Accident: જૂનાગઢમાં એસટી બસે મહિલાનો લીધો જીવ, અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત
જૂનાગઢ : શહેરના મધુરમ વિસ્તારમાં એસટી બસે એક મહિલાને અડફેટે લેતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયુ છે.
જૂનાગઢ : શહેરના મધુરમ વિસ્તારમાં એસટી બસે એક મહિલાને અડફેટે લેતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયુ છે.
જૂનાગઢમાં મધુરમ વિસ્તારમાં એસટી બસના અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે. આ વિસ્તારમાં જૂનાગઢ વેરાવળ લોકલ બસે એક મહિલાને અડફેટે લીધી હતી, બસની ટક્કર એવી જોરદાર હતી કે મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું. મૃતક મહિલાની વિજુબેન મકવાણા તરીકે ઓળખ થઇ છે. ઘટના બાદ સ્થાનિક લોકો દોડી આવતા આ વિસ્તારમાં થોડો સમય ટ્રાફિક પણ જામ થઇ ગયો હતો. ઘટનાના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
Accident: દાહોદ અને ધામરડાની વચ્ચે લગેજ ટ્રેનની અડફેટે આવતા યુવકનું ઘટનાસ્થળે જ મોત
દાહોદ-ધામરડા વચ્ચે લગેજમાં ટ્રેનની અડફેટે આવતા એક યુવકનું કમકમાટીભર્યુ મૃત્યુ થયું છે. ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી છે.
દાહોદ-ધામરડા વચ્ચે લગેજમાં ટ્રેનની અડફેટે આવતા એક યુવકનું કમકમાટીભર્યુ મૃત્યુ થયું છે. ગ્રામ્ય પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો મંડાવાવ ગામમાં રેલવે ટ્રેકની પાસે યુવક માલગાડીની અડફેટે આવી જતા ઘટનાસ્થળે જ યુવકનું મોત થયું છે. ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે તેમજ સમગ્ર ઘટના કેવી રીતે ઘટી તે મામલે તપાસ હાથ ધરી છે.
Surat: વરાછામાં યુવકે સ્કૂલ બસ સામે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું, ઘટના CCTVમાં કેદ
સુરતના વરાછામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અજાણ્યા યુવકે સ્કૂલ બસ નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. આપઘાતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. યુવક ઈશ્વર કૃપા સોસાયટી પાસેથી ચાલતો આવતો હતો ત્યારે અચાનક પૂર ઝડપે આવી રહેલી સ્કૂલ બસમાં પડતું મૂકી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. યુવકની ઉંમર આશરે 27 વર્ષ છે. ઘટનાને લઈ વરાછા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતકના પરિવારની શોધખોળ હાથ ધરી છે. પરિવારજનોની શોધખોળ બાદ જ મોતનું કારણ બહાર આવશે.
સુરતના ડીંડોલીમાં ગાર્ડનમાં વિધર્મીએ કરી સગીરાની છેડતી
ડીંડોલીના છઠ તળાવ ગાર્ડનમાં સ્કૂલ મિત્રને મળવા જનાર પરપ્રાંતિય પરિવારની ધો. 11 માં અભ્યાસ કરતી તરૂણીની જાહેરમાં બિભત્સ હરકત કરી અક્ષોભનીય વર્તન કરનાર બે વિધર્મી મિત્રોને લોકોએ પકડીને મેથીપાક આપી ડીંડોલી પોલીસને હવાલે કર્યા હતા.
લિંબાયત વિસ્તારમાં રહેતા અને રીંગરોડની માર્કેટમાં પેકીંગનું કામ કરતા પરપ્રાંતિય વિવેક (નામ બદલ્યું છે) ગત સાંજે માર્કેટમાં હતો ત્યારે અજાણ્યાનો કોલ આવ્યો હતો કે તમારી દીકરી શાલીની (ઉ.વ. 15 નામ બદલ્યું છે) ને ડીંડોલીના છઠ તળાવ ગાર્ડનમાં છોકરાઓ હેરાન કરે છે અને અમે તેમને પકડીને ડીંડોલી પોલીસ સ્ટેશન લઇ જઇએ છે, તમે પણ પોલીસ સ્ટેશન આવો. જેથી વિવેક તુરંત જ પોલીસ સ્ટેશન ઘસી ગયો હતો. જયાં વિવેકે ધો. 11 માં અભ્યાસ કરતી પુત્રી શાલિનીની પૃચ્છા કરતા જણાવ્યું હતું કે પડોશમાં રહેતી ફ્રેન્ડના મોબાઇલ પરથી પોતાની સ્કૂલના ભૂતપર્વ વિદ્યાર્થી જહેરૂદ્દીન ઉર્ફે સાહીદ સૈયદ અહેમદ (ઉ.વ. 19 રહે. રવિશંકર સોસાયટી, ભાઠેના) સાથે વાત કરી હતી. જહેરૂદ્દીન મિત્ર હોવાથી સાંજે 4 વાગ્યે ડીંડોલીની છઠ તળાવ ગાર્ડનમાં મળવાનું અને ત્યાંથી 6 વાગ્યે કોમ્પ્યુટર ક્લાસીસમાં જતી રહેશે એવું નક્કી કર્યુ હતું. જેથી જહેરૂદ્દીનને મળવા 4 વાગ્યે છઠ તળાવ ગાર્ડનમાં ગઇ હતી.