શોધખોળ કરો
CRIME FILE: અમદાવાદના કરોડોપતિ બિલ્ડરની પત્નિને વડોદરાના બિલ્ડર સાથે બંધાયા સંબંધ, બંનેના જીવનસાથીને થઈ ગઈ જાણ ને......
કંચન સાથે પતિના સંબંધની જાણ કૃષ્ણની પત્ની નમ્રતાને થતાં એક વર્ષ પહેલાં હરિદ્ધાર ફરવા ગયા ત્યારે ઝઘડો થયો હતો. કંચનને પતિથી દૂર રહેવા નમ્રતાએ ચેતવણી આપી હતી.
વડોદરા: અમદાવાદના જમીન ડેવલોપર્સ ગોપાલ કાબરાની હત્યામાં ધુલિયા પોલીસે વડોદરાના બિલ્ડર કૃષ્ણ ગેંદાલાલ સોમાણી અને તેના સાગરિત રાજુ ઉર્ફે વિહાંગ ત્રિવેદીની ધરપકડ કરી હતી. આ હત્યા જમીનના કરોડોના વ્યવહારમાં થઈ છે પણ મૃતક ગોપાલની પત્નિ કંચનને કૃષ્ણ સોમાણી સાથે સંબંધો હોવાનું પણ બહાર આવ્યું છે.
મૃતક ગોપાલ કાબરાની પત્ની કંચન ગુજરાતની ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં જાણીતું નામ છે. વડોદરાના બિલ્ડર ક્રિષ્ણા સોમાણી સાથે ગોપાલના ધંધાકિય સંબંધ હતા અને તેના કારણે બંને પરિવાર નજીક હતા. એ દરમિયાન કંચનને કૃ।ણ ,માણી સાથે સંબંધ બંધાયા હતા.
કંચન સાથે પતિના સંબંધની જાણ કૃષ્ણની પત્ની નમ્રતાને થતાં એક વર્ષ પહેલાં હરિદ્ધાર ફરવા ગયા ત્યારે ઝઘડો થયો હતો. કંચનને પતિથી દૂર રહેવા નમ્રતાએ ચેતવણી આપી હતી. બીજી તરફ ગોપાલને પણ બંને વચ્ચેના આડાસંબંધની શંકા જતાં તે પણ કૃષ્ણના ધંધામાં વિઘ્ન ઉભાં કરવા માંડ્યો હતો.
કૃષ્ણે તેનો કાંટો કાઢવા માટે હત્યાનો પ્લાન ઘડ્યો હતો અને 10 કરોડ રૂપિયાના હીરાની લાલચ આપીને ફસાવ્યો હતો. હીરા લેવાની લાલચમાં ગોપાલ ઘૂલિયા ગયો હતો. અહીં કૃષ્ણ તથા તેના સાથીઓએ ગોપાલની હથોડા મારી હત્યા કરી નાંખી હતી અને પછી ફરાર થઈ ગયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
દુનિયા
Advertisement