શોધખોળ કરો

ગુજરાતમાં લોકડાઉન લાગશે કે નહીં ? મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું- જે શહેરમાં કોરોના કેસ વધશે ત્યાં તાત્કાલીક કર્ફ્યુ.....

ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 12,206 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 121 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5615 પર પહોંચી ગયો છે.

રાજ્યમાં હાલ લૉકડાઉન નહીં લાગે તેવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ સંકેત આપ્યા છે. મુખ્યમંત્રીએ રૂપાણીએ સ્પષ્ટતા કરી કે રાજ્યમાં જ્યારે લૉકડાઉન (lockdown)ની આવશ્યકતા હશે ત્યારે સ્થિતિની સમિક્ષા કરી અને યોગ્ય નિર્ણય કરાશે. હાલના તબક્કે સંપૂર્ણ લૉકડાઉનની કોઈ વિચારણા નથી. જે વિસ્તાર કે શહેરમાં કોરોના સંક્રમણના કેસ વધશે તે શહેરમાં રાત્રી કર્ફ્યૂ (night curfew)નો લગાવવાનો તુરંત નિર્ણય લેવાશે.

નોંધનીય છે કે, રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની બીજી લહેરે કહેર મચાવી દીધો છે. ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 12,206 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 121 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5615 પર પહોંચી ગયો છે.

રાજ્યમાં ગઈકાલે 4339 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,46,063 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 76 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 76500 પર પહોંચ્યો છે. જેમાંથી 353 લોકો વેન્ટિલેટર પર અને 76147 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 80.82 ટકા છે. 

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત  કોર્પોરેશનમાં 24,  રાજકોટ કોર્પોરેશન- 8, વડોદરા કોર્પોરેશન-9, રાજકોટ-4, સુરેન્દ્રનગર-4, વડોદરા-4, બનાસકાંઠા-3, ભરુચ-3,  ગાંધીનગર-3, જામનગર કોર્પોરેશ-3, મોરબી-3, સાબરકાંઠા-3, અરવલ્લી-2, ભાવનગર કોર્પોરેશન-2, બોટાદ-2, દાહોદ-2, દેવભૂમિ દ્વારકા-2, જુનાગઢ-2, મહેસાણા-2, પાટણ-2, અમરેલી-1, ભાવનગર-1, છોટા ઉદેપુર-1, ગાંધીનગર કોર્પોરેશન-1, ખેડા-1, મહિસાગર-1, પંચમહાલમાં -1 અને સુરતમાં 1 દર્દીના મોત સાથે કુલ 121 લોકોના કોરોનાથી મૃત્યુ થયું છે. 

