Vibrant Gujarat Global Summit 2024: PM મોદી ગિફ્ટ સીટી પહોંચ્યા, વ્યાપાર જગતના પ્રમુખ લોકો સાથે કરશે બેઠક
Vibrant Gujarat Global Summit 2024:ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 10 જાન્યુઆરી, 2024ના રોજ સવારે 9.45 વાગ્યે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે
LIVE
Background
Vibrant Gujarat Global Summit 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન કરશે. 10મી ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાશે. આ વર્ષની વાઇબ્રન્ટ સમિટની થીમ ગેટવે ટુ ધ ફ્યુચર છે. સમિટમાં 34 દેશો અને 16 સંસ્થાઓ ભાગ લેશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 10 જાન્યુઆરી, 2024ના રોજ સવારે 9.45 વાગ્યે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ભાગ લેશે. પીએમ મોદીએ કહ્યું કે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આત્મનિર્ભર ભારત માટે સમૃદ્ધ ગુજરાતના વિઝન સાથે નવી ઊંચાઈઓ હાંસલ કરવાનું ચાલુ રાખશે. ગુજરાતના સીએમએ કહ્યું હતું કે સમિટ એ આપણા વડા પ્રધાનના વિઝન મુજબ વિકાસ અને સામાજિક-આર્થિક વૃદ્ધિ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં 4 દેશના રાષ્ટ્રપ્રમુખની સાથે 200 કંપનીઓના સીઇઓ આવશે. જેમાં 75 જેટલા સીઇઓ ગ્લોબલ કંપનીઓના પણ આવશે.
મહાત્મા મંદિર ખાતે વિદેશી મહેમાનો અને વિવિધ રાષ્ટ્રના વડાઓ સાથે ફોટોશૂટ યોજાશે. મહાત્મા મંદિરમાં PM મોદી ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી સાથે મંત્રણા કરશે. વિવિધ રાષ્ટ્રના વડાઓ અને વિદેશી મહેમાનો સાથે PM મોદી ભોજન કરશે. આવતીકાલે પણ PM મોદી ગ્લોબલ CEO સાથે બેઠક કરશે અને ગિફ્ટ સિટીની મુલાકાત લેશે. ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ફિંટેક લીડરશિપ ફોરમ સાથે PM મોદી સંવાદ કરશે . ગિફ્ટ સિટીથી PM મોદી સીધા અમદાવાદ એરપોર્ટ અને ત્યાંથી દિલ્હી જવા રવાના થશે
10 જાન્યુઆરીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ
9 કલાકે રાજભવનથી PM મોદી મહાત્મા મંદિર જવા નીકળશે
9:10 કલાકે PM મોદી મહાત્મા મંદિર પહોંચશે
9:15 થી 9:35 કલાક દરમિયાન 3 ગ્રુપ ફોટોગ્રાફ સેશન
9:40થી 12:15 કલાક દરમિયાન 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદઘાટન કરશે PM
12: 15થી 1: 40 દરમિયાન મહાનુભાવો સાથે PM મોદી ભોજન કરશે
1:40થી 1:50 દરમિયાન અધિકારીઓ સાથે બ્રિફિંગ
1:50થી 2:20 ચેક રિ પબ્લીકના પ્રધાનમંત્રી સાથે મંત્રણા
2:30થી 2:45 ગ્લોબલ સીઇઓ સાથે PM મોદી કરશે બેઠક
2:45થી 4:45 કલાકનો સમય અનામત રખાયો છે
4:50 કલાકે ગિફ્ટ સિટી જવા રવાના
5:10 કલાકે PM મોદી ગિફ્ટ સિટીમાં પહોંચશે
5:15થી 6:45 કલાક દરમિયાન ગ્લોબલ ફિંટેલ લીડરશિપ ફોરમના કાર્યક્રમમાં હાજરી આપશે
6:50 કલાકે ગિફ્ટ સિટીથી PM મોદી એરપોર્ટ જવા નીકળશે
7:15 કલાકે PM મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચશે
7:20 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદથી દિલ્હી કવા રવાના થશે
