  ગુજરાતના આણંદ સ્ટેશન નજીક શુક્રવારે વંદે ભારત એક્સપ્રેસ ગાય સાથે અથડાઈ હતી.

Vande Bharat:  વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો સતત બીજા દિવસે અકસ્માત થયો છે.  ગુજરાતના આણંદ સ્ટેશન નજીક શુક્રવારે વંદે ભારત એક્સપ્રેસ ગાય સાથે અથડાઈ હતી, જેના કારણે ટ્રેનના આગળના ભાગને નજીવું નુકસાન થયું હતું. દુર્ઘટના સમયે ટ્રેનનો ડ્રાઈવર સંપૂર્ણ સતર્ક હતો. તેણે તરત જ ટ્રેનની વ્હીસલ વગાડી અને બ્રેક લગાવી, પરંતુ રિસ્પોન્સનો સમય ઓછો હતો. આ અકસ્માત ગાંધીનગર-મુંબઈ વચ્ચે થયો હતો. બે દિવસમાં આ બીજો અકસ્માત છે. એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે નવી શરૂ થયેલી સેમી-હાઈ સ્પીડ ટ્રેન ચાર ભેંસ સાથે અથડાઈ હતી. જેમાં ટ્રેનના આગળના ભાગને જ નુકસાન થયું હતું. જેને 20 મિનિટ બાદ રવાના કરવામાં આવી હતી.

રેલ્વે અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ટ્રેનને કોઈ મોટું નુકસાન થયું નથી, સિવાય કે તેની આગળની પેનલ પર એક નાનો ઘોબો પડ્યો હતો. આ ઘટના શુક્રવારે બપોરે 3:48 કલાકે મુંબઈથી લગભગ 432 કિલોમીટર દૂર આણંદ નજીક બની હતી. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે આ વાતની પુષ્ટિ કરી હતી. તેણે જણાવ્યું કે ટ્રેનના આગળના ભાગમાં એક નાનો ઘોબો પડ્યો છે.  તમામ મુસાફરો સુરક્ષિત છે. તમને જણાવી દઈએ કે 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેમી હાઈ સ્પીડ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. 6 દિવસ બાદ ટ્રેન સતત બે વખત અકસ્માતનો શિકાર બની રહી છે. સદનસીબે બંને દિવસે બનેલા અકસ્માતમાં મુસાફરોને કોઈ જાનહાનિ થઈ ન હતી.

એક્સપ્રેસ કોચિંગ કેર સેન્ટરમાં રાતોરાત સમારકામ કરવામાં આવ્યું હતું

આગલા દિવસે થયેલા અકસ્માતમાં ટ્રેનના આગળના ભાગને જ નુકસાન થયું હતું. યાત્રીઓને 20 મિનિટમાં જરુરી સમારકામ કર્યા બાદ કોઈપણ પ્રકારના નુકસાન વિના રવાના કરવામાં આવ્યા હતા. આ ટ્રેન ક્ષતિગ્રસ્ત થયાના થોડા સમય બાદ રવાના કરવામાં આવી હતી. જે બાદ ક્ષતિગ્રસ્ત વંદે ભારત એક્સપ્રેસનો આગળનો ભાગ કોચિંગ કેર સેન્ટરમાં રાતોરાત રિપેર કરવામાં આવ્યો હતો. ગાંધીનગર-અમદાવાદ સેક્શનની ટ્રેનની સ્પીડ 160 કિમી પ્રતિ કલાક સુધી વધારવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.

ભેંસના માલિક સામે FIR નોંધાઈ

ગુરુવારે મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ સાથે અથડાઈ ગયેલી ભેંસોના માલિકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. માલિકોને પકડવા માટે સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી રહી છે. આ અકસ્માત ગેરતપુર અને વટવા સ્ટેશન વચ્ચે થયો હોવાનું જાણવા મળે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મZakir Hussain Death : પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનનું 73 વર્ષની વયે નિધનHun To Bolish : હું તો બોલીશ : કોણ બગાડે, કોણ સુધારે?Hun To Bolish : હું તો બોલીશ  : ધારાસભ્યો સામે અસંતોષ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
નવા વર્ષ પર નવી ઓફર,  Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
નવા વર્ષ પર નવી ઓફર, Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
શિયાળામાં વોટર હીટરથી ગરમ કરો છો પાણી, તો આ બાબતોનું  રાખો ધ્યાન, નહી તો થશે દુર્ઘટના
શિયાળામાં વોટર હીટરથી ગરમ કરો છો પાણી, તો આ બાબતોનું રાખો ધ્યાન, નહી તો થશે દુર્ઘટના
Embed widget