શોધખોળ કરો
ગુજરાતમાં કોરોનાનો કહેર: ગુજરાતના કયા મંત્રીને કયા સીટીની જવાબદારી સોંપવામાં આવી, જાણો
ગુરુવારથી ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી નાખ્યો છે ત્યારે હાલ ગુજરાતમાં 13 કેસ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. જેને લઈને સરકાર સહિત અધિકારીઓ પણ એલર્ટ થઈ ગયા છે.

ગુરુવારથી ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી નાખ્યો છે ત્યારે હાલ ગુજરાતમાં 13 કેસ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. જેને લઈને સરકાર સહિત અધિકારીઓ પણ એલર્ટ થઈ ગયા છે. જેમાં અમદાવાદમાં 6, વડોદરામાં ત્રણ, સુરતમાં બે, ગાંધીનગરમાં એક અને રાજકોટમાં એક કેસ અત્યાર સુધી પોઝિટિવ નોંધાયા છે. જોકે ચાર મોટા શહેરોમાં ફેલાઈ રહેલા કોરોના વાયરસને પગલે ગુજરાત સરકારે મંત્રીઓને જવાબદારી સોંપી છે. કોરોના મામલે ચારેય શહેરો કે જ્યાં પોઝિટિવ કેસ નોંધાયા છે એ શહેરોના નિરીક્ષણની જવાબદારી મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને વડોદરાની જવાબદારી સોંપવામાં આવી છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસામાને રાજકોટ તો કેબિનેટ મંત્રી ગણપત વસાવા સુરતનીજવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે અમદાવાદનું નિરીક્ષણ ગાંધીનગરથી થવાનું છે. તમામ શહેરોમાં મંત્રીઓ દ્વારા સમીક્ષા બેઠક કરવામાં આવશે. આ ઉપરાંત ચારેય શહેરોમાં પ્રભાવી સચિવની નિમણૂંક કરવામાં આવી છે. ચારેય શહેરોમાં પૂર્વ કલેક્ટરને જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટ માટે ડો. રાહુલ ગુપ્તા, વડોદરાનું સુપરવિઝન વિનોદ રાવ, સુરતની જવાબદારી એમ.એસ પટેલ અને અમદાવાદની જવાબદારી પંકજકુમારને સોંપવામાં આવી છે.
વધુ વાંચો





















