શોધખોળ કરો

ફરી એકવાર મેઘરાજા ગુજરાતના કયા વિસ્તારોને ઘમરોળશે? જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

હવામાન વિભાગ દ્વારા ફરી આગામી 29 અને 30 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેલમાર્ક લો પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશનના કારણે ગુજરાતમાં ફરી વરસાદને લઈને આગાહી કરાઈ

હાલ ગુજરતના અલગ-અલગ વિસ્તારોમાં હળવાથી લઈને ભારે વરસાદી ઝાપટાં પડી રહ્યો છે ત્યારે આગામી બે દિવસ ભારે વરસાદ જોવા મળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ગુરૂવારે ગુજરાતના ઘણાં વિસ્તારોમાં સામાન્યથી લઈ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. હવામાન વિભાગ દ્વારા ફરી આગામી 29 અને 30 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેલમાર્ક લો પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશનના કારણે ગુજરાતમાં ફરી વરસાદને લઈને આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 29 અને 30 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જેમાં 29 ઓગસ્ટે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે 30 ઓગસ્ટે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 29 ઓગસ્ટે ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પાટણ, નવસારી, વલસાડ, તાપી અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત 30 ઓગસ્ટે કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. બીજી બાજુ રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની જળસપાટી 130.04 મીટર પર પહોંચી ચૂકી છે. ઉપરવાસમાં મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમના 10 ગેટ ખોલી 30 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઓમકારેશ્વર ડેમમાં રૂલ લેવલ જાળવવા પાણી છોડાયું અને આ પાણી નર્મદા ડેમમાં પહોંચી રહ્યું છે.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
Embed widget