શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ક્યારે પડશે ગાત્રો થીજવતી ઠંડી? હવામાન વિભાગે કરી મોટી આગાહી
ફ કચ્છમાં ઠંડીની શરૂઆત સાથે ઠંડીનો ચમકારો લોકોએ અનુભવી રહ્યા છે.
અમદાવાદઃ ગુજરાતમાં આજથી હાડ થીજવતી ઠંડીની શરૂઆત થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંત 22 ડિસેમ્બર સુધીમાં ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા પણ વ્યક્ત કરી છે. ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાતા હવે ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ ગુજરાતમાં વધશે અને આગામી 3 દિવસમાં લઘુતમ તાપમાન 2 થી 3 ડીગ્રી સુધી ઘટી શકે છે.
એવામાં અમદાવાદના રિવરફ્રંટ પર મોર્નિંગ વોક, જોગીંગ અને સાયકલિંગ કરવાનો અનેરો લ્હાવો લોકો લઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયુ છે તો આ તરફ કચ્છમાં ઠંડીની શરૂઆત સાથે ઠંડીનો ચમકારો લોકોએ અનુભવી રહ્યા છે.
નલિયામાં ઠંડીનો પારો 12 ડીગ્રી પર પહોંચી ગયો છે. કંડલા એરપોર્ટ પર 13 ડિગ્રી તો ભુજનું તાપમાન 15 ડીગ્રી નોંધાયું છે. સાથે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શિયાળાનો માહોલ જામી રહ્યો છે. રાજકોટમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion