શોધખોળ કરો
Advertisement
પાટણ: મહિલાને ચેક કરવા ડોક્ટર અંદર રૂમમાં લઈ ગયા પછી ટેબલ પર સુવડાવી પેટની તપાસ કરી પછી તેના કપડાં ઉતાર્યા ને......
ડોક્ટર મહેન્દ્ર મોદી છેલ્લા સમી બજારમાં ચાર રસ્તા પાસે દવાખાનું ચલાવીને હેવાનિયતની હદ વટાવી નાંખી હતી. તેણે પુત્ર સાથે મળીને એકબીજાની મદદગારીથી દવાખાને સારવાર માટે આવતી મહિલાઓના ચેકઅપના બહાને તેમનું શારીરિક શોષણ કરી મોબાઈલમાં વીડિયો ઉતારતાં હોવાનું સામે આવ્યું
સમી: ડોક્ટર મહેન્દ્ર મોદી છેલ્લા સમી બજારમાં ચાર રસ્તા પાસે દવાખાનું ચલાવીને હેવાનિયતની હદ વટાવી નાંખી હતી. તેણે પુત્ર સાથે મળીને એકબીજાની મદદગારીથી દવાખાને સારવાર માટે આવતી મહિલાઓના ચેકઅપના બહાને તેમનું શારીરિક શોષણ કરી મોબાઈલમાં વીડિયો ઉતારતાં હોવાનું સામે આવ્યું છે. પીડિત મહિલાઓ સહિતના લોકોએ હોસ્પિટલ જઈને બંનેને જઈ માર માર્યો હતો. બન્ને મહિલાઓએ સમાજમાં બદનામીના ડરની પરવાહ કર્યા વગર જ ફરિયાદ નોંધાવીને પોતાની હિંમત બતાવી છે.
સમીની 38 વર્ષીય મહિલાને પેટમાં દુ:ખાવો થતો હોઈ એકાદ મહિના પહેલા દવાખાનામાં ડો. મહેન્દ્ર મોદી પાસે સારવાર માટે આવી હતી. તે દરમિયાન દવાખાનામાં અંદરના ભાગે ટેબલ પર સુવડાવી ડોક્ટરે પેટની તપાસ કરી હતી ત્યાર બાદ મહિલાના કપડાં ઉતારી શારીરિક અડપલાં કરવાના શરૂ કર્યા હતા અને મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
ત્યાર બાદ થોડા દિવસ બાદ દવા લેવા ગઈ તે વખતે ડોક્ટરનો પુત્ર કિશન મોદી હતો તેણે તે જ ટેબલ પર મહિલાને સુવડાવી અને કહ્યું કે, અગાઉ તારી સાથેના કૃત્યનો મેં વીડિયો બનાવી દીધો છે જેથી હું કહું તેમ કર નહીં તો તે વીડિયો અન્યના મોબાઈલમાં વાયરલ કરી તને બદનામ કરી દઈશ તેવી ધમકી આપી તેણે પણ મહિલાની મરજી વિરદ્ધ શરીરસુખ માણ્યું હતું.
આમ આ બંને પિતા-પુત્રએ અવાર-નવાર મહિલા સાથે શરીર સુખ માણી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી હોવાની મહિલાએ સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
બિઝનેસ
Advertisement