શોધખોળ કરો

મોરારિ બાપુ પર હુમલાનો પ્રયાસ કરનાર ભાજપના નેતા પબુભા માણેક કોણ છે? જાણો વિગત

પબુભા માણેક ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય છે. તેઓ સતત સાત ટર્મથી ચૂંટાતા આવ્યા છે.

દ્વારકાઃ ગઈ કાલે દ્વારકા પહોંચેલા મોરારી બાપુ પર પબુભા માણેકે હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલાનો વીડિયો ભારે વાયરલ થયો છે. જેને કારણે આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. મોરારી બાપુ પર હુમલાનો પ્રયાસ કરનાર પબુભા માણેક ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય છે. તેઓ સતત સાત ટર્મથી ચૂંટાતા આવ્યા છે. તેઓ ભાજપમાં જોડાયા તે પહેલાં અપક્ષ અને કૉંગ્રેસ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા હતા. 1990થી સતત ત્રણ ટર્મ સુધી તેઓદેવભૂમિ દ્વારકા (અગાઉ જામનગર) જિલ્લાની દ્વારકા બેઠક ઉપરથી અપક્ષ તરીકે ચૂંટાયા હતા. 2002માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. આ પછી 2007, 2012 અને 2017માં તેઓ ભાજપની સીટ પરથી ચૂંટાયા હતા. પબુભા માણેકને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ધારાસભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. માણેક સ્થાનિક હિંદુ વાઘેર સમુદાય ઉપર પ્રભુત્વ ધરાવે છે. ઓખામંડળ વિસ્તારમાં સમર્થકોની વચ્ચે તેઓ 'ભા'ના નામથી જાણીતા છે. તેઓ ગત ચૂંટણીમાં 5,700 જેટલા મતોથી વિજયી થયા હતા. પરંપરાગત રીતે તેમને ઓખામંડળ વિસ્તારમાંથી સમર્થન મળતું હતું પરંતુ ગત ચૂંટણી વખતે દ્વારકા શહેરના મતદાને તેમની જીત સુનિશ્ચિત કરી હતી. તેઓ જીતી તો ગયા હતા, પરંતુ તેમણે ઉમેદવારી પત્ર ભૂલ કરી હોવાની કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરીયાની રજૂઆત માન્ય રાખીને કોર્ટે ચૂંટણી રદ્દ કરી દીધી હતી. આ ચુકાદા બાદ કૉંગ્રેસના ઉમેદવાર મેરામણભાઈ આહીરે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે 'અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો હતો અને સત્યનો વિજય થયો છે.' પબુભા માણેકે દ્વારકા પહોંચેલા મોરારી બાપુ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. મોરારી બાપુ કૃષ્ણ વિવાદને લઇને માફી માંગવા દ્વારકા પહોંચ્યા હતા. તે દરમિયાન મંદિર ખાતે પબુભા માણેકે મોરારી બાપુ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. પબુભા માણેકે હુમલો કરતા સાંસદ પૂનમ બેન માડમે તેમને રોક્યા હતા. એટલું જ નહી તેમણે મોરારી બાપુને ગાળો પણ આપી હોવાની ચર્ચા છે. મોરારી બાપુ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે સાંસદ પૂનમ માડમ પણ ત્યાં હાજર હતા. કાન્હા મંચ દ્ધારા આ બેઠક રાખવામાં આવી હતી. મહત્વનું છે કે મોરારી બાપુએ પોતાની એક કથામાં કૃષ્ણ ભગવાન અને તેમના ભાઇ બલરામને લઇને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ, જલાલપોરમાં સૌથી વધુ 5.75 ઈંચ વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ, જલાલપોરમાં સૌથી વધુ 5.75 ઈંચ વરસાદ
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર

વિડિઓઝ

Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર
Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Gold Silver Rate: ₹4,000 મોંઘી થઈ ચાંદી, સોનાની કિંમતમાં પણ તેજી, જાણો લેટેસ્ટ રેટ 
Gold Silver Rate: ₹4,000 મોંઘી થઈ ચાંદી, સોનાની કિંમતમાં પણ તેજી, જાણો લેટેસ્ટ રેટ 
ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણી લો પાંચ મોટા નુકસાન! પછી થશે પસ્તાવો
ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણી લો પાંચ મોટા નુકસાન! પછી થશે પસ્તાવો
8th Pay Commission : કેન્દ્રિય કર્મચારીઓના ગ્રેડ પે લેવલ્સના વિલયની માંગ, જાણો સેલેરીમાં વધારાનું ગણિત
8th Pay Commission : કેન્દ્રિય કર્મચારીઓના ગ્રેડ પે લેવલ્સના વિલયની માંગ, જાણો સેલેરીમાં વધારાનું ગણિત
સંસદ માર્ચ પહેલા જંતર-મંતર પર લાઠીચાર્જ, કોકરોચ જનતા પાર્ટીનું પહેલું રિએક્શન, કહ્યું- 'આ તો એકદમ...'
સંસદ માર્ચ પહેલા જંતર-મંતર પર લાઠીચાર્જ, કોકરોચ જનતા પાર્ટીનું પહેલું રિએક્શન, કહ્યું- 'આ તો એકદમ...'
Embed widget