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 4631,  સુરત કોર્પોરેશનમાં 1553, રાજકોટ  કોર્પોરેશનમાં 764,  મહેસાણા-485, વડોદરા કોર્પોરેશનમાં 460, સુરત- 375, જામનગર કોર્પોરેશન- 324 બનાસકાંઠામાં 263, કચ્છ-176, ગાંધીનગર કોર્પોરેશન-173, ભરુચ-171, ભાવનગર કોર્પોરેશન-165, વડોદરા-165, જામનગર-159, ગાંધીનગર-150, દાહોદ-139, પંચમહાલ-135, અમરેલી-122, ભાવનગર-122, સાબરકાંઠામાં 122, ખેડા-121, નર્મદા-121, તાપી-113, નવસારી-105,  પાટણ-104, જુનાગઢ કોર્પોરેશન-99, મહીસાગર-86, રાજકોટ- 86, વલસાડ-80, સુરેન્દ્રનગર-76, મોરબી-74, જુનાગઢ-73, અરવલ્લી-66, દેવભૂમિ દ્વારકા-62, અમદાવાદ-60, આણંદ-60, છોટા ઉદેપુર-52, ગીર સોમનાથ-49, પોરબંદર-42, બોટાદ-14 અને ડાંગમાં 11 કેસ મળી કુલ 12,206 કેસ નોંધાયા હતા.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 90,34,309 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 15,56,285 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,05,90,594 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Elections 2024: 13 મેએ ચોથા તબક્કામાં આ દિગ્ગજોની શાખ દાવ પર, રાજ્યોની 96 બેઠક માટે થશે મતદાન
Lok Sabha Elections 2024: 13 મેએ ચોથા તબક્કામાં આ દિગ્ગજોની શાખ દાવ પર, રાજ્યોની 96 બેઠક માટે થશે મતદાન
રાજ્ય સરકારે શિક્ષકો માટે બમ્પર ભરતી બહાર પાડી, બીએડ અને પીટીસી કરેલા ઉમેદવાર ફટાફટ કરે અરજી
રાજ્ય સરકારે શિક્ષકો માટે બમ્પર ભરતી બહાર પાડી, બીએડ અને પીટીસી કરેલા ઉમેદવાર ફટાફટ કરે અરજી
માટીના વાસણોમાં ખોરાક રાંધવો શ્રેષ્ઠ, નોન-સ્ટીક છે સૌથી વધુ જોખમી, NIN એ બહાર પાડી ગાઈડલાઈન
માટીના વાસણોમાં ખોરાક રાંધવો શ્રેષ્ઠ, નોન-સ્ટીક છે સૌથી વધુ જોખમી, NIN એ બહાર પાડી ગાઈડલાઈન
Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદનું સંકટ, આગામી 4 દિવસ આ જિલ્લામાં માવઠાની આગાહી
Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદનું સંકટ, આગામી 4 દિવસ આ જિલ્લામાં માવઠાની આગાહી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : સોસાયટીના પ્રમુખ-મંત્રીથી સાવધાન । abp AsmitaHun To Bolish : સહકારના બહાને સંગ્રામ । abp AsmitaVadodara News । વડોદરાના આજવાના નિમેટા રોડ પર સર્જાયો અકસ્માતBhavnagar News । ભાવનગરમાં અસામાજિક તત્વોનો આંતક યથાવત, વડવા વોશિંગ ઘાટમાં બે શખ્સોએ કરી તોડફોડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Elections 2024: 13 મેએ ચોથા તબક્કામાં આ દિગ્ગજોની શાખ દાવ પર, રાજ્યોની 96 બેઠક માટે થશે મતદાન
Lok Sabha Elections 2024: 13 મેએ ચોથા તબક્કામાં આ દિગ્ગજોની શાખ દાવ પર, રાજ્યોની 96 બેઠક માટે થશે મતદાન
રાજ્ય સરકારે શિક્ષકો માટે બમ્પર ભરતી બહાર પાડી, બીએડ અને પીટીસી કરેલા ઉમેદવાર ફટાફટ કરે અરજી
રાજ્ય સરકારે શિક્ષકો માટે બમ્પર ભરતી બહાર પાડી, બીએડ અને પીટીસી કરેલા ઉમેદવાર ફટાફટ કરે અરજી
માટીના વાસણોમાં ખોરાક રાંધવો શ્રેષ્ઠ, નોન-સ્ટીક છે સૌથી વધુ જોખમી, NIN એ બહાર પાડી ગાઈડલાઈન
માટીના વાસણોમાં ખોરાક રાંધવો શ્રેષ્ઠ, નોન-સ્ટીક છે સૌથી વધુ જોખમી, NIN એ બહાર પાડી ગાઈડલાઈન
Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદનું સંકટ, આગામી 4 દિવસ આ જિલ્લામાં માવઠાની આગાહી
Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદનું સંકટ, આગામી 4 દિવસ આ જિલ્લામાં માવઠાની આગાહી
ગેસ સિલિન્ડર પર બીજી કંપનીનું રેગ્યેલેટર લગાવવું ભારે પડશે! થઈ શકે છે લાખોનું નુકસાન
ગેસ સિલિન્ડર પર બીજી કંપનીનું રેગ્યેલેટર લગાવવું ભારે પડશે! થઈ શકે છે લાખોનું નુકસાન
Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Watch: બુમરાહનો બહાર જતો હતો બોલ, બાદમાં થયો સ્વિંગ, સુનીલ નારાયણ ક્લિન બોલ્ડ, જુઓ વીડિયો
Watch: બુમરાહનો બહાર જતો હતો બોલ, બાદમાં થયો સ્વિંગ, સુનીલ નારાયણ ક્લિન બોલ્ડ, જુઓ વીડિયો
POK Protest: પીઓકેમાં યુદ્ધ જેવી સ્થિતિ, પાકિસ્તાન સામે સડકો પર ઉતરી કાશ્મીરની જનતા, જુઓ વીડિયો
POK Protest: પીઓકેમાં યુદ્ધ જેવી સ્થિતિ, પાકિસ્તાન સામે સડકો પર ઉતરી કાશ્મીરની જનતા, જુઓ વીડિયો
Embed widget