શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Banaskantha: પૂર ઝડપે આવી રહેલી કાર 6 ફૂટની દીવાલ કૂદી ખેતરમાં પડી, અકસ્માતનો વીડિયો જોઈ રુવાડા ઉભા થઈ જશે

બનાસકાંઠા:  ધાનેરાના સામરવાડા પાસે એક અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ કાર અકસ્માતનો વીડિયો હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ અકસ્માત એટલો શોકીંગ છે કે, વીડિયો જોઈને તમારા રુવાડા ઉભા થઈ જશે.

બનાસકાંઠા:  ધાનેરાના સામરવાડા પાસે એક અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ કાર અકસ્માતનો વીડિયો હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ અકસ્માત એટલો શોકીંગ છે કે, વીડિયો જોઈને તમારા રુવાડા ઉભા થઈ જશે. કારની સ્પીડ એટલી હતી કે જાણો કોઈ રેસિંગ ચાલતી હોય. પૂર ઝડપે આવી રહેલ કાર 6 ફૂટની દીવાલ કૂદી ખેતરમાં પડી હતી.

પૂર ઝડપે આવી રહેલ કારના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પહેલા પેટ્રોલ પંપ પાસે અથડાઈ અને ત્યાર બાદ દિવાલ કૂદીને ખેતરમાં પડી હતી. હાલમાં આ અકસ્માતની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ છે કે, પુર ઝડપે આવી રહેલી કાર હવામાં ઊડવા લાગી  અને દિવાલ સાથે અથડાઈ. જો કે, સારી વાત એ છે કેસ આ અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. અકસ્માત બાદ કારચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. આ ઉપરાંત પેટ્રોલ પંપ પર કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી.

સુરત પોલીસ સ્ટેશનમાં યુવકનું મોત

સુરત: શહેરમાં શંકાસ્પદ કસ્ટોડિયલ ડેથનો બનાવ સામે આવ્યો છે. સારોલી પોલીસ સામે ગંભીર આક્ષેપ લાગ્યા છે. સારોલી પોલીસ દ્વારા ગત રાત્રિના રોજ બાઈક પર ત્રણ સવારી જતા યુવક પૈકી બે યુવકોને પકડી પોલીસ સ્ટેશન ખાતે લઇ જવાયા હતા. આ દરમિયાન સંદીપ ભરતભાઈ વેકરીયાનું પોલીસમાં શંકાસ્પદ રીતે મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે સંદીપના મોતને લઈને પરિવારજનો દ્વારા પોલીસ પર અનેક સવાલો ઉઠાવવામાં આવ્યાં છે. પોલીસ પર યુવકના કસ્ટોડિયલ ડેથનો આરોપ લગાવી નિષ્પક્ષ, ન્યાયી અને તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માગ કરાઈ છે.

મૃતકના સંબંધી મહેશ કાનાણીએ કહ્યું કે, ગત રાત્રે મારા મામાનો દીકરો સંદીપ વેકરીયા ઘરે ન આવ્યો હોવાથી મામાએ ઘણા ફોન કર્યા હતાં. 3થી 4 ફોન રિસિવ ન થયા, પરંતુ તેમ છતા મામા ટ્રાય કરતાં હતાં. આ દરમિયાન 9.11 વાગ્યે સંજય નામના વ્યક્તિએ ફોન ઉઠાવીને કહ્યું કે, સંદીપને સારોલી પોલીસ સ્ટેશનમાં ઈજા થતાં સારવાર માટે સ્મીમેર લઈ ગયા છે. જેથી પરિવારજનો સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં સ્મીમેર હોસ્પિટલમાં 9.35 વાગ્યે ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરાયો હતો

ત્યાર બાદ અમે પરિવારજનો સારોલી પોલીસ સ્ટેશન આવ્યા હતાં. ત્યાં ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓએ કહ્યું કે, સંદીપ અને તેના અન્ય બે યુવકો 3 સવારીમાં પકડ્યાં હતા. જેમાં એક ભાગી ગયો અને આ બે વ્યક્તિને પોલીસ સ્ટેશન લાવ્યા તેમાં બૂટ કાઢતી વખતે લથડી જતાં દિવાલ સાથે માથું અથડાયું હતું. બાદમાં અમે તપાસ કરી તો ત્યાં એવી કોઈ દિવાલ જ નથી કે જ્યાં માથુ અથડાય તો મોત નીપજી શકે. માટે અમારી માગ છે કે આ કેસમાં નિષ્પક્ષ, ન્યાયી અને તટસ્થ તપાસ કરીને અમને સીસીટીવીનું રેકોર્ડિંગ આપવામાં આવે.

