શોધખોળ કરો
કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા કયા ધારાસભ્યને મહિલાઓએ આપી બંગડીઓ? જાણો વિગત
કચ્છમાં પદ્યુમનસિંહ જાડેજાએ પ્રેસ યોજવાની તૈયારીમાં હતા પણ તે પહેલાં જ કોંગ્રેસની મહિલા નેતાઓએ પ્રેસેમાં બંગડીઓ સાથે પહોંચી હતી.
![કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા કયા ધારાસભ્યને મહિલાઓએ આપી બંગડીઓ? જાણો વિગત Women protest against Congress MLA in Gandhinagar કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા કયા ધારાસભ્યને મહિલાઓએ આપી બંગડીઓ? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/16193055/Congress.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભુજ: રાજ્યસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકિય ડ્રામા ચાલી રહ્યો છે ત્યારે કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપી દેતાં કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો હતો. જ્યારે અડધા ધારાસભ્યોને જયપુરની રિસોર્ટમાં રાખવામાં આવેલા છે. આ બધાંની વચ્ચે પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપી દેતા કોંગ્રેસ મહિલા કાર્યકરો દ્વારા બંગડીઓ મુકીને વિરોધ કરવામાં આવ્યો હતો.
પદ્યુમનસિંહ જાડેજા સહિત કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામું આપી દેતાં ગુજરાત રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કચ્છમાં પદ્યુમનસિંહ જાડેજાએ પ્રેસ યોજવાની તૈયારીમાં હતા પણ તે પહેલાં જ કોંગ્રેસની મહિલા નેતાઓએ પ્રેસેમાં બંગડીઓ સાથે પહોંચી હતી.
ત્યાર બાદ કોંગ્રેસની મહિલા નેતાઓ દ્વારા પ્રદ્યુમનસિંહ જાડેજા સામે જ ટેબલ પર બંગડીઓ મુકી અને તમે જે કર્યું તે યોગ્ન નથી આવું કહીને ત્યાંથી ચાલતી પકડી હતી. આ તસવીરો અને વીડિયો વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)