દમણમાં પતિ સાથે ઝઘડો થતા ગુસ્સામાં મહિલાએ પોતાના બે બાળકોને ચોથા માળેથી નીચે ફેંક્યા
સંઘ પ્રદેશ દમણમાં કાળજું કંપાવનારી ઘટના બની હતી. જેને કારણે ઉશ્કેરાઈને પત્નીએ પોતાના બંને બાળકોને ચોથા માળેથી નીચે ફેંકી દીધા હતા.

સંઘ પ્રદેશ દમણમાં કાળજું કંપાવનારી ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, સંઘ પ્રદેશ દમણમાં ઘરકંકાસમાં બે માસુમોનો ભોગ લેવાયો હતો. પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં 2 માસૂમોએ જીવ ગુમાવ્યો હતો. દમણના તટરક્ષક વિહાર કોલોની પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈ ઝઘડો થયો હતો. જેને કારણે ઉશ્કેરાઈને પત્નીએ પોતાના બંને બાળકોને ચોથા માળેથી નીચે ફેંકી દીધા હતા.
બાલ્કનીમાંથી નીચે પટકાતા જ બંને બાળકોના મોત થયા હતા. બંને બાળકોની હત્યા કર્યા બાદ માતાએ પણ ચોથા માળેથી કૂદવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પતિએ પકડી લેતા તેનો બચાવ થયો હતો. બાળકોના મોત મામલે પોલીસે માતાની ધરપકડ કરી હતી. એક મહિલાએ પોતાના બે બાળકોને બિલ્ડિંગના ચોથા માળેથી ફેંકી દીધા હતા. બંન્ને બાળકોની ઉંમર ત્રણ વર્ષની હતી. ત્યારબાદ તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મહિલાના પતિએ તેને બચાવી હતી. પોલીસે મહિલાની ધરપકડ કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે દલવાડા વિસ્તારમાં મહિલા અને તેના પતિ વચ્ચે કોઇ વાતને લઇને વિવાદ થયો હતો. બાદમાં મહિલાએ આ પગલું લીધું હતું. દમણ પોલીસે જણાવ્યું હતું કે સોમવારે મોડી રાત્રે મોટી દમણ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર તરફથી એક સૂચના મળી હતી જેમાં જણાવ્યું હતું કે બે બાળકો એક ઇમારતના ચોથા માળેથી પડી ગયા હતા. પોલીસે જણાવ્યું કે આરોગ્ય કેન્દ્રમાં બાળકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી સીમા યાદવે તેના પતિ સાથે ઝઘડો કર્યા પછી તેના ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બે પુત્રોને તેના ફ્લેટની બાલ્કનીમાંથી ફેંકી દીધા હતા.
પોલીસ જ ચોર નીકળી, અમદાવાદમાં પોલીસકર્મીએ લાખોના લોખંડના સળીયા ચોરીને વેચી માર્યા, આ રીતે ખુલ્યો ભેદ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
