(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત માટે ગૌરવની વાત:ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન, 5 હજાર વર્ષ પ્રાચીન ગુજરાતનું સ્માર્ટ સિટી
ધોળાવીરાની સાઇટને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો છે. પેરિસ ખાતે યુનેસ્કોની બેઠક મળી હતી, જેમાં આ નિર્ણય લેવાયો હતો
ધોળાવીરાની સાઇટને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો છે. આ ગુજરાત અને કચ્છ માટે ગોરવની વાત છે.પેરિસ ખાતે યુનેસ્કોની બેઠક મળી હતી જેમાં કચ્છના પ્રવાસન સ્થળ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવાનો નિર્ણય લેવાઇ ચૂક્યો હતો આ માટે માત્ર સત્તાવાર જાહેરાત બાકી હતી. આજે સત્તાવાર રીતે ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો, ગયા વર્ષે જ ધોળાવીરાને .યુનેસ્કોએ હેરીટેજ સાઇટમાં સામેલ કરવા માટે ડોઝિયર મોકલ્યું હતું. ધોળવીરા સાઇટનું યુનેસ્કોરની ટીમે નિરીક્ષણ કર્યું હતું.
પેરિસ ખાતે યુનેસ્કોની બેઠક મળી હતી જેમાં કચ્છના પ્રવાસન સ્થળ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવાનો નિર્ણય લેવાઇ ચૂક્યો હતો આ માટે માત્ર સત્તાવાર જાહેરાત બાકી હતી. આજે સત્તાવાર રીતે ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો, ગયા વર્ષે જ ધોળાવીરાને .યુનેસ્કોએ હેરીટેજ સાઇટમાં સામેલ કરવા માટે ડોઝિયર મોકલ્યું હતું. ધોળવીરા સાઇટનું યુનેસ્કોરની ટીમે નિરીક્ષણ કર્યું હતું.
આજથી 5000 વર્ષ પ્રાચીન હડપ્પન નગર ધોળાવીરાને UNESCO દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ (World Heritage Site)માં સમાવવાની તમામ ઔપચારિતાઓ પૂર્ણ થઈ ગઈ હતી પરંતુ તેમની સત્તાવાર જાહેરાત જ બાકી હતી.જે આજે કરી દેવાય છે. ગુજરાત અને કચ્છ માટે આ ગૌરવની વાત છે કે, વર્લ્ડ હેરિટેજ યાદીમાં કચ્છના ધોળાવીરાને સામેલ કરવામાં આવ્યું છે. પાંચ હજાર વર્ષ પહેલાનું આ સ્માર્ટ સિટીની હાલ સ્થિતિ સારી નથી પરંતુ હવે વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ થતાં હવે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામશે
ભૂજથી અંદાજિત 200 કિલોમીટરના અંતરે ખડીરબેટ પર ધોળાવીર આ ગામ વસેલું છે. અહીં અંદાજિત પાંચ હજાર વર્ષ પહેલા આ આધુનિક શહેર તરીકે ધમધમતું હતું. આ શહેર પાંચ હજાર વર્ષનો પ્રાચીન ઇતિહાસ ધરબીને બેઠું છે.
આઇઆઇટી ગાંધીનગર અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના સર્વેમાં જોવા મળ્યું કે, એ સમયે અહીં પાણીની ડ્રેનેજ સહિતની સિસ્ટમનું અનોખું આયોજન હતી. તેમની ગટર વ્યવસ્થા આજના સમયમાં પણ આદર્શ નમૂનો મનાય છે. ઉલ્લેનિય છે કે, કચ્છના રણમાં પાણીની અછત હોય જો કે તેને પહોંચી વળવા માટે અહીં ઇજનેર દ્રારા અદભૂત આયોજન કરવામાં આવ્યું હતું. સિંધુખીણની સંસ્કૃતિના લોકોએ કચ્છના રણમાં એ સમયે આ સ્માર્ટ સિટી વસાવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે, ધોળાવીરા વેપાર માટે પણ મહત્વનું કેન્દ્ર હતું. એવું કહી શકાય કે તે આંતરરાષ્ટ્રીય બંદરની ગરજ સારતું હતું.