Navsari: ઝાંખી પડી હિરાની ચમક! ધંધામાં મંદી આવતા નવસારીમાં હજારો રત્ન કલાકારો બેરોજગારીના ખપ્પરમાં હોમાયા
નવસારી: મંદી તો એવી આવી કે આર્થિક વિનાશ તરફ ડૂબડવાના અથાગ પ્રયત્નો કરી રહી છે. ચમકદાર હીરા ઉદ્યોગને પણ ઝાંખો કરી નાખ્યો છે ત્યારે એક જમાનાની નવસારીની શાખ વધારતો હીરા ઉદ્યોગ હાલ મંદીના મારમાં સપડાતા વેપારીઓ સહિત રત્નકલારો બેકાર બનીને અન્ય ધંધા તરફ પ્રયાણ કરી રહ્યા છે.
નવસારી: મંદી તો એવી આવી કે આર્થિક વિનાશ તરફ ડૂબડવાના અથાગ પ્રયત્નો કરી રહી છે. ચમકદાર હીરા ઉદ્યોગને પણ ઝાંખો કરી નાખ્યો છે ત્યારે એક જમાનાની નવસારીની શાખ વધારતો હીરા ઉદ્યોગ હાલ મંદીના મારમાં સપડાતા વેપારીઓ સહિત રત્નકલારો બેકાર બનીને અન્ય ધંધા તરફ પ્રયાણ કરી રહ્યા છે.
નવસારી હીરા ઉદ્યોગમાં અંદાજિત 400થી વધુ એકમો આવેલા છે, જેમાં નાના તથા મોટા એકમોનો સમાવેશ થાય છે. હાલ હીરા ઉદ્યોગમાં રશિયા યુક્રેનના યુદ્ધની શરૂઆતથી અસર વર્તવાની ચાલુ થઈ હતી, જેની આડઅસર હાલ વધતી દેખાઈ રહી છે. હીરા ઉદ્યોગમાં વધારે પડતી કાચી રફ રશિયાથી આયાત કરવામાં આવતી હતી, જે હવે અન્ય જગ્યાએથી આયાત કરવામાં આવતી હોય મોંઘી પડી રહી છે. જેની સીધી અસર તૈયાર ડાયમંડની કિંમતો ઉપર પડી રહી છે. સાથો સાથ માનવસર્જિત સિન્થેટીક ડાયમંડના બજારના કારણે પણ બજારમાં 50% જેટલી અસર થઈ છે.
હાલ નવસારી શહેરના રત્નકલાકારોને કેટલાક એકમોમાં એક દિવસની રજા એક દિવસનું કામ આપવામાં આવી રહ્યું છે તો ક્યાંક બે દિવસની રજા બે દિવસની કામગીરી આપવામાં આવી રહી છે તો ક્યાંક કલાકો ઘટાડી કર્મચારીઓને કામગીરી આપવામાં આવી રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધ પણ જવાબદાર હીરા ઉદ્યોગમાં હાલ જુના સ્થિર બજાર ભાવ સાથે કામગીરી ચાલી રહી છે. તો બીજી તરફ રશિયા યુક્રેનના યુદ્ધના કારણે તથા સિન્થેટીક ડાયમંડના ઉત્પાદન અને બજારમાં ડિમાન્ડના કારણે ઓરીજીનલ હીરાના વેપાર ઉપર મંદિની અસરો દેખાઈ રહી છે. સસ્તા સિન્થેટીક ડાયમંડ પણ મંદીનું એક કારણ છે. હીરા ઉદ્યોગમાં મંદી માટે મુખ્ય કારણ રશિયા યુક્રેનનું યુદ્ધ લાંબુ ચાલવાના કારણે તથા સસ્તા સિન્થેટીક ડાયમંડના ઉત્પાદન અને બજારમાં ડિમાન્ડના કારણે ઓરીજીનલ હીરાના વેપાર ઉપર મંદીની સીધી અસરો દેખાઈ રહી.
દેશના માર્કેટમાં 40 વર્ષ પહેલા નાના હીરા આપનાર નવસારી પ્રથમ શહેર બન્યું હતું અને 50 હજાર પરિવારોએ હીરાના ઉદ્યોગ ઉપર નભીને આર્થિક સુખાકારી મેળવી હતી. એક સમયે હીરાનું હબ ગણાતા નવસારી, આજે સરકાર દ્વારા જાહેર કરાયેલી નોટબંધી અને ડોલરના વધતાં ભાવોએ હીરાની માંગ ઝાંખી કરી છે. જેની સીધી અસર હીરા ચમકાવનાર રત્નકલાકારો ઉપર પણ જોવા મળી છે. એક સામયે હીરા ઉધ્યોગ સૌથી વધુ રોજગારી આપતો અને સમાજમાં નામના ધરાવનાર ઉદ્યોગ હતો, પરંતુ આ મંદીના મારે રત્નકલાકારોની પણ કમર તોડી નાખી છે. નવસારીમાં નાની મોટી મળીને 400 થી વધુ હીરાના વેપારી ઘંટીઓ ચલાવતા હતા, જેમાં 12 હજાર રત્નકલાકારો રોજી મેળવતા અને સાથે જ હીરા સાથે સંલગ્ન અન્ય લોકો પણ રોજગારી મેળવતા હતા. જ્યારે આજે પરિસ્થિતી વિકટ બનતા 200 જેટલા કારખાના બંધ થયા છે. જેના કારણે બેરોજગારી પણ વધી છે એને જે હાલ કામ કરતાં રત્નકલાકારો ઓછા પગારે કામ કરવામાં મજબૂર બન્યા છે.
નવસારી જિલ્લામાં સૌથી વધુ રોજગારી મત્સ્ય ઉદ્યોગ બાદ હીરા ઉદ્યોગ આપે છે એવામાં યુદ્ધ અને આર્થિક મંદીના કારણે નાના વેપારીઓની સાથે સાથે હવે મોટા વ્યાપારીઓ પણ મંદીની ઝપેટમાં સપડાયા છે ત્યારે સરકાર આ દિશામાં કોઈ વિચાર કરે એવી માંગ વેપારીઓ પણ કરી રહ્યા છે.