HIT AND RUN: દાહોદમાં હિટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું મોત
HIT AND RUN: દાહોદના સાહડા ગામમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ટ્રકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે.
HIT AND RUN: દાહોદના સાહડા ગામમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ટ્રકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. અજાણ્યો ટ્રક ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં રમસુ ભાઈ નામના વ્યક્તિને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે દાહોદ ખસેજવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને લઈ પરિવારમાં શોકનો માહોલ છે.
થરાદમાં બાઈક પર જતા માતા-પુત્રને નડ્યો અકસ્માત
બનાસકાંઠા: થરાદમાં બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. બાઈક પર જતા માતા-પુત્રને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં બાઈક ઉપર સવાર માતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે જ્યારે પુત્રને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મહિલા પર ટ્રકનું ટાયર ફરી વળતા કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. તો બીજી તરફ આ ઘટનાની જાણ થરાદ પોલીસને થતા તેમણે અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.
કાનપુરમાં શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટ્રર ટ્રોલી પલટી
ઉત્તર પ્રદેશના કાનપુરમાં શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં 22 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઘટનામાં 28 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી ત્રણ લોકોના હોસ્પિટલમાં મોત થયા હતા અને મૃતકોની સંખ્યા 25 થઈ ગઈ છે. હજુ પણ કેટલાક લોકોની હાલત નાજુક છે. આ તમામ નવરાત્રી નિમિત્તે ઉન્નાવના ચંદ્રિકા દેવી મંદિરથી દર્શન કરીને કોરથા ગામ પરત ફરી રહ્યા હતા. બીજી તરફ, રાજ્ય સરકારે મૃતકોના નજીકના પરિવાર માટે 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. સીએમ યોગી આદિત્યનાથ અને પીએમ નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
સીએમ યોગી અને પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
સીએમ યોગી આદિત્યનાથે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને તેમણે વહીવટી અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યા છે. સીએમ યોગીએ ટ્વીટ કર્યું કે, કાનપુર જિલ્લામાં માર્ગ અકસ્માત ખૂબ જ હૃદયદ્રાવક છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા અને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા અને ઘાયલોની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના. આ અકસ્માતમાં જાનહાનિ ખૂબ જ દુઃખદ છે. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારના સભ્યો સાથે છે. ભગવાન શ્રી રામ દિવંગત આત્માઓને તેમના ચરણોમાં સ્થાન આપે અને મૃતકોના પરિવારજનોને આ અપૂર્ણ ખોટ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
પીએમ રિલીફ ફંડમાંથી પણ મદદ આપવામાં આવશે