યુવકના મોતને લઈ સારોલી પોલીસ પર લાગેલા કસ્ટોડિયલ ડેથના ગંભીર આરોપને સામે ડીસીપી ભક્તિ ઠાકરે જણાવ્યું હતું કે, આખા સુરત સિટીમાં વાહન ચેકિંગની ડ્રાઇવ ચાલે છે. ત્યારે ગઈકાલે સારોલી પોલીસ મથક હદ વિસ્તારમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગની ડ્રાઇવ કરાઈ હતી. સારોલી પોલીસ સ્ટેશનની પાછળ અવધ માર્કેટનો ચેકિંગ પોઇન્ટ પોલીસનો હતો. ત્યારે પોલીસ વાહનોનું ચેકિંગ કરતા હતા. એ સમય દરમિયાન એક બાઈક પર ત્રણ સવારી યુવકો આવતા હતા.

વધુમાં જણાવ્યું હતું કે, પોલીસે સ્મીમેરના આધારે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે અને આ અંગે તપાસ ચાલુ છે. આ આખા રસ્તે અને પોલીસ સ્ટેશન સુધી જેટલા પણ સીસીટીવી આવ્યા છે તે તમામ સીસીટીવી તપાસવામાં આવી રહ્યા છે. મૃતદેહને પેનલ ડોક્ટરથી પીએમ કરાવવાનું પણ નક્કી કરાયું છે. આ તપાસને એ-ડિવિઝનના એસીપીને સોંપવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
Sleeping Tips: શિયાળામાં જો તમે પણ સ્વેટર અને મોજા પહેરીને સૂઇ જાવ છો, તો વાંચો તેનાથી થતા નુકસાન
Sleeping Tips: શિયાળામાં જો તમે પણ સ્વેટર અને મોજા પહેરીને સૂઇ જાવ છો, તો વાંચો તેનાથી થતા નુકસાન
IRCTC: મહાકુંભ માટે અગાઉથી જ બુક થઇ જશે તમારો ટેન્ટ, IRCTC આપી રહી છે સુવિધા
IRCTC: મહાકુંભ માટે અગાઉથી જ બુક થઇ જશે તમારો ટેન્ટ, IRCTC આપી રહી છે સુવિધા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી અધિકારી-કર્મચારી હોવું ગુનો થોડો છેHun To Bolish : હું તો બોલીશ : ફરી શરૂ થયો રઝળતો આતંકExclusive on BZ Group Scam: મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના માયાજાળનો CAએ કર્યો પર્દાફાશPalanpur News: નાઉ સ્ટાર્ટ વે કંપનીના ઝાસામાં મહેસાણાના એક વેપારીએ નાણાં ગુમાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
Sleeping Tips: શિયાળામાં જો તમે પણ સ્વેટર અને મોજા પહેરીને સૂઇ જાવ છો, તો વાંચો તેનાથી થતા નુકસાન
Sleeping Tips: શિયાળામાં જો તમે પણ સ્વેટર અને મોજા પહેરીને સૂઇ જાવ છો, તો વાંચો તેનાથી થતા નુકસાન
IRCTC: મહાકુંભ માટે અગાઉથી જ બુક થઇ જશે તમારો ટેન્ટ, IRCTC આપી રહી છે સુવિધા
IRCTC: મહાકુંભ માટે અગાઉથી જ બુક થઇ જશે તમારો ટેન્ટ, IRCTC આપી રહી છે સુવિધા
Indian Railway: શું વેઇટિંગ લિસ્ટવાળા મુસાફરો રિઝર્વ કોચમાં કરી શકે છે મુસાફરી? રેલવે મંત્રીએ કરી સ્પષ્ટતા
Indian Railway: શું વેઇટિંગ લિસ્ટવાળા મુસાફરો રિઝર્વ કોચમાં કરી શકે છે મુસાફરી? રેલવે મંત્રીએ કરી સ્પષ્ટતા
ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી! પૂરમાં બસો તણાઈ ગઈ, કેરળ અને કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર - વીડિયો
ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી! પૂરમાં બસો તણાઈ ગઈ, કેરળ અને કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર - વીડિયો
PV Sindhu Marriage: બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ ઉદયપુરમાં કરશે લગ્ન, જાણો કયા દિવસે લેશે સાત ફેરા?
PV Sindhu Marriage: બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ ઉદયપુરમાં કરશે લગ્ન, જાણો કયા દિવસે લેશે સાત ફેરા?
મહારાષ્ટ્રમાં કેમ 'ગૃહયુદ્ધ' થઈ રહ્યું છે? જાણો શું છે એકનાથ શિંદેની નારાજગીનું સાચું કારણ
મહારાષ્ટ્રમાં કેમ 'ગૃહયુદ્ધ' થઈ રહ્યું છે? જાણો શું છે એકનાથ શિંદેની નારાજગીનું સાચું કારણ
Embed widget