શોધખોળ કરો
વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના કયા જિલ્લામાં પડ્યો ધોધમાર વરસાદ? જાણો
હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે દાહોદમાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. ત્યાર બાદ વહેલી સવારે જ ધોધમાર વરસાદ ખાબક્યો હતો

એક બાજુ બફારો વર્તાઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે જેને લઈને ગુજરાતના લોકો મુંઝવણમાં મુકાઈ ગયા છે. ત્યારે દાહોદમાં વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે ગરમીથી લોકોને રાહત મળી હતી. મહત્વની વાત એ છે કે, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતના ઘણાં વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે દાહોદમાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. ત્યાર બાદ વહેલી સવારે જ ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેને કારણે ગરમીમાં લોકોને રાહત મળી હતી. ભારે વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત દાહોદ શહેરના આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતાં જ્યારે ખેતરોમાં પાણી જોવા મળ્યાં હતાં. દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે હવે થોડાં જ દિવસમાં ચોમાસાની સત્તાવાર વિદાય થવાનું હવામાન વિભાગનું અનુમાન છે.
વધુ વાંચો





















