રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
હવામાનને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 17 નવેમ્બરથી ઠંડીની અસર જોવા મળશે.
અમદાવાદ : ગુજરાતમાં હવામાનને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 17 નવેમ્બરથી ઠંડીની અસર જોવા મળશે. 17 થી 20 નવેમ્બર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે ઠંડીનો ચમકારો વધશે. ઉત્તર ભારતમાં પણ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે એમ પણ જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રી સુધી પહોંચે શકે તેવી શકયતા છે. ડિસેમ્બર મહિનાની શરુઆતથી રાજ્યમાં કડકડતી ઠંડી પડશે.
મહત્તમ તાપમાન ઘટવાની શકયતા
22 , 23 નવેમ્બરમાં દિલ્હી , હિમાચલ , હરિયાણા અને રાજસ્થાનમાં માવઠું અને બરફ વર્ષાની આગાહી છે. આ અસર ગુજરાતમાં પણ દેખાશે અને ગુજરાતના વાતાવરણ પલટાની શક્યતા છે. 22 થી 24 નવેમ્બર પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે. 25 નવેમ્બર મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપના કારણે ન્યૂનતમ-મહત્તમ તાપમાન ઘટવાની શકયતા છે.
નવેમ્બરના અંતિમ સપ્તાહ અને ડિસેમ્બરની શરૂઆતમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. આ કારણે ગુજરાતમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના હવામાનમાં પલટાની સંભાવના વ્યક્ત કરી છે. 22 નવેમ્બર પછી ઘઉંનું વાવેતર સારૂ થશે.
ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 16 ડીગ્રી રહેવાની શક્યતા
અંબાલાલ પટેલે જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 16 ડીગ્રી રહેવાની શક્યતા રહેશે. સવારના સમયે ઠંડી રહેશે અને 15 ડીગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. ન્યૂનતમ તાપમાન વધી રહ્યું છે અને મહત્તમ તાપમાન ઘટી રહ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે 29 નવેમ્બરથી ઠંડીનો ચમકારો વધી શકે છે. 29 નવેમ્બર પછી ન્યૂનતમ તાપમાન 8 થી 10 ડીગ્રી રહેવાની સંભાવના છે.
બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે
ગુજરાતમાં નવેમ્બર મહિનાને 15 દિવસ થઈ ગયા હોવા છતાં હજુ પણ જોઈએ તેવી ઠંડીની શરૂઆત નથી થઈ. માત્ર વહેલી સવારે અને રાત્રિના સમયે થોડો ઠંડીનો ચમકારો જોવા મળે છે. જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતથી કાતિલ ઠંડી પડવા લાગશે. જેમાં 27 ડિસેમ્બરથી ગુજરાતના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી તો કેટલાક ભાગોમાં 8 ડિગ્રી સુધી જવાની શક્યતા રહેશે. આમ એકંદરે આ વખતે શિયાળામાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે.
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો