Vijay Rupani Resignation: ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ આપ્યું રાજીનામું, આવતીકાલે નવા મુખ્યમંત્રીનું નામ નક્કી થશે
Gujarat Cm Resignations latest update: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધા પછી પત્રકાર પરીષદ સંબોધી હતી.

Background
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધા પછી પત્રકાર પરીષદ સંબોધી હતી. તેમણે પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. મારી જેવા નાના કાર્યકરને મુખ્યમંત્રી જેવી મોટી જવાબદારી આપી. ગુજરાતના વિકાસની યાત્રામાં 5 વર્ષમાં મને જે અવસર મળ્યો તે માટે હું પ્રધાનમંત્રીનો આભારી છું. મેં મુખ્યમંત્રીના પદેથી રાજીનામું આપ્યું છે.
નીરિક્ષકો આવશે ગુજરાત
નવા મુખ્યમંત્રીના નામ માટે ભાજપનું કેંદ્રીય પાર્લામેંટ્રી બોર્ડ કરશે નીરિક્ષકોની નિમણૂક. નીરિક્ષકો ગુજરાતમાં આવીને કરશે ચર્ચા. ધારાસભ્ય દળની બેઠકમાં નક્કી કરેલા નામનો પ્રસ્તાવ મુક્યા બાદ થશે નવા મુખ્યમંત્રીની નિયુક્તિ.
કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલનું નિવેદન
કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલે કહ્યું, ભાજપે માત્ર મુખ્યમંત્રી બદલ્યા છે પરંતુ ગુજરાતની સાડા છ કરોડ જનતાએ સરકાર બદલવાનો મૂડ બનાવ્યો છે. મુખ્યમંત્રીનું રાજીનામું ગુજરાતની જનતાને ગુમરાહ કરવા માટે લેવામાં આવેલો નિર્ણય છે. પરંતુ સાચુ પરિવર્તન આગામી વર્ષે ચૂંટણી પછી આવશે, જ્યારે જનતા ભાજપને સત્તામાંથી હટાવી દેશે.





















