શોધખોળ કરો

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કોને આપશે ટિકિટ, જાણો સીઆર પાટીલે શું કહ્યું ?

હિંમતનગર ખાતે સોમવારના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને પેજ સમિતિ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

અમદાવાદ: આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આવનાર છે.  પેજ કમિટીના ક્રાયક્રમમાં સી.આર.પાટીલે નેતાઓને સંકેત આપતા જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના 100થી વધુ ધારાસભ્યોને પડતાં મુકાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં 100 નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવશે. ટિકિટ માટે પહેલા સર્વે થાય છે અને ટિકિટ હાઈકમાન્ડ નક્કી કરે તેને આપવામાં આવે છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં ધારાસભ્યોનું કામ જોવામાં આવશે, તેઓ લોકો સુધી પહોંચવામાં કેટલા સફળ થયા છે, તેમના વિસ્તારમાં કેટલા કામ કર્યા છે તે જોયા બાદ ટિકિટ નક્કી થશે. કોઇપણ પ્રકારની લાગવગશાહી નહી ચાલે.

સીઆર પાટિલે એ પણ સ્પષ્ટ કર્યું કે ટિકિટ આપવાનો નિર્ણય ઉપરના લેવલથી લેવાય છે. તેમણે ઉમેર્યું પણ હતું કે ટિકિટ આપતા પહેલા પાંચ થી છ વાર સર્વે કરાય છે અને ત્યાર બાદ જ ટિકિટ અપાય છે. હિંમતનગર ખાતે સોમવારના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને પેજ સમિતિ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં પેજ સમીતીના પ્રણેતા અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતા હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. 

સી.આર. પાટીલનો હિંમતનગર ખાતે ભવ્ય રોડ શો પણ યોજાયો હતો. ત્યાર બાદ પાટીલે પેજ પ્રમુખોને કાર્ડ વિતરણ કર્યુ હતું.પાટીલે કાર્યકરોને જુસ્સા સાથે સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની તાકાત છે કાર્યકરો. તેઓની તાકાતને કારણે ભાજપ તમામ ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવે છે.

સી.આર. પાટીલે કાર્યકર્તાને વિશ્વાસ અપાવતા જણાવ્યું કે, ભાજપાનો દરેક કાર્યકર જીત માટે સંકલ્પ કરે, ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતી જનતા જનાર્દનની સેવા કરે છે. ભારતીય જનતા પાર્ટીમાં દરેક કાર્યકરને તેના પરફોર્મન્સના આધારે યોગ્ય સ્થાન મળશે જ માટે જે જવાબદારી મળે તે નિભાવવા હાંકલ કરી હતી.

About the author Hiren Meriya

Hiren Meriya is currently serving as an  Assistant Producer in ABP Asmita. Hiren Meriya has been working in the digital wing of abp news for the past five years. Apart from writing news, he has also been doing video related work. He has been writing news in different series during the elections of many states, Lok Sabha elections.  Before venturing into the world of journalism, he has done M.A in English And Master in Journalism from Saurashtra University. Hiren  has been writing continuously on issues like politics, elections and bollywood. He also wrote many reports related to it during the Corona epidemic.

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gold Silver Rate: ચાંદીમાં આગ ઝરતી તેજી, સોનાની કિંમતમાં પણ મોટો ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ રેટ 
Gold Silver Rate: ચાંદીમાં આગ ઝરતી તેજી, સોનાની કિંમતમાં પણ મોટો ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ રેટ 
સમાંથા રુથ પ્રભુએ રાજ નિદિમોરું સાથે કર્યા લગ્ન, શેર કરી લગ્નની પ્રથમ તસવીર 
સમાંથા રુથ પ્રભુએ રાજ નિદિમોરું સાથે કર્યા લગ્ન, શેર કરી લગ્નની પ્રથમ તસવીર 
Rule Change:  SBI એ આ સર્વિસને કરી દિધી બંધ, દેશભરમાં આજથી લાગુ થયા આ મોટા બદલાવ
Rule Change:  SBI એ આ સર્વિસને કરી દિધી બંધ, દેશભરમાં આજથી લાગુ થયા આ મોટા બદલાવ
Parliament Winter Session Live: SIR પર લોકસભામાં હોબાળા વચ્ચે મણિપુર GST બિલ થયું  પસાર
Parliament Winter Session Live: SIR પર લોકસભામાં હોબાળા વચ્ચે મણિપુર GST બિલ થયું પસાર
Advertisement

વિડિઓઝ

Surat Accident News: સુરતમાં રફતારની મજામાં બ્લોગર યુવકે ગુમાવ્યો જીવ
Gujarat Weather Forecast: 7 ડિસેમ્બર બાદ વધશે ઠંડીનું જોર: હવામાન નિષ્ણાતોએ કરી આગાહી
Parliament Winter Session: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન
Ahmedabad Accident News: અમદાવાદમાં રફતારના રાક્ષસે લીધો વધુ એકનો જીવ
Parliament Winter Session: સંસદના શિયાળુ સત્ર પહેલા PM મોદીનું સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gold Silver Rate: ચાંદીમાં આગ ઝરતી તેજી, સોનાની કિંમતમાં પણ મોટો ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ રેટ 
Gold Silver Rate: ચાંદીમાં આગ ઝરતી તેજી, સોનાની કિંમતમાં પણ મોટો ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ રેટ 
સમાંથા રુથ પ્રભુએ રાજ નિદિમોરું સાથે કર્યા લગ્ન, શેર કરી લગ્નની પ્રથમ તસવીર 
સમાંથા રુથ પ્રભુએ રાજ નિદિમોરું સાથે કર્યા લગ્ન, શેર કરી લગ્નની પ્રથમ તસવીર 
Rule Change:  SBI એ આ સર્વિસને કરી દિધી બંધ, દેશભરમાં આજથી લાગુ થયા આ મોટા બદલાવ
Rule Change:  SBI એ આ સર્વિસને કરી દિધી બંધ, દેશભરમાં આજથી લાગુ થયા આ મોટા બદલાવ
Parliament Winter Session Live: SIR પર લોકસભામાં હોબાળા વચ્ચે મણિપુર GST બિલ થયું  પસાર
Parliament Winter Session Live: SIR પર લોકસભામાં હોબાળા વચ્ચે મણિપુર GST બિલ થયું પસાર
SIR ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં ? ઘરે બેઠા આ રીતે કરો ચેક, એકદમ સિમ્પલ છે પ્રોસેસ 
SIR ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં ? ઘરે બેઠા આ રીતે કરો ચેક, એકદમ સિમ્પલ છે પ્રોસેસ 
BCCI એ અચાનક બોલાવી મોટી બેઠક! ગૌતમ ગંભીર-અગરકર સાથે ચર્ચા, જાણો શું છે સમગ્ર મામલો
BCCI એ અચાનક બોલાવી મોટી બેઠક! ગૌતમ ગંભીર-અગરકર સાથે ચર્ચા, જાણો શું છે સમગ્ર મામલો
તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે? એક જ ક્લિકમાં જાણો
તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે? એક જ ક્લિકમાં જાણો
Parliament Session: ખડગેએ સંસદમાં કેમ કહ્યું કે, આ તરફ ન જોશો, આ તરફ છે  ખતરો
Parliament Session: ખડગેએ સંસદમાં કેમ કહ્યું કે, આ તરફ ન જોશો, આ તરફ છે ખતરો
Embed widget