8:45 કલાકે PM મોદી દિલ્હી પહોંચશે
Vibrant Gujarat Global Summit 2024:સંમેલનમાં 34 ભાગીદાર દેશ અને 16 ભાગીદાર સંગઠન સામેલ
પીએમ મોદી ગાંધીનગરમાં ગિફટ સિટી પહોંચ્યાં છે. અહીં PM વૈશ્વિક કંપનીઓના અધિકારીઓ સાથે પ્રધાનમંત્રી બેઠક કરશે. ગિફ્ટ સિટીમાં વ્યાપાર જગતના પ્રમુખ લોકો સાથે બેઠક કરશે. આ સંમેલનમાં 34 ભાગીદાર દેશ અને 16 ભાગીદાર સંગઠન સામેલ છે
વન વર્લ્ડ, વન ફેમિલી, વન ફ્યૂચરનો સિદ્ધાંત આવશ્યકઃ પીએમ મોદી
પીએમ મોદીએ જણાવ્યુ કે, ભારત-UAE વચ્ચે મહત્વના MOU થયા છે. ભારત-આફ્રિકા વચ્ચેના સંબંધો મજબૂત થયા છે. ભારતનું દરેક ક્ષેત્ર પર ફોકસ રહ્યું છે. G-20 સમિટમાં આફ્રિકન યુનિયનને સદસ્યતા છે. દેશ દરેક ક્ષેત્રમાં તેજીથી વિકાસ કરી રહ્યો છે. આ સમિટે નવા આઈડીયાને પ્લેટફોર્મ આપ્યુ છે. ગ્લૉબલ ફ્યુચર માટે ભારતે દુનિયાને રોડમેપ આપ્યો છે. વન વર્લ્ડ, વન ફેમિલી, વન ફ્યૂચરનો સિદ્ધાંત આવશ્યક છે. ભારત વિશ્વ મિત્રની ભૂમિકામાં આગળ વધ્યુ છે. વિશ્વ કલ્યાણ માટે ભારતની પ્રતિબદ્ધા, નિષ્ઠા અને ભારતનો પ્રયાસ છે. વિશ્વ કલ્યાણ માટે ભારતનો પ્રયાસ વિશ્વને સમૃદ્ધ બનાવે છે.
પીએમની ગુજરાતને 'વાઈબ્રન્ટ ગિફ્ટ'
પીએમ મોદીએ સંબોધનમાં આગળ જણાવ્યુ હતુ કે, વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટમાં તમામ લોકોને આવકારુ છે, વાઈબ્રન્ટ ગ્લૉબલ સમિટમાં મોદી મોદી થયુ હતુ. વાઈબ્રન્ટ સમિટના મહેમાનોનો PMએ માન્યો આભાર. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદઘાટન કર્યુ અને ગુજરાતને 'વાઈબ્રન્ટ ગિફ્ટ' આપી હતી. આગળના 25 વર્ષના લક્ષ્ય પર ભારતનું કામ ચાલી રહ્યું છે. આઝાદીના 100 વર્ષમાં વિકસિત ભારતનું લક્ષ્ય છે. હવેના 25 વર્ષ ભારત માટે અમૃતકાળ રહેશે. નવા સપના, નવા સંકલ્પનો કાર્યકાળ છે. હવેના 25 વર્ષ ભારત માટે ખુબ મહત્વના છે.
વાઇબ્રન્ટ સમિટમાં પીએમ મોદીનું સંબોધન
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લૉબલ સમિટમાં પીએમ મોદીએ સંબોધન કર્યુ, તેમને સૌથી પહેલા વાઇબ્રન્ટ સમિટમાં પધારેલા તમામ મહેમાનોનું સ્વાગત અને આભાર વ્યક્ત કર્યો હતો. પીએમે કહ્યું કે, મારા ભાઈ UAEના રાષ્ટ્રપતિનો આભાર માનુ છે, ભારત-UAE વચ્ચે આત્મીય સંબંધ છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ગ્લોબલ પ્લેટફોર્મ છે. ભારત-UAEના સંબંધો સતત મજબૂત થયા છે. 25 વર્ષમાં ભારતને વિકસીત બનાવવાનો સંકલ્પ છે. ભારત-UAE વચ્ચે મહત્વના MOU થયા છે.
Vibrant Gujarat Summit 2024 Live: યુકેના લોર્ડ તારિક અહમદનું સમિટમાં સંબોધન
#WATCH | Lord Tariq Ahmad, Minister of State (Middle East, North Africa, South Asia, United Nations and the Commonwealth), UK says "PM Modi, you defined the living bridge between the United Kingdom and India. I want to extend the greetings from my Prime Minister Rishi Sunak, the… pic.twitter.com/Ic1eumfQoS
— ANI (@ANI) January 10, 2024