પોલીસ જ ચોર નીકળી, અમદાવાદમાં પોલીસકર્મીએ લાખોના લોખંડના સળીયા ચોરીને વેચી માર્યા, આ રીતે ખુલ્યો ભેદ
Policeman: અમદાવાદમાં ચોરને પકડતી પોલીસ જ ચોરી કરતા ઝડપાઈ છે. શહેરમાં કૉન્સ્ટેબલ અને તેના સાગરિતો લોખંડના સળિયા ચોરી કરતાં ઝડપાયા છે

Policeman: અમદાવાદમાં પોલીસનું શરમજનક કૃત્ય સામે આવ્યુ છે. અમદાવાદમાં લોખંડના સળિયા કટિંગ કરીને બારોબાર વેચી મારવાનું કૌભાંડ ખુલ્યુ છે, જેમાં પોલીસકર્મી મુસ્તાફખાન મલેક સહિત પાંચની ધરપડ કરવામાં આવી છે. આ તમામ લોકોએ ટ્રાન્સપોર્ટમાં ટીએમટી સળિયા ચોરીને બારોબાર વેચી માર્યા હતા.
અમદાવાદ પોલીસનું એક શરમજનક કૃત્ય સામે આવ્યુ છે. અમદાવાદમાં ચોરને પકડતી પોલીસ જ ચોરી કરતા ઝડપાઈ છે. શહેરમાં કૉન્સ્ટેબલ અને તેના સાગરિતો લોખંડના સળિયા ચોરી કરતાં ઝડપાયા છે. વેજલપુરના સોનલ સિનેમા પાસેથી ઝૉન-2 LCBએ કૉન્સ્ટેબલ સહિત 5 આરોપીને દબોચ્યા છે. લોખંડના સળિયા કટિંગ કરીને બારોબાર વેચી દેવાના કૌભાંડમાં હાલમાં તપાસ ચાલી રહી છે. આ કેસમાં પોલીસે અઢી લાખ કિંમતના 4 ટન સળિયા સાથે આ તમામની ધરપકડ કરી છે. ટ્રેલરનો ચાલક કેટલોક માલ રસ્તામાં જ કટિંગ કરીને વેચી મારતો હતો. મુસ્તાફખાન મલેક નામનો પોલીસકર્મીની આ સળિયા ચોરીના કેસમાં સંડોવણી ખુલી છે. મુસ્તાફખાન મલેક DCP ઝૉન-2ના સ્ટાફમાં નોકરી કરે છે. પોલીસકર્મી મુસ્તફાખાન અમદાવાદ પોલીસમાં ડીસીપી ઝૉન-૨ના સ્ટાફમાં નોકરી કરે છે, અને તેને તેણે પ્રાથમિક પુછપરછમાં કબુલ્યુ છે કે, કચ્છથી મંગાવવામાં આવેલા જથ્થામાંથી તેણે ડ્રાઈવરને બે લાખ રૂપિયા આપીને સળિયા ખરીદી કર્યા હતા, હાલમાં આ મામલે વેજલપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો
DoT ની Cyber Crime સામે મોટી કાર્યવાહી, 35 હજાર WhatsApp નંબર અને હજારો ગ્રૃપ થયા બેન